Kartik Aaryan Birthday: બોલીવુડમાં આજકાલ આ હીરોની છે બોલબાલા, લાખો યુવતીઓ છે ફિદા!

1/6
image

બોલીવુડ એક્ટર કાર્તિક આર્યન આજે પોતાનો 32મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. કાર્તિક પોતાના જન્મદિવસ પર માતા-પિતા તરફથી મળેલ સરપ્રાઈઝ જોઈને ભાવુક થઈ ગયા હતા. તેણે ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને લખ્યું હતું કે 'હું દરેક જન્મમાં તમારી કોકી તરીકે જન્મવા માંગુ છું'

2/6
image

ચોકલેટી બોય કાર્તિક આર્યનને તેના માતા-પિતાએ બર્થડે પર ખાસ સરપ્રાઈઝ આપી હતી. કાર્તિકના રૂમને શાનદાર રીતે શણગાર્યો અને ઘણી બધી અદ્ભુત ભેટો અને કેક સાથે તેના જન્મદિવસની ઉજવણી કરી.

3/6
image

તમને જણાવી દઈએ કે, કાર્તિક આર્યને વર્ષ 2011માં ફિલ્મ 'પ્યાર કા પંચનામા' થી બોલીવુડમાં ડેબ્યુ કર્યું હતું. આ પછી કાર્તિકનો જાદુ એ રીતે ચાલ્યો કે એક પછી એક શાનદાર ફિલ્મો તેની ઝપેટમાં આવી.  

4/6
image

કાર્તિકે સોનુ કે ટીટુ કી સ્વીટી, લુકા છુપી, પતિ પત્ની ઔર વો, લવ આજ કલ અને ભુલ ભુલૈયા 2 જેવી શાનદાર ફિલ્મો કરી છે. કાર્તિકને બોલીવુડનો ચોકલેટી અને લવર બોય કહેવામાં આવે છે.

5/6
image

હાલમાં કાર્તિક તેની આગામી ફિલ્મ 'સત્યપ્રેમ કી કથા'નું શૂટિંગ કરી રહ્યો છે. તે જ સમયે, કાર્તિક અલાયા એફ સાથે રોમેન્ટિક થ્રિલર ફિલ્મ 'ફ્રેડી'માં પણ જોવા મળશે. આ ફિલ્મ 2 ડિસેમ્બર, 2022થી OTT પર રિલીઝ થશે.

6/6
image

આગામી દિવસોમાં કાર્તિક ડિરેક્ટર રોહિત ધવનની 'શહજાદા' અને અનુરાગ બાસુની 'આશિકી 3'માં પણ જોવા મળશે. કાર્તિક અને કૃતિ સેનનની જોડી ફિલ્મ શહજાદામાં જોવા મળશે.