જાણો iPhone ની પાછળ છે આ Secret Button, જેનાથી ચપટીમાં થઈ જાય છે બધા કામ

iPhone યુઝર્સ માટે આ સમાચાર ખુબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. આઈફોનમાં એક એવું જાદુઈ બટન આપવામાં આવેલું છે જેના વિશે કદાચ તમે પણ નહીં જાણતા હોવ. જો તમને આ બટન વિશે જાણકારી ના હોય તો આ આર્ટીકલ વાંચવાનું ચુકશો નહીં. 

 

ઝી બ્યૂરોઃ iPhone ના પાછળના ભાગમાં આપેલો Apple નો logo તો તમે જોયો જ હશે. પહેલી નજરમાં તમને લાગશે કે આ માત્ર એપલના બ્રાડિંગ માટે જ છે. પણ તમે આ આર્ટીકલ વાંચશો તો તમને ખ્યાલ આવશે કે આ લોગો તો ખુબ કામની વસ્તુ છે. તમે જાણવા મળશે કે, ફોનની પાછળ લાગેલો Apple નો Logo એક સીક્રેટ (Secret Button) છે. આ logo થી ચમટીમાં થઈ જાય છે બધા કામ, આવો જાણીએ કઈ રીતે આ logo કરે છે કામ...

Screenshot લેવા માટે પણ આવે છે કામ

1/5
image

તમે તમારા  iPhone ની પાછળ લાગેલાં Apple logo ને સ્ક્રીનશોટ (Screenshot) લેવા માટે પણ ઉપયોગમાં લઈ શકો છો.

Volume Control માટે પણ આવે છે કામ

2/5
image

Apple logo ને તમે ગીત સાંભળતી વખતે અથવા તો વીડિયો જોતી વખતે અવાજ ઓછો-વધારે કરવા એટલેકે, (Volume Control) કરવા માટે પણ ઉપયોગમાં લઈ શકો છો.

Scrolling માટે થાય છે ઉપયોગ

3/5
image

તમે તમારા iPhone માં સ્ક્રીનને સ્ક્રોલ (Scrolling) કરવા માટે પણ Apple logo નો ઉપયોગ કરી શકો છો.

iOS 14 કરવું પડશે ડાઉનલોડ

4/5
image

Apple logo નો ઉપયોગ કરવા માટે તમારે સૌથી પહેલાં પોતાની હાલની ઓપરેટિંગ સિસ્ટમ (Operating System) અપગ્રેડ કરવી પડશે. પ્રાપ્ત જાણકારી મુજબ  Apple logo લોગોને બટનની જેમ ઉપયોગમાં લેવા માટે તમારે તમારા ફોનમાં iOS 14 કરવું પડશે ડાઉનલોડ

આ રીતે કરો એક્ટિવેટ

5/5
image

iPhone માં iOS 14 ડાઉનલોડ કર્યા બાદ તમારે સેટીંગમાં જવું પડશે. હવે અહીં `Accessibility` પર જાઓ અને `Touch` ટેપ કરો. હવે સ્કોલ ડાઉન કરવા પર તમને `Back Tap` નો ઓપ્શન દેખાશે. અહીં તમે પોતાની ઈચ્છાથી કોઈ એક ફીચરને એક્ટિવેટ કરી શકો છો.