Scuba Diving In India: જાણો ભારતમાં ક્યાં ક્યાં કરી શકાય છે સ્કુબા ડાઇવિંગ અને કેટલો થાય ખર્ચ
Scuba Diving In India:તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના પંચકુઈ બીચ પર સ્કુબા ડાઇવિંગ કર્યું હતું. જો તમે પણ આવા એડવેન્ચરના શોખીન છો અને સ્કુબા ડાઇવિંગ કરીને જીવનનો એક યાદગાર અનુભવ મેળવવા માંગો છો તો તમને જણાવીએ ભારતની એવી પાંચ જગ્યા વિશે જ્યાં તમે સ્કુબા ડાઇવિંગ કરીને સમુદ્ર જગતને એક્સપ્લોર કરી શકો છો.
અંદમાન
શાનદાર કોરલ રીપ્સ અને સમુદ્રી જીવનની વિવિધતા જોવા માટે ભારતનું અંદમાન બીચ સૌથી બેસ્ટ છે. આ ભારતનું બેસ્ટ સ્કુબા ડાઇવિંગ ડેસ્ટિનેશન છે. અહીં તમે ચારથી પાંચ હજારના ખર્ચમાં આરામથી સ્કુબા ડાઇવિંગ કરી શકો છો.
લક્ષદ્વીપ
જો તમે લક્ષદ્વીપ જવાનું પ્લાન કરી રહ્યા છો તો સ્કુબા ડાઇવિંગ કરવાનું ભૂલતા નહીં. અહીં તમે સમુદ્રના બ્લુ પાણીમાં સમુદ્રજીવોની સાથે તરવાની મજા લઈ શકો છો. અહીં સ્કુબા ડાઇવિંગ કરવાનો ખર્ચ 4000 થી 7000 રૂપિયાની વચ્ચે હશે.
ગોવા
જો તમે ઓક્ટોબર કે મે મહિનામાં ગોવા જાવ છો તો ફક્ત અહીંની નાઈટ લાઈફ એક્સપ્લોર કરવાને બદલે સ્કુબા ડાઇવિંગની મજા પણ માણજો. અહીં તમે સ્કુબા ડાઇવિંગ 5000 સુધીના ખર્ચમાં કરી શકો છો.
કર્ણાટક
સમુદ્રી કાચબા અને વ્હેલ શાર્ક જોવી હોય તો કર્ણાટકના નેત્રાની દ્વીપ પર સ્કુબા ડાઇવિંગ કરવું. અહીં 5000 રૂપિયામાં તમે સ્કુબા ડાઇવિંગનો અનુભવ લઈ શકો છો.
પોંડીચેરી
પોંડીચેરીમાં આખું વર્ષ સ્કુબા ડાઇવિંગ કરી શકાય છે. આ ભારતનું બેસ્ટ અન્ડરવોટર સ્કુબા ડાઇવિંગ ડેસ્ટિનેશન છે. અહીં સ્કુબા ડાઇવિંગ કરવાનો ખર્ચ છ થી આઠ હજાર રૂપિયા સુધીમાં થાય છે.
Trending Photos