Apple 2024 iPad Pro લાઇનઅપમાં થશે મોટા ફેરફાર, કંપનીએ કરી લીધી છે ધમાકાની તૈયારી

Apple Event 2024: Apple એ વર્ષ 2024 માં તહેલકો મચાવવાની વ્યવસ્થા કરી લીધી છે, જાણકારી અનુસાર Apple iPad Pro સીરીઝમાં ઘણા મોટા ફેરફાર જોવા મળશે જે યૂઝર્સને ખૂબ પસંદ આવી શકે છે. આ ફેરફારોમાં એકદમ દમદાર ડિસ્પ્લેથી લઇને નવી પાવરફૂલ ચિપ પણ સામેલ છે. જો તમે તેના વિશે જાણવા માંગો છો તો ચાલો તેના વિશે વિસ્તાર પૂર્વક જાણીએ. 

1/5
image

આઇપેડ પ્રો ઉપરાંત, એપ્પલ પોતાની આધુનિક લોકપ્રિય એક્સેસરી, મેજિક કીબોર્ડમાં ફેરફાર કરી શકે છે. જેમ કે રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે, તેમાં એક મોટા ટ્રેકપેડને ઇંટીગ્રેટ કરવું, હાલના કોન્ફિંગરેશનની તુલનામાં વધુ લેપટોપ એક્સ અનુભવ બનાવવો સામેલ થઇ શકે છે. 

2/5
image

Apple નો ઇરાદો પોતાની આગામી Apple સિલિકોન ચિપ, M3 ને iPad Pro લાઇનઅપમાં સામેલ કરવાનો છે. J717, J718, J720 અને J721 કોડનેમવાળા આ iPad Pros ના 2024 માં લોન્ચ કરવાની આશા છે. તેમાં વિશેષ રૂપથી OLED ડિસ્પ્લે આપવામાં આવી શકે છે. 

3/5
image

કેલિફોર્નિયા સ્થિત ટેક દિગ્ગજનો લક્ષ્ય આગામી આઇપેડ પ્રોના માધ્યમથી ટેબલેટ બજારમાં ફરીથી પોતાની પકડ બનાવી શકે છે. જ્યારે iPad Pro માં 2018 બાદથી પ્રોસેસિંગ પાવર, ડિસ્પ્લે ક્વોલિટી અને કેમેરા ક્ષમતાઓમાં સામાન્ય વૃદ્ધિ જોવા મળી છે. 

4/5
image

એવું કહેવામાં આવી રહ્યું છે કે  Apple વર્ષ 2024 માં પોતાના iPad Pro લાઇનઅપ માટે M3 Apple સિલિકોન ચિપસેટ અને OLED ડિસ્પ્લે ઉતારશે. નવું મોડલ 11 ઇંચ અને 13 ઇંચ આકારમાં આવવાની સંભાવના છે, જે સંભવિત રૂપથી હાજર 12.9 ઇંચ એડિશન સ્થાન લેશે. 

5/5
image

રિપોર્ટ અનુસાર  Apple એ 2024 માં M3 Apple સિલિકોન ચિપસેટ અને OLED ડિસ્પ્લે સાથે પોતાના iPad Pro લાઇનઅપને ઉતારવાની તૈયારી કરી લીધી છે. નવું મોડલ 12.9 ઇંચ વેરિએન્ટની જગ્યા લઇ શકે છે અને 11 ઇંચ અને 13 ઇંચ આકારમાં આવી શકે છે. Apple મેજિક કીબોર્ડ એક્સેસરીને ઇનહાંસ કરી શકે છે.