આશા ભોસલેએ દુબઇમાં ઉજવ્યો તેમનો 86મો જન્મદિવસ, જુઓ સેલિબ્રેશનની તસવીર

આ સમય પર આશા ભોસલેએ કહ્યું કે, તેઓઓ ઇચ્છતા હતા કે, દુનિયાથી ગરીબી હટી જાયે, કોઇ ગરીબ ના રહે.

મુંબઇ: બોલીવુડની જાણીતી સિંગર આશા ભોસલેએ તેમના 86માં જન્મદિવસની ઉજવણી દુબઇમાં તેમની ટીમ અને મિત્રો સાથે કરી છે. આશા ભોસલે અહીં એક કાર્યક્રમમાં સામેલ થવા માટે આવ્યા હતા. આ સમય પર આશા ભોસલેએ કહ્યું કે, તેઓ ઇચ્છતા હતા કે દુનિયામાં ગરીબી દુર થઇ જાય, કોઇપણ ગરીબ ના રહે. તમને જણાવી દઇએ કે, આશા ભોસલેનો જન્મ 8 સપ્ટેમ્બર 1933માં થયો હતો. આશા ભોસલેએ અત્યાર સુધીમાં 10 હજારથી પણ વધુ ગીતો ગાયા છે. તેમના ગીતોમાં જ્યાં એક બાજુ ‘દમ મારો દમ’ છે તો બીજી બાજુ ‘દિલ ચિઝ ક્યા હૈ’ જેવા ગીતો પણ સામેલ છે.

1943માં થઇ હતી કરિયરની શરૂઆત

1/5
image

આશા ભોસલેએ તેમનું પહેલું સોન્ગ 1943માં 10 વર્ષની ઉંમરમાં મરાઠી ફિલ્મ ‘માઝા બાલા’માં ‘ચલા ચલા નવ બાલા...’ ગાઇને ગીતોની દુનિયામાં તેમના કરિયરની શરૂઆત કરી હતી.

1948માં કર્યું હતું બોલીવુડમાં ડેબ્યૂ

2/5
image

આશાએ બોલીવુડમાં વર્ષ 1948માં હંસરાજ બહલની ફિલ્મ ‘ચુનરિયા’નું ‘સાવન આયા’ સોન્ગથી ડેબ્યુ કર્યું હતું.

15થી વધારે ભાષામાં ગાયા ગીતો

3/5
image

આશા ભોસલેએ 1948થી હિન્દી ફિલ્મોમાં ગાવવાનું શરૂ કર્યું અઅને ત્યારબાદ આશાએ 15થી પણ વધારે ભાષાઓમાં ગીતો ગાયા છે.

7 બેસ્ટ ફિમેલ પ્લેબેક એવોર્ડ

4/5
image

આશા ભોસલેને ફિલ્મફેર એવોર્ડમાં 7 બેસ્ટ ફિમેલ પ્લેબેક એવાર્ડથી નવાજવામાં આવ્યા છે.

2 રાષ્ટ્રિય ફિલ્મ એવોર્ડ

5/5
image

આશા ભોસલેને 2 રાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડથી પણ સન્માનિક કરવામાં આવ્યા છે.