Benefits of Cow Milk: ગાયનું દૂધ પીવાના 6 ફાયદા, વિટામીન Dની ઉણપ પણ થશે પૂરી

Benefits of Cow Milk: ભારતમાં ઘણા ઘરોમાં સવારે નાસ્તામાં અને રાત્રે સૂતા પહેલા એક ગ્લાસ દૂધ જરૂર પીવામાં આવે છે. ખાસ કરીને બાળકોને દૂધ આપવામાં આવે છે. ગાયનું દૂધ મગજ અને હાડકાંના વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવે છે. ગાયના દૂધમાં વિટામિન-ડી હોય છે. 

પાચનમાં સહાયક

1/6
image

ગાયનું દૂધ તમને અપચોથી બચાવે છે. વિટામિન B-12 ગાયના દૂધમાં જોવા મળે છે. ગાયના દૂધમાં 80% પ્રોટીન કેસીન હોય છે જે સમગ્ર શરીરમાં કેલ્શિયમ અને ફોસ્ફેટનું પરિવહન કરે છે અને પાચનમાં મદદ કરે છે.

કેન્સરથી કરે છે બચાવ

2/6
image

ગાયનું દૂધ કેન્સરનું જોખમ ઘટાડી શકે છે. દૂધમાં વિટામિન-ડી વધુ માત્રામાં જોવા મળે છે. એક સંશોધન અનુસાર, દૂધ અને ડેરી ઉત્પાદનોનું સેવન કોલોરેક્ટલ કેન્સર, મૂત્રાશયનું કેન્સર, ગેસ્ટ્રિક કેન્સર અને બ્રેસ્ટ કેન્સર સામે રક્ષણ આપે છે.

આંખના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક

3/6
image

ગાયના દૂધમાં વિટામિન-એ હોય છે. વિટામિન-એ આંખોની રોશની સુધારવામાં મદદ કરે છે. વિટામીન-એની ઉણપથી આંખો સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે જેમ કે રાતાંધળાપણું, આંખોના સફેદ ભાગમાં ફોલ્લીઓ.

હાર્ટને રાખે છે સ્વસ્થ

4/6
image

ગાયનું દૂધ પીવાથી ઇસ્કેમિક સ્ટ્રોકનું જોખમ ઘટાડી શકાય છે. તેમાં હાજર સંતૃપ્ત ફેટી એસિડ્સનું ઉચ્ચ પ્લાઝ્મા સ્તર પણ હૃદય રોગના જોખમને ઘટાડવામાં મદદ કરે છે.

ઇમ્યુનિટી

5/6
image

ગાયના કાચા દૂધમાં પ્રોબાયોટીક્સ એટલે કે સુક્ષ્મજીવો હોય છે જે રોગપ્રતિકારક શક્તિ વધારે છે. એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે કાચું દૂધ બાળકોની રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે.

હાડકાં થાય છે મજબૂત

6/6
image

ગાયનું દૂધ હાડકાને સ્વસ્થ રાખવામાં પણ મદદરૂપ છે. હાડકાના વિકાસ માટે દૂધનું સેવન ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. દૂધ ખાસ કરીને બાળકો અને યુવાનોના હાડકાના સ્વાસ્થ્ય માટે સારું માનવામાં આવે છે.

નોટઃ આ સામાન્ય જાણકારી છે. ઝી 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી. તમે ડોક્ટરની સલાહ લઈ શકો છો.