માતા બન્યા પછી ખતમ થયું આ અભિનેત્રીનું બોલીવુડ કેરિયર

બોલીવુડની ઘણી અભિનેત્રીઓ છે જેમણે માતા બન્યા બાદ બોલીવુડમાં પોતાના અભિનય કેરિયરને અલવિદા કહી દીધું.

નવી દિલ્હી: ઉગતા સૂરજને દરેક સલામ કરે છે. બોલીવુડ ઇંડસ્ટ્રી પણ તે મુજબ ચાલે છે. જે એક્ટિવ છે તેની ચાંદી છે પરંતુ જેને ઇંડસ્ટ્રીમાંથી એકવાર બ્રેક લઇ લીધો તે વાપસી કરી શકતો નથી. લગ્ન બાદ ઘણી અભિનેત્રીએ પોતાના બોલીવુડ કેરિયરને અલવિદા કહી દીધું, તો બીજી તરફ કેટલીક અભિનેત્રી એવી પણ છે જેને લગ્ન પછી તો ઇંડસ્ટ્રીમાં વાપસી કરી પરંતુ માતા બન્યા પછી તેમને આ જવાબદારીને વધુ મહત્વ આપ્યું. આજે આપણે તમને આ સમાચારમાં તે અભિનેત્રી પર ચર્ચા કરીશું. 

જેનેલિયા ડિસૂઝા

1/5
image

જેનેલિયા ડિસૂઝાએ વર્ષ 2003માં ફિલ્મ 'તૂઝે મેરી કસમ'થી બોલીવુડમાં એન્ટ્રી કરી હતી. આ ઉપરંત તેમણે તમિલ, તેલૂગૂ ફિલ્મોમાં પણ કામ કર્યું છે. જુલાઇ 2012ના રોજ જેલેનિયાએ બોલીવુડના એક્ટર રિતેશ દેશમુખ સાથે લગ્ન કરી લીધા હતા. આજે જેનેલિયા અને રિતેશને બે બાળકો છે. જેનેલિયા છેલ્લે વર્ષ 2014માં 'જય હો'માં કેમિયો રોલમાં જોવા મળી હતી. 

લારા દત્તા

2/5
image

લારા દત્તા છેલ્લીવાર 2018માં ફિલ્મ 'વેલકમ ટૂ ન્યૂયોર્ક'માં જોવા મળી હતી. વર્ષ 2020માં વેબ સીરીઝ 'હંડ્રેડ'માં જોવા મળી હતી પરંતુ ફિલ્મોથી તેમણે અંતર બનાવી લીધું. લારા દત્તાએ વર્ષ 2011માં મહેશ ભૂપતિ સાથે લગ્ન કરી લીધા અને બંનેને એક બાળક છે. 

લીઝા હેડન

3/5
image

'ક્વીન' અભિનેત્રી લીઝા હેડન હાલ પોતાના પરિવાર અને બે બાળકોને પુરતો સમય આપી રહી છે. છેલ્લે તે વર્ષ 2016માં ફિલ્મ 'એ દિલ હૈ મુશ્કેલ'માં જોવા મળી હતી. 

સમીરા રેડ્ડી

4/5
image

'મૈને દિલ તૂઝકો દિયા'થી વર્ષ 2002માં બોલીવુડમાં એન્ટ્રી કરનાર સમીરા રેડ્ડી આજે ઇંડસ્ટ્રીથી દૂર છે. વર્ષ 2012માં તે બોલીવુડની ફિલ્મ 'ચક્રવ્યૂહ'માં જોવા મળી હતી. સમીના આજે બે બાળકો છે. 

ટ્વિંકલ ખન્ના

5/5
image

ટ્વિંકલ ખન્ના આજે પ્રોડક્શન ક્ષેત્રમાં એક્ટિવ છે. 'લવ કે લિયે કુછ ભી કરેગા' તેમની છેલ્લી ફિલ્મ હતી. આ વર્ષે તેમણે અક્ષય કુમાર સાથે લગ્ન કરી લીધા હતા. બાળક થયા બાદ ટ્વિંકલ ખન્નાએ પોતાના અભિનય કેરિયરને અલવિદા કહી દીધું.