હજુ આવશે વરસાદનો એક રાઉન્ડ, અંબાલાલે કરી આગાહી, લોકોની નવરાત્રિ પણ બગડી શકે!

ભલે ભાદરવા મહિનાની શરૂઆત થઈ ગઈ હોય પરંતુ ગુજરાતમાં વરસાદની આગાહી હજુ પણ ચાલી રહી છે. રાજ્યમાં હજુ આગામી દિવસોમાં ભારે વરસાદની સંભાવના છે. રાજ્યમાં વરસાદનો નવો રાઉન્ડ આવી શકે છે. હવામાન નિષ્ણાંત અંબાલાલે આ જાણકારી આપી છે. 
 

અંબાલાલની આગાહી

1/5
image

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કહ્યુ કે 22 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર સુધી રાજ્યમાં ફરી વરસાદનો રાઉન્ડ આવી શકે છે. આ વરસાદ નવરાત્રિના શરૂઆતી દિવસોની મજા બગાડી શકે છે. અંબાલાલની આગાહી પ્રમાણે હજુ રાજ્યમાંથી ચોમાસાએ વિદાય લીધી નથી.   

2/5
image

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે બંગાળની ખાડીમાં સર્જાયેલું લો-પ્રેશર વધારે મજબૂત બની પશ્ચિમ બંગાળ પરથી આગળ વધી મધ્ય ભારત તરફ આવી શકે છે. જો આ સિસ્ટમ વિખેરાઈ જાય કે નબળી પડે તો ગુજરાતમાં ઓછી અસર થશે. આ સિસ્ટમ આગામી દિવસોમાં ગુજરાત પહોંચશે એટલે ફરી વરસાદની સંભાવના છે. 

3/5
image

અંબાલાલ પટેલે કહ્યું કે ભાદરવાની ગરમી વચ્ચે રાજ્યમાં વરસાદનો નવો રાઉન્ડ આવી શકે છે. આ સિવાય નવરાત્રિની શરૂઆતમાં પણ રાજ્યમાં વરસાદની આગાહી છે. 

ઓક્ટોબરમાં વધુ એક વાવાઝોડું આવશે

4/5
image

ચોમાસાના વિદાય અંગે અંબાલાલે કહ્યું કે, 17 સપ્ટેમ્બર આસપાસ રાજસ્થાનના ભાગોમાં ચોમાસું વિદાય લેશે. જેથી તેના પશ્ચિમી પવનોનું જોર વધતા પૂર્વના પવનોને પાછળ ધકેલે છે. આ વર્ષે ગુજરાતમાં ચોમાસુ મોડું વિદાય લેશે. 27 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર સુધી હસ્ત નક્ષત્રમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. આ સમયે પૂર્વનો પવન ફૂંકાશે. 10 થી 13 ઓક્ટોબર આસપાસ બંગળાના ઉપસગારમાં ચક્રવાતની શક્યતા છે. 

આ વર્ષે શિયાળો હાહાકાર મચાવશે

5/5
image

તો આગાહીકારે આ વર્ષના શિયાળા માટે પણ ચોંકાવનારી આગાહી કરી છે. તેમણે કહ્યું કે, આ વખતે શિયાળો વહેલો શરૂ થશે. અલ નીનોની અસરના કારણે ભારત આસપાસનો દરિયો વધુ ઠંડો રહેશે. જેને કારણે 3 ડિસેમ્બરથી રાજ્યભરમાં ઠંડીનો કહેર વર્તાશે. 22 ડિસેમ્બરથી ઠંડીનો પ્રકોપ વધશે. આ વર્ષનો શિયાળો લાંબો પણ રહેશે.