અમીર છોકરીઓને ગર્ભવતી બનાવવાની જાહેરાતથી મચ્યો હડકંપ! 5 લાખ આપવાનો કરાયો દાવો
cyber crime : સોશિયલ મીડિયા પર એક જાહેરાતમાં દાવો કરવામાં આવ્યો હતો કે જો શ્રીમંત પરિવારની છોકરીઓ ગર્ભવતી થશે તો તેમને 5 લાખ રૂપિયા આપવામાં આવશે. આ ઓફરને સાચી માનીને એક યુવકે હજારો રૂપિયા ગુમાવ્યા અને હવે તેણે સાયબર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
cyber crime : આજના સમયમાં, ટેક્નોલોજી એટલી આગળ વધી ગઈ છે કે લોકો સરોગેટ ગર્ભાશય અથવા સ્પર્મ ડોનર દ્વારા બાળકો પેદા કરી રહ્યા છે. હેલ્ઘી સ્પર્મ ડોનરની માંગ ભારત અને વિદેશમાં પણ ઘણી વધારે છે. કેટલાક લોકો આને પોતાનો વ્યવસાય બનાવીને પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે.
કાશ્મીરના એક ગામ વિશે એવો ખુલાસો થયો હતો કે વિદેશની મહિલાઓ ત્યાં ગર્ભવતી થવા આવે છે. હવે એક કંપનીએ પુરૂષોને ઓફર કરી છે કે જો તેઓ કોઈ મહિલાને ગર્ભવતી બનાવે છે તો તેમને 5 લાખ રૂપિયા આપવામાં આવશે. પ્રયાગરાજ વિસ્તારના મઉઈમાદાના બકરાબાદમાં આ વિચિત્ર જાહેરાતનો મામલો સામે આવ્યો છે.
શ્રીમંત પરિવારની છોકરીઓને ગર્ભવતી બનાવશો તો 5 લાખ રૂપિયા આપવામાં આવશે. આ જાહેરાતને ગંભીરતાથી લઈને એક યુવકે તેમાં આપેલા નંબર પર ફોન કરીને જાહેરાતકર્તાનો સંપર્ક કર્યો હતો. અલ્તાફ નામના આ યુવકે જાહેરાતકર્તાનો સંપર્ક કર્યા બાદ પૈસા ગુમાવતાં તેણે સાયબર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
કોલ રિસીવ કરનાર વ્યક્તિએ રજીસ્ટ્રેશન ફી તરીકે 800 રૂપિયા જમા કરવા કહ્યું. આ પછી, જાહેરાતકર્તાની સૂચના મુજબ તેણે કંઈપણ વિચાર્યા વિના કુલ 24,000 રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. અલ્તાફને ફરીથી ફોન કરીને 3 લાખ રૂપિયા જમા કરાવવાનું કહેવામાં આવ્યું હતું. જ્યારે તેણે વધુ પૈસા માંગવાનું શરૂ કર્યું ત્યારે તેને ખબર પડી કે તે છેતરપિંડીનો શિકાર બની રહ્યો છે.
જ્યારે અલ્તાફે વધુ પૈસા આપવાની ના પાડી તો તેને અધિકારીઓ અને પોલીસના પ્રોફાઈલ ફોટા મોકલીને ધમકીઓ મળવા લાગી. જો પૈસા ટ્રાન્સફર નહીં થાય તો કેસ દાખલ કરીને જેલમાં મોકલી દેવાની ધમકી આપવામાં આવી હતી.
ધમકીથી ડરી ગયેલા અલ્તાફે સાયબર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આ કેસ બતાવે છે કે કેવી રીતે છેતરપિંડી કરનારાઓ નવી મોડસ ઓપરેન્ડી અપનાવી રહ્યાં છે. સોશિયલ મીડિયા પર આવતી જાહેરાતો પર વિશ્વાસ કરીને છેતરપિંડીનો શિકાર બનવાનું ટાળવું જોઈએ. સ્પર્મ ડોનેશન અને સરોગસી જેવી પ્રવૃત્તિઓ કાયદાના દાયરામાં આવે છે. અધિકારીઓએ જણાવ્યું છે કે લોકોએ આવી નકલી જાહેરાતોથી સાવચેત રહેવું જોઈએ.
Trending Photos