Photos: વેગનઆર છોડો! એટલા બજેટમાં તો આ 5 પ્રીમિયમ ધાંસૂ કાર મળી જાય, પરફોર્મન્સ પણ જબરદસ્ત

Maruti WagonR Options: ભારતીય બજારમાં 8 લાખ રૂપિયાના બજેટની અંદર ઘણી સારી કારોના વિકલ્પ છે. જો તમે કાર ખરીદવા માટે 8-9 લાખ રૂપિયા ખર્ચ કરવા માંગતા હોવ તો આટલા બજેટમાં તો તમને મારુતિ વેગનઆર કરતા ઘણી સારી કાર મળી શકે છે. 

વેગનઆરની કિંમત

1/6
image

મારુતિ સુઝૂકી વેગનઆરની કિંમત 5.54 લાખ રૂપિયાથી શરૂ થઈને 8.50 લાખ રૂપિયા (એક્સ શોરૂમ) સુધી પહોંચે છે. અહીં અમે તમને 6-9 લાખ રૂપિયાના બજેટમાં આવતી 5 એવી કાર વિશે જણાવીશું જે વેગનઆર કરતા વધુ પ્રેક્ટિકલ અને પ્રીમિયમ ઓપ્શન કહી શકાય.   

Maruti Suzuki Baleno

2/6
image

આ એક લોકપ્રિય હેચબેક કાર છે. જે 1.2 લીટરના એક પેટ્રોલ એન્જિન સાથે આવે છે. તેની એક્સ શોરૂમ કિંમત 6.61 લાખ રૂપિયાથી લઈને 9.88 લાખ રૂપિયા વચ્ચે છે. તેની માઈલેજ 22.94 kmpl સુધીની છે. 

Maruti Suzuki Dzire

3/6
image

આ એક બજેટ સેડાન કાર છે. જે 1.2 લીટરના એક પેટ્રોલ એન્જિન સાથે આવે છે. તેની એક્સ શોરૂમ કિંમત 6.51 લાખ રૂપિયાથી લઈને 9.02 લાખ રૂપિયા વચ્ચે છે. તેની માઈલેજ 22.41 kmpl સુધીની છે.   

TATA Punch

4/6
image

આ એક મિની એસયુવી છે, જે 1.2 લીટરના એક પેટ્રોલ એન્જિન સાથે આવે છે. તેની એક્સ શોરૂમ કિંમત 6 લાખ રૂપિયાથી લઈને 9.95 લાખ રૂપિયા વચ્ચે છે. તેની માઈલેજ 20.09 kmpl સુધીની છે. ટાટા પંચમાં 5 સ્ટારની ગ્લોબલ એનસીએપી ક્રેશ સેફ્ટી રેટિંગ પણ આપવામાં આવી છે. 

Nissan Magnite

5/6
image

આ એક સબ 4 મીટર કોમ્પેક્ટ એસયુવી છે જે 1.0 લીટરના બે પેટ્રોલ એન્જિન ઓપ્શન સાથે આવે છે. તેની એક્સ શોરૂમ કિંમત 6 લાખ રૂપિયાથી લઈને 10 લાખ રૂપિયા વચ્ચે છે. તેની માઈલેજ 20.0 kmpl સુધીની છે. આ કોમ્પેક્ટ એસયુવીને ગ્લોબલ એનસીએપી દ્વારા ક્રેશ ટેસ્ટમાં 4 સ્ટારનું સેફ્ટી રેટિંગ મળેલું છે. 

Maruti Suzuki Fronx

6/6
image

આ એક પ્રીમીયમ હેચબેક છે, જે 1.2 લીટર અને 1.0 લીટર એમ બે પેટ્રોલ એન્જિન ઓપ્શનમાં આવે છે. તેની એક્સ શોરૂમ કિંમત 7.47 લાખ રૂપિયાથી લઈને 13.14 લાખ રૂપિયા વચ્ચે છે. તેની માઈલેજ 20.09 કિમી પ્રતિ લીટર સુધીની છે.