Odisha Train Accident: ટક્કર થતા જ પલટી ગઈ બોગીઓ, એક બીજા પર પડવા લાગ્યા લોકો, અકસ્માતની દર્દનાક તસવીરો

Odisha Train અકસ્માતમાં બચેલા લોકો તરફથી ઘટના અંગે જે પણ હચમચાવી નાખતી કહાનીઓ સામે આવી રહી છે તે જાણીને તમારા રૂવાંડા ઊભા થઈ જશે. સ્વજનોને ગુમાવી બેઠેલા લોકોની સ્થિતિ અત્યંત દર્દનાક છે. ઘટનાના પ્રત્યક્ષદર્શીઓની અનેક દર્દનાક કહાનીઓ સામે આવી રહી છે. જેને સાંભળીને છાતી ચીરાઈ જાય.  અકસ્માતની જે તસવીરો પણ સામે આવી છે તે ભયાનક છે. તેનાથી અંદેશો થઈ ગયો કે મૃતકોનો આંકડો વધુ હોઈ શકે છે. પહેલા 30 પછી 50 અને જોત જોતામાં તો મૃત્યુઆંક હાલ 233 સુધી પહોંચી ગયો છે. છેલ્લે મળતી માહિતી મુજબ 900 લોકો  ઘાયલ થયા છે. ઓડિશાના પ્રમુખ સચિન પ્રદીપ જેનાએ આ માહિતી આપી. રાતથી રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ છે. 
 

1/10
image

શનિવારે સવારે અકસ્માતની તસવીર સ્પષ્ટ થઈ. બહનાગા બજાર વિસ્તારમાં રાતભર દર્દનાક ચીસો સાંભળવા મળી. જાણવા મળ્યું છે કે ટ્રેનના ડબ્બાના કાટમાળમાં હજુ પણ મૃતદેહો ફસાયેલા છે. કોરોમંડલ એક્સપ્રેસના અનેક એસી કોચ આગામી ટ્રેક પર પલટી ગયા હતા. આથી તેમાં મોતનો આંકડો સૌથી વધુ છે.

2/10
image

પહેલા 30 પછી 50 અને જોત જોતામાં તો મૃત્યુઆંક હાલ 233 સુધી પહોંચી ગયો છે. છેલ્લે મળતી માહિતી મુજબ 900 લોકો  ઘાયલ થયા છે. ઓડિશાના પ્રમુખ સચિન પ્રદીપ જેનાએ આ માહિતી આપી. રાતથી રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ છે. સુપરફાસ્ટ ટ્રેન કોરોમંડલ એક્સપ્રેસ તમિલનાડુના ચેન્નાઈથી પશ્ચિમ બંગળના શાલીમાર સ્ટેશન જઈ રહી હતી. ટક્કર ખુબ ભયાનક હતી. કોરોમંડલ ટ્રેના ડબ્બા પાટા પરથી ઉતરી ગયા. અનેક ડબ્બા માલગાડી પર ચડી ગયા. 

3/10
image

ભારતીય રેલવેએ પોતાના નિવેદનમાં જણાવ્યું કે ટ્રેન નંબર 12841 ચેન્નાઈ સેન્ટ્રલથી શાલીમાર જઈ રહી હતી. 2 જૂન બપોરે 3.30 વાગે શાલીમાર માટે રવાના થઈ હતી. સામેજ 8.30 વાગે ખડગપુર ડિવિઝનમાં આવનારા બહનાગા બજાર રેલવે સ્ટેશન પાસે પાટા પરથી ઉતરી ગઈ. 

4/10
image

મળતી માહિતી મુજબ હાવડા જઈ રહેલી બેંગ્લુરુ- હાવડા સુપરફાસ્ટ એક્સપ્રેસના અનેક ડબ્બા બાહાનગામાં પાટા પરથી ઉતરી ગયા અને બીજા પાટા પર જઈ પડ્યા. પાટા પરથી આ ઉતરી ગયેલા ડબ્બા શાલીમાર-ચેન્નાઈ કોરોમંડલ એક્સપ્રેસ સાથે ટકરાયા અને તેના ડબ્બા પણ પલટી ગયા. 

5/10
image

કોરોમંડલ એક્સપ્રેસના ડબ્બા પાટા પરથી ઉતર્યા બાદ માલગાડી સાથે ટકરાયા જેથી માલગાડી પણ દુર્ઘટનાની ઝપેટમાં આવી ગઈ. 

6/10
image

હાલ અપ અને ડાઉન બંને ટ્રેનોની અવરજવરને અસર થઈ છે. રાહત અને બચાવ કાર્ય યુદ્ધસ્તરે ચાલુ છે. ઓડિશા સરકાર મદદ માટે દુર્ઘના સ્થળ પર નજરેટર સાથે પહોંચી. એનડીઆરએફની પણ અનેક ટીમો રાહત અને બચાવ કાર્યમાં લાગી છે. 

7/10
image

ઓડિશા ટ્રેન અકસ્માતમાં બચેલાલોકો તરફથી ઘટના અંગે જે હચમચાવતી કહાનીઓ સામે આવી છે તે જાણીને બધા સ્તબ્ધ છે. સ્વજનોને ગુમાવી ચૂકેલા આ લોકોની સ્થિતિ દર્દનાક છે. ઘટનાના  અનેક પ્રત્યક્ષદર્શીઓની કહાની સામે આવી રહી છે. 

8/10
image

કોરોમંડલ એક્સપ્રેસ ટ્રેનના એક મુસાફરે જણાવ્યું કે અમે લોકો એસ5 બોગીમાં હતા. ઘટના સમયે હું મારી સીટ પર સૂતો હતો. અચાનક એક જોરદાર ઝટકો લાગ્યો અને બોગી પલટી ગઈ. બાદમાં મે જોયું તો કોઈનું માથું નહતું તો કોઈનો હાથ કે પગ કપાયેલા હતા. 

9/10
image

મુસાફરે જણાવ્યું કે અમારી સીટ નીચે એક 2 વર્ષનો બાળક હતો જે સુરક્ષિત રીતે બચી ગયો. બાદમાં અમે તેના પરિવારજનોને બચાવ્યા. એક અન્ય મુસાફરે જણાવ્યું કે મને ઊંઘ આવી ગઈ હતી. જ્યારે ટ્રેનનો એક્સિડન્ટ થયો તો હું જે બોગીમાં હતો તે પલટી ગઈ. 

10/10
image

આ અકસ્માતમાં જાનહાનિ વધુ થવાનું કારણ એ પણ છે કે તેમાંથી બે પેસેન્જર ટ્રેનો છે. જ્યારે ટ્રેન પાટા પરથી ઉતરી તો ડબ્બામાં અનેક લોકો ફસાયેલા હતા. આ ઉપરાંત અંધારું હોવાના કારણે બચાવ અભિયાનમાં પણ મુશ્કેલીઓ આવી.