Horror Movies: સત્ય ઘટના પર આધારિત છે બોલીવુડની આ હોરર ફિલ્મો, તમે જોઈ છે કે નહીં આ ફિલ્મો ?

Horror Movies Based on Real Life: બોલીવુડમાં અત્યાર સુધીમાં હજારો હોરર મુવી બની ચૂકી છે. પરંતુ આજે તમને એવી હોરર મુવીઝ વિશે જણાવીએ જે સત્ય ઘટનાઓ પર આધારિત છે. એટલે કે આવી ઘટનાઓ ખરેખર બની હતી અને તેના પરથી ફિલ્મ બનાવવામાં આવી છે. 

સત્ય ઘટના પર આધારિત હોરર ફિલ્મો

1/5
image

સત્ય ઘટના પર આધારિત આ હોરર ફિલ્મોમાંથી કેટલીક હોરર ફિલ્મો બ્લોકબસ્ટર સાબિત થઈ હતી. આ ફિલ્મોને લોકોએ ખૂબ પસંદ કરી હતી. તો ચાલો તમને જણાવીએ સાચી ઘટનાઓ પર આધારિત હોરર ફિલ્મો વિશે. 

સ્ત્રી 

2/5
image

આ લિસ્ટમાં સૌથી પહેલું નામ સ્ત્રી ફિલ્મનું આવે છે. 2018માં આ ફિલ્મનો પહેલો પાર્ટ રિલીઝ થયો હતો અને હવે તેનો બીજો પાર્ટ રિલીઝ થવાનો છે. આ ફિલ્મ કર્ણાટકના નાલે બા પર આધારિત છે. માન્યતા છે કે અહીંના એક ગામમાં ડાયન આવે છે અને કોઈ ઓળખીતાનો અવાજ કાઢી દરવાજો ખખડાવે છે. જે વ્યક્તિ ઘરની બહાર આવે છે તેનું મોત થઈ જાય છે. 

રુહી 

3/5
image

વર્ષ 2011માં આ ફિલ્મ રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં જાનવી કપૂર અને રાજકુમાર રાવ મુખ્ય ભૂમિકામાં હતા. આ ફિલ્મ વિશે પણ માનવામાં આવે છે કે તે એક મહિલાની કહાની છે જેના લગ્ન તેની ઈચ્છા વિરુદ્ધ થઈ રહ્યા હતા અને તેના કારણે તેને નદીમાં કૂદીને આત્મહત્યા કરી લીધી. 

રાગીની MMS

4/5
image

આ લિસ્ટમાં ત્રીજું નામ આવે છે ફિલ્મ રાગીની MMS. આ ફિલ્મ ની કહાની દિલ્હીમાં રહેતી 22 વર્ષની યુવતી દીપિકા પર આધારિત છે. આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવનાર અભિનેત્રીએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે આ ફિલ્મ સાચી ઘટના પર આધારિત છે.

5/5
image