Bollywood પર બનેલી આ ફિલ્મોએ બતાવ્યું ઇંડસ્ટ્રીનું કાળુ સત્ય, ખોલી દીધી પોલ!

Movies Based on Bollywood: હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એવી ઘણી ફિલ્મો છે જે બોલિવૂડનું કાળું સત્ય બહાર લાવે છે અને એવી વાતોનો પર્દાફાશ કરે છે કે જેના વિશે જાણીને તમે પણ દંગ રહી જશો.
 

ખોલી બોલીવુડ ઇંડ્સ્ટ્રીની પોલ

1/5
image

Page 3: મધુર ભંડારકરનું પેજ 3 આ યાદીમાં ટોચ પર છે. આ ફિલ્મમાં કોંકણા સેન શર્મા મુખ્ય ભૂમિકામાં હતી, જેણે પત્રકારની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મ માત્ર મીડિયાને જ નહીં પરંતુ રાજકારણ, ફેશન અને મનોરંજનની દુનિયામાંના સંબંધોને પણ ઉજાગર કરે છે. જેમનું અહીં કોઈ મહત્વ નથી.

સામે આવ્યું કાળું સત્ય

2/5
image

Heroine: કરીના કપૂરની હિરોઈન પણ આ વિષય પર આધારિત છે. ફિલ્મ ઉદ્યોગમાં સંબંધો કેવી રીતે બને છે અને બગડે છે. દરેક વ્યક્તિ સફળતાને કેવી રીતે સલામ કરે છે. આ ખૂબ જ સારી રીતે દર્શાવવામાં આવ્યું છે. હિરોઈન સેલિબ્રિટી જીવનની કારકિર્દી અને સંઘર્ષની કહાની છે.

ઇંડસ્ટ્રીની પોલ ખોલી

3/5
image

Luck By Chance: જો તમારે જાણવું હોય કે બોલીવુડમાં મહેનત કે નસીબ કામ કરે છે, તો લક બાય ચાન્સ જુઓ. તમને સ્પષ્ટ જવાબ મળશે. શૂટિંગના કલાકારો વચ્ચેનું બોન્ડિંગ અને નિર્માતા અને કલાકારો વચ્ચેની વાર્તાને ફિલ્મમાં ખૂબ જ સારી રીતે દર્શાવવામાં આવી છે.

સાઉથ ઇંડસ્ટ્રીનું પણ વણજોયેલું સત્ય

4/5
image

The Dirty Picture: ધ ડર્ટી પિક્ચરમાં સાઉથ ઈન્ડસ્ટ્રીનું વણજોયેલું સત્ય બહાર લાવવામાં આવ્યું છે. એવું કહેવાય છે કે આ સિલ્ક સ્મિતાની બાયોપિક છે જેમાં વિદ્યા બાલને તેના એવોર્ડ વિજેતા અભિનયથી દિલ જીતી લીધા હતા.

ફેશન અને બોલીવુડ ઇંડસ્ટ્રીનું સામે આવ્યું સત્ય

5/5
image

Fashion: બોલિવૂડની વાત આવે તો ફેશન કેવી રીતે દૂર રહી શકે. આ ફિલ્મ ફેશન ફેશન ઈન્ડસ્ટ્રી અને બોલિવૂડના કનેક્શન પર બની છે, જે મધુર ભંડારકરે બનાવી છે. ફિલ્મમાં પ્રિયંકા ચોપરા અને કંગના રનૌતની એક્ટિંગનો કોઈ જવાબ નથી.