મતદારોએ ભાજપને આપી દિવાળી ગિફ્ટ, પેટાચૂંટણીમાં સર્વત્ર ભગવો લહેરાયો

મતગણતરીના ચાર કલાક પૂરા થઈ ગયા છે, ત્યારે પેટાચૂંટણી (byelection) ના પરિણામનું ચિત્ર લગભગ સ્પષ્ટ થઈ ગયું છે. અબાડાસા, ધારી, ડાંગ, ગઢડા, લીંબડી, કરજણ, કપરાડા જેવી સાત બેઠકો પર ભાજપ સારી એવી લીડથી આગળ નીકળી ગયું છે. માત્ર એક મોરબી બેઠક પર રસાકસીભર્યો માહોલ છે. જેમાં પણ ભાજપના બ્રિજેશ મેરજા 17 રાઉન્ડના અંતે આગળ આવી ગયા છે. ત્યારે દિવાળી પહેલા ભાજપની ઝોળીમાં મોટી સફળતા આવી છે. પેટાચૂંટણીમાં બાજપ મહાબલી સાબિત થયુ છે. તો ભાજપના કાર્યાલય કમલમ ખાતે વિજયોત્સવ ઉજવવામાં આવ્યો છે. મતદારોએ ભાજપને મોટી દિવાળી ગિફ્ટ આપી છે. પેટાચૂંટણીમાં ભાજનો ઢોલ વાગ્યો છે તેવો મતદારોએ સ્પષ્ટ બહુમતી સાથે જણાવી દીધું છે. 

ઝી મીડિયા/બ્યૂરો :મતગણતરીના ચાર કલાક પૂરા થઈ ગયા છે, ત્યારે પેટાચૂંટણી (byelection) ના પરિણામનું ચિત્ર લગભગ સ્પષ્ટ થઈ ગયું છે. અબાડાસા, ધારી, ડાંગ, ગઢડા, લીંબડી, કરજણ, કપરાડા જેવી સાત બેઠકો પર ભાજપ સારી એવી લીડથી આગળ નીકળી ગયું છે. માત્ર એક મોરબી બેઠક પર રસાકસીભર્યો માહોલ છે. જેમાં પણ ભાજપના બ્રિજેશ મેરજા 17 રાઉન્ડના અંતે આગળ આવી ગયા છે. ત્યારે દિવાળી પહેલા ભાજપની ઝોળીમાં મોટી સફળતા આવી છે. પેટાચૂંટણીમાં બાજપ મહાબલી સાબિત થયુ છે. તો ભાજપના કાર્યાલય કમલમ ખાતે વિજયોત્સવ ઉજવવામાં આવ્યો છે. મતદારોએ ભાજપને મોટી દિવાળી ગિફ્ટ આપી છે. પેટાચૂંટણીમાં ભાજનો ઢોલ વાગ્યો છે તેવો મતદારોએ સ્પષ્ટ બહુમતી સાથે જણાવી દીધું છે. 

1/4
image

સીઆર પાટીલ ભાજપના પ્રમુખ બન્યા બાદની આ તેઓની પ્રથમ ચૂંટણી છે. ત્યારે તેમના માટે આ જીત બહુ જ મહત્વની બની રહી છે. કમલમ ખાતે મોટી સંખ્યામા કાર્યકર્તાઓ પહોંચી ગયા છે, અને ઢોલનગારાના તાલે જશ્ન મનાવી રહ્યા છે. તો મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ આ ખુશીમાં સામેલ થવા પહોંચી ગયા હતા. તમામ બેઠકો પર જીતની આશા પ્રબળ બની જતા જ પ્રમુખ સી આર પાટીલ મુખ્યમંત્રી રૂપાણીને મળવા તેમના નિવાસસ્થાને પહોંચ્યા હતા. બંને એક જ ગાડીમા કમલમ ખાતે પહોંચ્યા હતા. 

2/4
image

3/4
image

4/4
image