દુનિયાની સૌથી મોંઘી ફિલ્મ, કમાણી 22,000,368 કરોડ...પણ ગોવિંદાની બેઈજ્જતી કેમ થઈ ગઈ?

આજે અમે તમને એક એવી ફિલ્મ વિશે જણાવીશું જેણે રિલીઝ થતા જ આખી દુનિયાને હચમચાવી દીધી હતી. આ ફિલ્મના પહેલા પાર્ટને બનાવવામાં મેકર્સને 12 વર્ષ લાગ્યા હતા જેનું કારણ એ હતું કે ફિલ્મના ફિક્શન કેરેક્ટર્સને સ્ક્રીન પર ઉતારવા માટે જરૂરી ટેક્નોલોજી હતી નહીં. આ ફિલ્મ પર મેકર્સે જે ખુલ્લા હાથે પૈસા ખર્ચ્યા હતા તેણે રિલીઝ થતાની સાથે જ એવી ધમાલ પણ મચાવી દીધી. આ ફિલ્મ દુનિયાની સૌથી મોંઘી ફિલ્મ બની ગઈ. પરંતુ ટ્વિસ્ટ  તો ત્યારે આવ્યો જ્યારે ફિલ્મ રિલીઝ થયા બાદ બોલીવુડના રાજા બાબુ એટલેકે ગોવિંદાએ એક એવું નિવેદન આપ્યું કે ભારે ટ્રોલિંગનો સામનો કરવો પડ્યો હતો. ચાલો આપણે આ ફિલ્મ વિશે અને તેની સાથે ગોવિંદાનો શું વિવાદ જોડાયો એ પણ જાણીએ. 

કઈ છે ફિલ્મ

1/9
image

દુનિયાની સૌથી મોંઘી ફિલ્મની વાત કરીએ તો આ રેકોર્ડ જેમ્સ કેમરૂનની વર્ષ 2009માં આવેલી 'અવતાર' ફિલ્મના નામે નોંધાયો છે. આ ફિલ્મ જ્યારે રિલીઝ થઈ હતી તો તેણે 'ટાઈટેનિક', 'જુરાસિક પાર્ક' જેવી ફિલ્મોના રેકોર્ડ ધ્વસ્ત કર્યા હતા. 

કહાની લખી નાખી

2/9
image

આ ફિલ્મના ડાઈરેક્ટર અને રાઈટર એક જ હતા જેમ્સ કેમરૂન. જેમ્સ કેમરૂન બાળપણથી જ સાયન્સ ફિક્શનવાળા પુસ્તકો વાંચવાના શોખીન હતા. આવામાં તેમના મગજમાં આ પ્રકારની ફિલ્મ બનાવવાનો આઈડિયા ઘણા સમયથી હતો. જેમ્સે 'ટાઈટેનિક' બનાવવા દરમિયાન જ આવી સાયન્સ ફિક્શનવાળી ફિલ્મ 'અવતાર'ની 80 પાનાની કહાની લખી નાખી હતી. એટલું જ નહીં ટાઈટેનિક રિલીઝ થતા જ તેમણે નવી ફિલ્મ અવતારની પણ જાહેરાત કરી નાખી હતી. આ વાત વર્ષ 1997ની છે. 

ફિલ્મમાં થયો વિલંબ

3/9
image

1997માં જેમ્સ કેમરૂને 'અવતાર' ફિલ્મ બનાવવાની જાહેરાત તો કરી નાખી પરંતુ ત્યારબાદ તેમને અહેસાસ થયો કે આ ફિલ્મ બનાવવી એટલી પણ સરળ નથી. આ ફિલ્મને બનાવવામાં હાઈટેક ટેક્નોલોજીની જરૂર હતી. કારણ કે ફિલ્મના મોટાભાગના પાત્રો ફિક્શનવાળા હતા જેમને હાઈટેક ટેક્નોલોજી દ્વારા જ રૂપેરી પડદે ઉતારી શકાય તેમ હતા. આથી તેઓ તે સમયે આ ફિલ્મ પર કામ કરી શક્યા નહીં અને ફિલ્મ બનાવવાનો આઈડિયા થોડા સમય સુધી અભરાઈએ ચડાવી દેવો પડ્યો. 

જુગાડ કરવો પડ્યો

4/9
image

વર્ષ 2006માં ફિલ્મની વાર્તા પર ફરીથી કામ શરૂ કરાયું અને ફિલ્મમાં દેખાડવામાં આવેલા એલિયન્સ માટે અલગ ભાષા તૈયાર કરાઈ. આ ભાષાને ડો. પોલ ફ્રોમરે બનાવી હતી. એટલું જ નહીં આ પાત્રો માટે કપડાં ડિઝાઈન કરવા ઉપર પણ 2 વર્ષ સુધી કામ કરાયું હતું. જેમ્સે પાત્રોને ક્રિએટ કરવા માટે વર્ષ 2005થી 2007 સુધી ડિઝાઈનર જોર્ડૂ સ્કીલ સાથે કામ કર્યું. આ ઉપરાંત ફિલ્મમાં એક્ટર્સના એક્સપ્રેશનને શૂટ કરવા માટે કેમરૂને એક અલગ કેમેરો ડિઝાઈન કર્યો હતો. ત્યારબાદ તેને એનિમેશન માટે ઉપયોગમાં લેવાયો. 

20 હજાર 368 કરોડ વર્લ્ડવાઈડ કલેક્શન

5/9
image

આ ફિલ્મનું શુટિંગ 2006માં શરૂ થયું અને ફિલ્મને 2009માં રિલીઝ કરાઈ હતી. અવતાર ફિલ્મનું બજેટ 237 મિલિયન ડોલર એટલે કે ભારતીય ચલણમાં 1800 કરોડ રૂપિયા હતું. જ્યારે આ ફિલ્મે રિલીઝ થતા જ ટંકશાળ પાડી હતી અને 20 હજાર 368 કરોડનું વર્લ્ડવાઈડ કલેક્શન કર્યું હતું. આ રીતે આ ફિલ્મનું નામ દુનિયાની મોસ્ટ એક્સપેન્સિવ અને સૌથી વધુ કમાણી કરનારી દુનિયાની ટોપ ફિલ્મોમાં સામેલ છે. 

અવતાર અને ગોવિંદા વિવાદ

6/9
image

હવે વાત કરીએ આ ફિલ્મ સાથે જોડાયેલા 'હીરો નંબર વન' ગોવિંદાના વિવાદની. વાત જાણે એમ છે કે ગોવિંદા વર્ષ 2019માં એક ચેનલના શોમાં આવ્યો હતો. તેણે આ શો દરમિયાન ફિલ્મ વિશે કઈક એવું કહી નાખ્યું હતું કે લોકોને આ વાત પચી નહતી. ત્યારબાદ આ ઈન્ટરવ્યું જેણે પણ જોયો તેમણે અભિનેતાને ટ્રોલ કરવાનો શરૂ કરી દીધો હતો. ગોવિંદા આ ઈન્ટરવ્યુમાં કહેતો જોવા મળ્યો કે તેણે જે ફિલ્મોની ઓફર ઠુકરાવી તે બધી હિટ ગઈ. 

લોકોને ન પચી વાત

7/9
image

ગોવિંદાએ કહ્યું હતું કે 'ફિલ્મો વધુ ચાલતી હતી તો તે દિવસો થોડો હવામાં રહેતો હતો. અવતારનું ટાઈટલ પણ મે જ આપ્યું હતું. તે સુપરહિટ થઈ. મે તેમને કહ્યું પણ હતું કે તમારી ફિલ્મ ખુબ ચાલશે અને તે 7 વર્ષ સુધી નહીં બને. તમે મૂવી પૂરી કરી શકશો નહીં;, આ ઈન્ટરવ્યુમાં ગોવિંદાએ કહ્યું હતું કે ;કેમરૂન ઈચ્છતા હતા કે હું તેમની સાથે 410 દિવસ સુધી શુટિંગ કરું. મારા જેવા એક્ટર માટે બોડી પર પેઈન્ટ કરાવવો મુશ્કેલ હતો. આથી મે તેમને કહ્યું કે મને માફ કરો, પરંતુ મે જે રીતે એમને કહ્યું હતું તેમની ફિલ્મ સુપરહિટ રહી.'

ટ્રોલ થયો ગોવિંદા

8/9
image

ગોવિંદા આ નિવેદન બાદ ખુબ ટ્રોલ થયો હતો. અભિનેતાની આ વાત લોકોને મગજમાં બેસી જ નહીં અને સોશિયલ મીડિયા પર ખુબ મજાક ઉડી હતી અને ભયંકર ટ્રોલિંગનો અભિનેતાએ સામનો કરવો પડ્યો હતો. એટલું જ નહીં ગોવિંદાના અવતાર ફિલ્મની ઓફર વાળા નિવેદન પણ જાણીતા ફિલ્મ મેકર પહલાજ નિહલાનીએ પણ ચૂપ્પી તોડી હતી.   

કરી હતી આ કમેન્ટ

9/9
image

તેમણે પોતાના એક નિવેદનમાં કહ્યું હતું કે "મે તેની સાથે અવતાર નામની એક ફિલમ બનાવી હતી. 40 મિનિટનું શુટિંગ કર્યું હતું, આ ફિલ્મ બની શકી નહીં અને બંધ થઈ ગઈ. તે અવતાર ટાઈટલથી ખબર નહીં તેના દિમાગમાં શું આવ્યું અને તે ક્લેમ કરતો રહ્યો કે હું જેમ્સ કેમરૂનની અવતાર કરી રહ્યો છું. તેના દિમાગની ડિસ્ક ફરી ગઈ અને હિંદી ભાષાથી તે અંગ્રેજીમાં જતો રહ્યો."