Barack Obama પુત્રી માલિયાના બોયફ્રેન્ડથી ભારે હેરાન પરેશાન, જાણો શું છે કારણ
ઓબામાની મોટી પુત્રીનું નામ માલિયા છે. તેની ઉંમર 22 વર્ષ છે.
વોશિંગ્ટન: અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા(Barack Obama)એ ખુલાસો કર્યો કે કોરોના વાયરસ (Corona Virus) મહામારીના કારણે લાગુ થયેલા લોકડાઉન દરમિયાન તેમની પુત્રી માલિયાનો બોયફ્રેન્ડ, તેમના પરિવાર સાથે જ રહેતો હતો. ઓબામાએ એ પણ કહ્યું કે તેમની પુત્રીના બોયફ્રેન્ડના કારણે તેમનું ગ્રોસરીનું બિલ 30 ટકા વધી ગયું હતું. જાણો ઓબામાએ શું શું કહ્યું...
ઓબામાના ઘરમાં તેમની સાથે રહ્યો પુત્રીનો બોયફ્રેન્ડ
બરાક ઓબામાએ કહ્યું કે કોરોના વાયરસનો પ્રકોપ શરૂ થયા બાદ મારી પુત્રી માલિયાનો બોયફ્રેન્ડ રોરી ફર્કુહર્સન અમારા ઘર પર જ હતો. ઓબામાની મોટી પુત્રીનું નામ માલિયા છે. તેની ઉંમર 22 વર્ષ છે. (તસવીર- સાભાર Getty Images/PTI)
બરાક ઓબામાએ પુત્રીના બોયફ્રેન્ડ માટે આ નિવેદન આપ્યું
બરાક ઓબામાએ પુત્રીના બોયફ્રેન્ડ રોરી ફર્કુહર્સન અંગે વાત કરતા કહ્યું કે પહેલા રોરી ફર્કુહર્સનના વીઝા અંગે અનેક સમસ્યાઓ સામે આવી હતી. તે જોબ કરતો હતો. આથી મે તેને મારા ઘરમાં રહેવા દીધો. (ફાઈલ ફોટો સાભાર-રોયટર્સ)
ઓબામાને પસંદ નહતો પુત્રીનો બોયફ્રેન્ડ
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ એવો પણ ખુલાસો કર્યો કે તેઓ પહેલા માલિયાના બોયફ્રેન્ડને પસંદ કરતા નહતા. પરંતુ ત્યારબાદ તે તેમને ગમવા લાગ્યો હતો. (ફાઈલ ફોટો/સાભાર-PTI)
બરાક ઓબામાએ બાળકોને શીખવાડ્યો આ ખેલ
બરાક ઓબામાએ એમ પણ કહ્યું કે લોકડાઉન દરમિયાન તેમણે તેમની પુત્રી અને તેના બોયફ્રેન્ડ રોરીની સાથે સારો સમય પસાર કર્યો. તેમણે લોકડાઉનમાં બાળકોને કાર્ડ ગેમ્સ પણ શીખવાડી. (ફાઈલ ફોટો/સાભાર-PTI)
ઓબામાને પુત્રીના બોયફ્રેન્ડની આ વાત જરાય નહતી ગમી
બરાક ઓબામાએ કહ્યું કે તેમની પુત્રી માલિયાના બોયફ્રેન્ડ રોરી તેમની પુત્રી કરતા વધુ ખાવાનું ખાય છે. તેમને આ વાત જરાય વિચિત્ર લાગી. આ જ કારણે તેમનું ગ્રોસરી બિલ 30 ટકા જેટલું વધી ગયું. અત્રે જણાવવાનું કે બરાક ઓબામાની પુત્રી માલિયા અને તેનો બોયફ્રેન્ડ રોરી ફર્કુહર્સનની પહેલી મુલાકાત 2017માં થઈ હતી. (ફાઈલ ફોટો/ફોટો સાભાર- Getty Images)
Trending Photos