મહાનાયક બચ્ચને ફરી લોકોને ગુજરાત આવવાનું આમંત્રણ આપ્યું, શેર કર્યાં ગુજરાતના આ અદભૂત PHOTOs

Amitabh Bachchan Share Girnar Photos : કુછ દિન તો ગુજારો ગુજરાત મેં... આવું કહેનારા બોલિવુડના મહાનાયકે ફરી એકવાર લોકોને ગુજરાત આવવાનું આમંત્રણ આપ્યું છે. અભિનેતા અમિતાભ બચ્ચને ગરવા ગિરનારની કેટલીક તસવીરો શેર કરી છે. તેઓએ ગિરનાર પર્વતના આહલાદક નજારાની તસવીરો ટ્વિટ કરી છે. જેમાં અમિતાભ બચ્ચેને લખ્યું કે ભગવાન દત્ત મહારાજના દર્શન. તસવીરો શેર કરી અભિનેતાએ ગીરનાર પર્વતના વખાણ કર્યા છે. તેમણે ટ્વીટમા લખ્યું કે, गिरनार पर्वत भगवान ( दत्ता  ) महाराज दर्शन Girnar Parvat bhagwan ( dutta ) Maharaj darshan. Pranaam. ત્યારે જુઓ તેઓએ ગિરનારની કેવી તસવીરો શેર કરી. ઉલ્લેખનીય છે, બિગ બી છેલ્લા કેટલાક સમયથી પોતાના ટ્વિટર એકાઉન્ટ પર ભારતના વિવિધ ધાર્મિક સ્થળોની તસવીરો પોસ્ટ કરી રહ્યાં છે. એક સમયે ગુજરાતના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે અમિતાભ બચ્ચને ગુજરાતના અનેક પ્રવાસન સ્થળોનું પ્રમોશન કર્યું છે. 

Girnar Mountain

1/4
image

Gujarat Tourism

2/4
image

Gujarat Famous Places

3/4
image

4/4
image