PM મોદીના જબરા ફેન : સાઈકલ પર નીકળ્યા દિલ્હી જવા...

નરેન્‍દ્ર મોદીના નેતૃત્‍વમાં ભાજપે કેન્‍દ્રમાં ફરીવાર સત્તા હાંસલ કરી છે. આઝાદી પછી સતત બીજીવાર સંપૂર્ણ બહુમતિ મેળવીને તેઓ વડાપ્રધાન બન્યા છે. ફીર એક બાર મોદી સરકારનું સૂત્ર દેશના ખૂણે ખૂણે પ્રચલિત બની ગયું હતું. તેમના પ્રશંસકો દેશના ખૂણે ખૂણે ફેલાયેલા છે. ત્યાર તેમના પ્રશંસકો પૈકીના એક એવા જનસંઘ સમયના અમરેલી ભાજપના જુના કાર્યકર અને વિશ્‍વ હિન્‍દુ પરિષદના મંત્રી એવા ખીમચંદભાઈ આજે અમરેલીથી દિલ્‍હી સાયકલ પરના પ્રવાસે જવા નીકળ્યા હતા.

કેતન બગડા/અમરેલી :નરેન્‍દ્ર મોદીના નેતૃત્‍વમાં ભાજપે કેન્‍દ્રમાં ફરીવાર સત્તા હાંસલ કરી છે. આઝાદી પછી સતત બીજીવાર સંપૂર્ણ બહુમતિ મેળવીને તેઓ વડાપ્રધાન બન્યા છે. ફીર એક બાર મોદી સરકારનું સૂત્ર દેશના ખૂણે ખૂણે પ્રચલિત બની ગયું હતું. તેમના પ્રશંસકો દેશના ખૂણે ખૂણે ફેલાયેલા છે. ત્યાર તેમના પ્રશંસકો પૈકીના એક એવા જનસંઘ સમયના અમરેલી ભાજપના જુના કાર્યકર અને વિશ્‍વ હિન્‍દુ પરિષદના મંત્રી એવા ખીમચંદભાઈ આજે અમરેલીથી દિલ્‍હી સાયકલ પરના પ્રવાસે જવા નીકળ્યા હતા.

1/3
image

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ચાહકોમાં રોજબરોજ વધારો થતો જોવા મળે છે. ત્યારે આજે અમરેલીના ખીમચંદભાઈ ગઈકાલે બપોરે અમરેલીથી સાયકલ લઈને દિલ્હી જવા રવાના થયા હતા. આ પ્રસંગે કેન્દ્રિયમંત્રી પુરષોત્તમભાઈ રૂપાલાએ અમરેલીથી તેમને લીલીઝંડી આપીને રવાના કર્યા હતા. 

2/3
image

અમરેલીના ખીમચંદભાઈએ લોકસભાની ચૂંટણી પહેલા નક્કી કર્યું હતું કે, ભાજપને 300થી વધારે સીટો મળે તો અમરેલીથી દિલ્હી સાયકલ ઉપર જશે. આ પહેલા પણ ખીમચંદભાઈ સાઈકલ ઉપર કેદારનાથ, બદ્રીનાથ, ઉજ્જૈન, માતાના મઢ સુધીની સવારી કરી ચૂક્યા છે. ત્યારે સાઈકલ ઉપર દિલ્હી જઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહને મળશે.

3/3
image

25 દિવસની સાઈકલ મુસાફરી કરીને તેઓ દિલ્હી પહોંચશે. આ દરમિયાન તેઓ 1100 કિલોમીટર જેટલું અંતર સાઈકલ ચલાવીને કાપશે. ત્યારે તેમના પ્રસ્થાન સમયે તેમના પત્ની લાજવંતીબહેન પણ હાજર રહ્યા હતા.