Bad Habits: આ 5 આદતો સૌથી ખરાબ, જેને હોય તેનું જીવન પસાર થાય દારુણ ગરીબીમાં
Bad Habits: હિન્દુ ધર્મના 18 મહાપુરાણમાંથી એક ગરુડ પુરાણ પણ છે. ગરુડ પુરાણમાં એવી કેટલીક આદતો વિશે જણાવવામાં આવી છે જે વ્યક્તિનું જીવન બરબાદ કરે છે. જે માણસમાં આ પાંચ આદતો હોય અથવા પાંચમાંથી કોઈ એક આદત પણ હોય તો તે વ્યક્તિ દારૂણ ગરીબીમાં જીવન જીવે છે તે ક્યારે સમૃદ્ધ થઈ શકતી નથી.
સવારે મોડે સુધી સૂવું
ગરુડ પુરાણ અનુસાર જે વ્યક્તિ રાત્રે મોડે સુધી જાગે છે અને દિવસે મોડે સુધી ઊંઘે છે તેવા લોકો આળસથી ઘેરાયેલા હોય છે. આવા લોકો જીવનમાં સફળતા પ્રાપ્ત કરી શકતા નથી. સવારે સૂર્યોદય પછી પણ સૂવું અશુભતાની નિશાની છે. જો જીવનમાં આગળ વધવું હોય તો આદત છોડી દેવી જોઈએ.
ગંદુ રસોડું
ઘરની અંદર રસોડામાં માં અન્નપૂર્ણાનો વાસ હોય છે. તેથી સવારે સ્નાન કર્યા પછી જ રસોડામાં કોઈપણ વસ્તુ બનાવવી અને રાત્રે પણ રસોડાને સ્વચ્છ કરીને સૂવું. જેના ઘરમાં રસોડું ગંદુ રહે છે ત્યાં માતા લક્ષ્મી ટકતા નથી.
લાલચી સ્વભાવ
લાલચ બુરી બલા છે.. આ વાત તમે સાંભળી જ હશે, ગરુડ પુરાણ અનુસાર આ વાત સત્ય છે. ગરુડ પુરાણમાં જણાવ્યું છે કે જે વ્યક્તિના મનમાં લાલચ હોય છે તે હંમેશા નિષ્ફળ જ રહે છે.
પીઠ પાછળ ખરાબ કરનાર
જે લોકો કોઈની પીઠ પાછળ બુરાઈ કરે કે તેનું ખરાબ કરવાનું પ્રયત્ન કરે તે વ્યક્તિના જીવનમાં પણ સમસ્યાઓ સતત રહે છે આવા લોકો જીવનભર દુઃખી રહે છે.
સ્વચ્છતાનો અભાવ
ગરુડ પુરાણ અનુસાર જે લોકો ગંદકીમાં રહે છે અને સવારે સ્નાન નથી કરતા અને સ્વચ્છ કપડાં નથી પહેરતા તેઓ પણ દરિદ્ર રહે છે. આવા વ્યક્તિને જીવનભર ગરીબીમાં રહેવું પડે છે.
Trending Photos