આ ગુજરાતી યુવકોએ એવી શોધ કરી કે ગુજરાત ક્યારેય તરસ્યું નહિ રહે, શોધી નાંખી પાણી બચાવવાની ફોરમ્યુલા

Save Water બુરહાન પઠાણ/આણંદ : સમગ્ર વિશ્વમાં પાણીનો આડેધડ થઈ રહેલા વપરાશને લઈને જમીનમાં પાણીના તળ નીચે જઈ રહ્યા છે અને જેને લઈને અનેક વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યા સર્જાય છે. ત્યારે આવનારી પેઢી માટે જળ સંકટ સર્જાઈ શકે છે. ત્યારે વલ્લભવિદ્યાનગરની એમબીઆઈટી કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા પાણીનો બચાવ કરવા અને ઘર વપરાશનાં પાણીને શુદ્ધ કરી ફરી વપરાશમાં લઈ શકાય તે માટે એક અનોખો પ્રોજેક્ટ બનાવ્યો છે. સામાન્ય રીતે આજે ઘરમાં કપડાં ધોવા, વાસણ ધોવા, તેમજ ન્હાવા ધોવા માટે પાણી વપરાય છેય આ દૂષિત પાણી સીધું ગટરમાં કે ખાળકૂવામાં વહી જાય છે. વાહનો વોશ કરવામાં પણ પાણીનો વપરાશ થાય છે. ત્યારે આ પાણીને શુદ્ધ કરી ફરી જો વપરાશમાં લેવામાં આવે તો આપણે પાણીની બચત કરી શકીએ છે.

1/5
image

ઘર વપરાશનાં પાણીને એક ટેન્કમાં એકત્ર કરવામાં આવે છે જ્યાંથી બીજી ટેન્કમાં પાણીને ફિલ્ટર કરી સ્ટોર કરવામાં આવે છે ત્યારબાદ ટટેન્કમાં જમા થયેલા પાણીમાં ઇલેક્ટ્રોસીસની પ્રોસેસ કરી પાણીને શુદ્ધ કરવામાં આવશે. 12 થી 15 કલાકમાં આ ટાંકીનું પાણી શુદ્ધ થઈ વપરાશ યોગ્ય બની જશે અને શુદ્ધ થયેલા પાણીને રિઝર્વ ટેન્કમાં સંગ્રહ કરી ઘરમાં બગીચા લોનમાં ડ્રિપ ઇરીગેસન દ્વારા પાણી સિંચાઈ માટે કપડાં વાસણ ધોવા કે સ્નાન માટે ઉપયોગમાં લઇ શકાશે. અને આ રીતે પાણીની બચત કરી શકાશે.

2/5
image

આ સિસ્ટમમાં ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. જેમાં વિદ્યાર્થીઓ દ્વારા એક મોબાઈલ એપ્લિકેશન બનાવવામાં આવનાર છે. જેમાં મોબાઈલ પર પાણીના વપરાશ અંગે નોટિફિકેશન મળશે અને જેના કારણે પોતાના ઘરમાં આ પાણીનો ઉપયોગ કરી શકાશે. પાણી શુદ્ધ થઈ રિઝર્વ ટેન્ક શુદ્ધ પાણીથી ભરાઈ જાય એટલે સેન્સર દ્વારા મોબાઈલમાં નોટિફિકેશન આવશે કે રિઝર્વ ટેન્ક ભરાઈ ગઈ છે. અને પાણીને મોબાઈલ પર કમાન્ડ આપીને બગીચામાં કે ગ્રીન લોનમાં ડ્રિપ ઇરીગેસનથી પાણી આપી શકાશે.

3/5
image

સામાન્ય રીતે ખાળ કૂવો ઉભરાવાની સમસ્યા સર્જાય છે ત્યારે આ સિસ્ટમથી ખાળ કૂવો ઉભરાવાની સમસ્યા બંધ થઈ જશે અને ખાળ કુવો સાફ કરવા જેટલા ખર્ચ થાય છે તેટલા ખર્ચમાં આ સિસ્ટમ તૈયાર થઈ જાય છે. જો બિલ્ડરો મકાન કે એપાર્ટમેન્ટ તૈયાર કરતી વખતે શૌચાલયનું દૂષિત પાણી ગટર કે ખાળકૂવામાં સીધી પાઇપ લાઈન દ્વારા આપે અને બાથરૂમમાં ન્હાવા કે કપડાં વાસણ ધોવાનું પાણી જુદી પાઇપ લાઈન દ્વારા એકત્ર કરવાની સિસ્ટમ બનાવે તો આ પાણીનું શુદ્ધિકરણ કરી ફરી વપરાશમાં લઈ લાખો લીટર પાણીની બચત થઈ શકે છે.

4/5
image

સામાન્ય રીતે કાર વોશ કરવા માટે જે પાણી વપરાય છે. તે પાણીને એકત્ર કરી શુદ્ધિકરણ દ્વારા રિયુઝ કરવામાં આવે તો પાણીની બચત પણ થશે અને કાર પણ ધોવાઈ જશે. વલ્લભવિદ્યાનગર ખાતે CVM આયોજિત જ્ઞાનોત્સવ ખાતે આ પ્રોજેકટ રજૂ કરવામાં આવ્યો છે. આ પ્રોજેકટ કોલેજના વિદ્યાર્થીઓ ઓમ નાયાણી, મિતરાજસિંહ રાઉલજી અને યુવરાજસિંહ ઝાલાએ પ્રો.સુનિત પરમારના માર્ગદર્શન હેઠળ તૈયાર કર્યો છે.  

5/5
image