Amitabh Bachchan Birthday : બિગ-બીએ સુરતીઓને આપી સરપ્રાઈઝ, પોતાના જન્મદિને વર્ચ્યુઅલી જોડાઈને વાત કરી

Amitabh Bachchan Birthday ચેતન પટેલ/સુરત : જ્યાં બોલીવુડ સ્ટાર્સ પોતાના જન્મદિવસ પર કેક કાપીને ઉજવણી કરતા હોય છે ત્યારે બિગ-બી અમિતાભ બચ્ચને જન્મદિવસ પર પોતાના ચાહકો કેક ન કાપવાની અપીલ કરી છે. આજે બિગ-બીનો જન્મદિવસ છે અને તેના અનુસંધાને સુરતના લોકો સાથે તેઓ વર્ચ્યુઅલી જોડાયા હતા. સુરતના ચાકો કેક આપે તે પહેલા જ બીએ તેમને કેક ન કાપવાની અપીલ કરી હતી અને તેની જગ્યાએ મીઠાઈ ખાવીને મોઢું મીઠું કરવા માટે કહ્યું હતું. સાથે જણાવ્યું હતું કે કેક કાપવાની અને મેમ વધતી સળગાવાની પ્રથામાં માનતા નથી.

1/7
image

અમિતાભ બચ્ચનનો આજે જન્મદિવસ છે. ત્યારે સુરતમાં તેમના એક ચાહક અને સુનિલ શાહે એક્ઝિબિશન સહિત એક ખાસ કાર્યક્રમ યોજ્યો હતો, જેમાં અમિતાભ બચ્ચન વર્ચ્યુઅલી જોડાયા હતા. પરંતુ અમિતાભ બચ્ચનને કેક ન કાપવાની અપીલ કરી દીધી હતી. આ વિશે તેઓએ જણાવ્યું હતું કે તેમના ચાહકો કેક ન કાપે.   

2/7
image

તેઓએ જ્યારે વર્ચ્યુઅલી જોડાયા હતા ત્યારે લોકો સાથે વાતચીત કરી હતી. કેક આવે અને તેમના ચાહકો કેક આપે તે પહેલા આજે તેઓએ ચાહકોને રોકીને કહ્યું હતું કે, હુ કેક કાપવામાં વિશ્વાસ કરતો નથી. તમે લોકો પોતાનો મૂળું મીઠું કરી લેજો. ગુજરાતમાં સારી મીઠાઈઓ બનતી હોય છે. કેક મારી સમજણમાં આવતું જ નથી. અનેક વાર કીધું છે કે એક આવે છે લોકોને સળગાવે છે અને તેને ફુક મારી દે છે અને બુજાવી દે છે. અમારી સભ્યતા માં દિવડા ઓલવવામાં આવતું નથી. દીવડો હંમેશા પ્રજ્વલિત થાય છે આ પ્રથા મને પસંદ નથી.

3/7
image

11 ઓક્ટોબર ના રોજ બોલીવુડના બિગ બી અમિતાભ બચ્ચનનો જન્મદિવસ છે અને દેશભરમાં તેમના ચાહકો પોતપોતાની રીતે જન્મ દિવસની ઉજવણી પણ કરી રહ્યા છે. ત્યારે સુરત ખાતે પણ તેમના એક ચાહક દ્વારા ખાસ રીતે જન્મદિવસની અનોખી ઉજવણી કરવામાં આવી રહી છે સુરતના ઉદ્યોગપતિ સુનિલ શાહને બિગ દિવસે દ્વારા આપવામાં આવેલા ઉપહાર જેમાં સુટ, લખેલા પત્રો ચીજ વસ્તુઓ સહિત ઓટોગ્રાફ કરેલી ટીશર્ટની પ્રદર્શની કરવામાં આવી રહી છે. 

4/7
image

સુરતના અડાજન વિસ્તાર ખાતે આવેલા સંજીવ કુમાર ઓડિટોરિયમ ખાતે બોલિવુડના શહેનશાહ ગણાતા અમિતાભ બચ્ચનની અનોખી રીતે જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આજે અમિતાભ બચ્ચનના 81મો જન્મદિવસ છે. આમ તો તેમના દુનિયાભરમાં લાખો ચાહકો છે અને તેઓ પોત પોતાની રીતે તેમની જન્મદિવસની ઉજવણી પણ કરી રહ્યા છે. ત્યારે સુરત ઉદ્યોગપતિ સુનિલ શાહ પણ બીગ બી ના મોટા ચાહક છે. અમિતાભ બચ્ચનને તેઓ ઘણી વખત મળી ચૂક્યા છે. એટલું જ નહીં અમિતાભ બચ્ચનને તેમને પત્ર પણ લખ્યા છે જે રીતે તેઓ તેમના ઘણા ચાકોને લગતા પણ હોય છે.

5/7
image

બિગબીએ સિગ્નેચર કરેલી ટીશર્ટ પણ તેમને ગિફ્ટ માં આપી છે. બિગ બોસ સેટ પર જે તેઓ સૂટ પહેરતા હોય છે. તેમાંથી ઘણા સૂટ પણ તેઓએ સુરતના ઉદ્યોગપતિ સુનિલ શાહેને ભેટ કર્યા છે. આ તમામ કલેક્શન એક જગ્યાએ એકત્ર કરી હવે સુનિલ શાહ તેમના જન્મદિવસ પર લોકો આ વસ્તુઓ નિહાળી શકે આ માટે એક્ઝિબિશન પણ કરવા જઈ રહ્યા છે. અમિતાભ બચ્ચનના એક્ઝિબિશન પહેલા પોતે લાઈવ જોડાયા હતા અને સુનીલ શાહ થી ખૂબ જ પ્રભાવિત થઈ ગયા હતા.

6/7
image

7/7
image