Apteraની ઇલેક્ટ્રિક કારને નહીં કરી પડે ચાર્જ, 3.5 સેકંડમાં પકડશે 100 કિમીની ગતિ
અમેરિકન કાર કંપની Apteraએ એક ઇલેક્ટ્રિક કાર (Electric Car) બનાવી છે, જેને ક્યારેય ચાર્જ કરવાની રહેશે નહીં. આ કાર શૂન્યથી 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે માત્ર 3.5 સેકંડમાં પકડે છે.
દુનિયાભરમાં ઇલેક્ટ્રિક કારની માંગ વધી રહી છે. તેને ધ્યાનમાં રાખીને, ઘણી કંપનીઓ સતત નવી કાર લોન્ચ કરી રહી છે. તે દરમિયાન, અમેરિકન કાર કંપની Apteraએ એક ઇલેક્ટ્રિક કાર (Electric Car) બનાવી છે જેને ક્યારેય ચાર્જ કરવાની જરૂર રહેશે નહીં. Aptera Paradigm કાર માત્ર 3.5 સેકંડમાં શૂન્યથી 100 કિલોમીટર પ્રતિ કલાકની ગતી પકડે છે અને તેની મહત્તમ ગતિ પ્રતિ કલાક 177 કિલોમીટરની હોઈ શકે છે.
આ કાર કેવી રીતે દોડશે
Apteraની કાર ચાર્જ કરવા માટે તમારે વીજળીની જરૂર રહેશે નહીં. આ સનલાઇટ એટલે કે સૂર્યપ્રકાશથી ચાર્જ થતી રહેશે. કંપનીનો દાવો છે કે એકવાર ચાર્જ થયા બાદ તે 1600 કિલોમીટર સુધી દોડી શકે છે.
24 કલાકમાં થઈ સોલ્ડ આઉટ
Apteraએ હાલમાં જ તેમની Solar Powered Electric Vehicleનું પ્રી-ઓર્ડર સેલ શરૂ કર્યો હતો અને આ કાર 24 કલાકથી પણ ઓછા સમયમાં સોલ્ડ આઉટ થઈ ગઈ.
કેટલી છે કારની કિંમત
Apteraની આ કારની શરૂઆતની કિંમત 25,990 યુએસ ડોલર એટલે કે આશરે 19.1 લાખ રૂપિયા છે. જો કે તેના ટોપ વેરિયન્ટની કિંમત યુએસ ડોલર 46,900 એટલે કે 34.58 લાખ રૂપિયા છે.
કારની ડિઝાઇન
Apteraની આ નવી ઇલેક્ટ્રિક કારની ડિઝાઇન એક નાના જેટ ફ્લાઇટની જેમ કરવામાં આવી છે અને તેમાં બે લોકોને બેસવાની જગ્યા છે.
3 કલરમાં ઉપલબ્ધ
આ કારને Sol (white), Noir (black) અને Luna (silver) જેવા એક્સટીરિયર કલર ઓપ્શન્સમાં લોન્ચ કરવામાં આવી છે.
3.5 સેકંડમાં 100ની ગતિ
Aptera Paradigm કાર માત્ર 3.5 સેકંડમાં શૂન્યથી 100 કિલોમીટર પ્રતિ કલાકની ગતી પકડે છે અને તેની મહત્તમ ગતિ પ્રતિ કલાક 177 કિલોમીટરની હોઈ શકે છે.
કાર એન્જિન
Apteraની આ કારમાં 25.0 kWhથી 100.0 kWh સુધીની બેટરી છે. આ ઇલેક્ટ્રિક કાર અલગ અલગ મોડલમાં 134 bhpથી લઇને 201 bhp સુધીનો પાવર જનરેટ કરી શકે છે.
ક્યારે આવશે માર્કેટમાં
કંપનીએ આગામી વર્ષ ઉત્પાદન અને ડિલિવરી શરૂ કરવાની યોજના બનાવી છે.
Trending Photos