Beer નો શોખ ધરાવતા લોકો માટે ખુશખબર, આ રાજ્યમાં 1 તારીખથી બીયરના ભાવ ઘટી જશે

ગરમીની ઋતુ (Summer session) માં ઠંડી બીયર (Chilled Beer)નો શોખ ધરાવનારા આ રાજ્યના લોકો માટે સારા સમાચાર છે. 

ગરમીની ઋતુ (Summer session) માં ઠંડી બીયર (Chilled Beer)નો શોખ ધરાવનારા આ રાજ્યના લોકો માટે સારા સમાચાર છે. નવા નાણાકીય વર્ષની શરૂઆત સાથે જ યુપીમાં બીયરના ભાવ ઓછા થઈ જશે. જેનો સૌથી વધુ ફાયદો નોઈડા (NOIDA), ગાઝિયાબાદવાળાને થશે. કારણ કે હવે તેમણે સસ્તી બીયર માટે દિલ્હી સુધી લાંબા થવું પડશે નહીં. 

ઓછા થશે બીયરના ભાવ

1/5
image

1 એપ્રિલથી ઉત્તર પ્રદેશમાં નવી આબકારી નીતિ લાગૂ થઈ જશે. 2021-22 નાણાકીય વર્ષ માટે બીયરના ભાવ 18-20 ટકા ઓછા થઈ જશે. જેનો અર્થ એ થયો કે બીયરના ભાવ લગભગ 20 રૂપિયા સુધી ઓછા થશે. 

હાલ શું છે કિંમત

2/5
image

હાલ યુપીમાં બીયરના 500 એમએલવાળા કેનની કિંમત 130 રૂપિયા છે. 650 મિલીલીટરવાળી બોટલની કિંમત 170 રૂપિયા છે. બ્રાન્ડની રીતે ભાવમાં પણ ફરક છે. પરંતુ 130 રૂપિયાથી ઓછાનું કેન અને 170 રૂપિયાથી ઓછી કોઈ બોટલ નથી. 

તસ્કરીમાં આવશે ઘટાડો

3/5
image

ઓછા ભાવના કારણે નોઈડા અને ગાઝિયાબાદના લોકો દિલ્હીથી બીયર લાવવાનું પસંદ કરે છે. આ કારણે યુપીમાં બીયર વિક્રેતાઓનો માલ પૂરેપૂરો વેચાઈ શકતો નથી. સરકારની કોશિશ છે કે ભાવમાં ઘટાડો કરીને તસ્કરી પર રોક લગાવવામાં આવે. 

હવે દર વર્ષે લાઈસન્સ નહીં

4/5
image

બીયરના ભાવમાં ઘટાડા પાછળ સૌથી મોટું કારણ નવી આબકારી નીતિ ગણવામાં આવી રહી છે. નવી આબકારી નીતિ મુજબ હવે બીયર શોપ માટે દર વર્ષે લાઈસન્સ લેવું પડશે નહીં. એકવારમાં 3 વર્ષ માટે લાઈસન્સ આપવામાં આવશે. આ ઉપરાંત બીયરના લાઈસન્સમાં પણ કોઈ વધારો કરાયો નથી. 

કઈ રીતે લઈ શકાય બીયરની દુકાનનું લાઈસન્સ

5/5
image

હવે બીયરના લાઈસન્સ આપવાની પ્રક્રિયા સંપૂર્ણ રીતે ઓનલાઈન કરાઈ છે. યુપીમાં બીયરની દુકાન માટે કારોબારી 20 હજાર રૂપિયાની ફી જમા કરાવીને અરજી કરી શકે છે. લકી  ડ્રોમાં નામ આવે તો નગર નિગમ ક્ષેત્રની દુકાનો માટે 70 હજાર, નગર પાલિકા ક્ષેત્રની દુકાનો માટે 60 હજાર અને નગર પંચાયત ક્ષેત્ર માટે 40 હજાર રૂપિયા લાઈસન્સ ફી જમા કરાવવાની હોય છે.