Vastu Tips: જૂના પર્સમાં રાખેલી આ વસ્તુ એક ઝટકામાં બદલી દેશે ભાગ્ય, રાતોરાત બની જશો માલામાલ

Old Purse Vastu: વાસ્તુ શાસ્ત્રમાં પર્સ સાથે જોડાયેલા નિયમ બનાવવામાં આવ્યા છે. જેના દ્વારા તમે જૂના પર્સથી માલામાલ થઈ શકો છો. ચાલો તેવામાં જાણીએ જ્યોતિષ અનુસાર જૂના પર્સનું શું કરવું જોઈએ.
 

1/7
image

વાસ્તુ શાસ્ત્ર અનુસાર ફાટેલું જૂનું પર્સ તમારૂ ભાગ્ય બદલી શકે છે. શાસ્ત્રોમાં જૂના પર્સના ઘણા ઉપાય જણાવવામાં આવ્યા છે, જેને અપનાવી તમે અમીર બની શકો છો. તેવામાં આજે અમે તમને જૂના પર્સના કેટલાક ઉપાયો વિશે જણાવી રહ્યાં છીએ. જેને અપનાવી તમે વાસ્તુદોષ દૂર કરી શકો છો.   

2/7
image

વાસ્તુ શાસ્ત્ર અનુસાર જૂનું પર્સ તમારા માટે લકી થઈ શકે છે. તેથી તેને બદલતા પહેલા તમારે કેટલીક વાતોનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ. તેને બદલવાથી પહેલા કેટલીક વાસ્તુ ટિપ્સ વિશે જાણી લો. વાસ્તુ શાસ્ત્રમાં જૂના પર્સને લઈને કેટલાક નિયમ જણાવવામાં આવ્યા છે. 

3/7
image

વાસ્તુશાસ્ત્ર અનુસાર જો તમે તમારા નવા પર્સનો ઉપયોગ કરવા માંગો છો તો સૌથી પહેલા જૂના પર્સમાં એક રૂપિયાનો સિક્કો રાખો. આમ કરવાથી તમને પૈસાની તંગીનો સામનો કરવો નહીં પડે. જે રીતે જૂના પર્સમાં સિક્કા રાખવાથી પૈસા રાખવામાં આવશે તેવી જ રીતે તમારા નવા પર્સમાં પણ પૈસા રાખવામાં આવશે.

4/7
image

વાસ્તુ શાસ્ત્ર અનુસાર જો તમે તમારૂ જૂનુ પર્સ ફેંકવા ઈચ્છતા નથી તો તે માટે તમારા જૂના પર્સમાં કેટલાક પૈસા, રૂમાલ અને ચોખા નાખી તેને એક લાલ રંગના કપડામાં વીંટી તમારી તિજોરીમાં રાખી દો. આમ કરવાથી જીવનમાં પ્રગતિ થશે.   

5/7
image

ઘણા લોકો તેમના જૂના પર્સ સાથે જોડાયેલા હોય છે. તેઓ ખરાબ થયા પછી પણ તેને ફેંકવા માંગતા નથી. વાસ્તુશાસ્ત્ર અનુસાર, જો તમારું પર્સ જૂનું થઈ ગયું છે અને તમે તેને ફેંકી દેવા માંગતા નથી, તો તમારા જૂના પર્સમાં થોડા ચોખા નાખીને રાખો. પછી બીજા દિવસે આ ચોખા નવા પર્સમાં મૂકી દો. આમ કરવાથી જે રીતે પૈસા જૂના પર્સમાં રહેતા હતા તે જ રીતે નવા પર્સમાં પણ રહેશે.

ફાટેલાં પર્સનો ન કરો ઉપયોગ

6/7
image

વાસ્તુશાસ્ત્ર અનુસાર, જો તમારું જૂનું પર્સ ફાટી ગયું હોય, તો તેને તરત જ સિલાઇ કરાવો અથવા તેને બદલો. કારણ કે ફાટેલું પર્સ રાખવાથી રાહુ નબળા પડી જાય છે. જેના કારણે વ્યક્તિને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

7/7
image

વાસ્તુશાસ્ત્ર અનુસાર, જો તમારું જૂનું પર્સ તમારા માટે નસીબદાર છે, પરંતુ તમારે તેને ફાટી જવાને કારણે બદલવું પડશે, તો તેની ચિંતા ન કરો. તેના બદલે જૂના પર્સમાં થોડા ચોખા નાખીને રાખો. બીજા દિવસે આ ચોખાને બહાર કાઢીને તમારા નવા પર્સમાં રાખો. આ કરવા માટે તમારી પાસે પૈસાની કમી નહીં રહે.