નીતા અંબાણીનું કચ્છી કલાકારોને મળવા પાછળ હતું ખાસ કારણ, દીકરાના લગ્ન સાથે છે કનેક્શન

Nita Ambani In Jamnagar : તાજેતરમાં જામનગર જિલ્લાના લાલપુર બાંધણી કેન્દ્રમાં સોમવારા રાતે ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના પત્ની નીતા અંબાણી આવી પહોંચ્યા હતા. ત્યારે લાલપુરના બાંધણી સેન્ટરમાં અચાનક મુલાકાતથી તેઓ ચર્ચામાં આવ્યા હતા. અચાનક આ કેન્દ્રનુ મુલાકાત લેવાનું શુ કારણ હતુ તેનુ કારણ હવે સામે આવી ગયું છે. ભારતીય વારસાને જાળવવા અંબાણી પરિવારે કચ્છ અને લાલપુરની કુશળ મહિલા કારીગરોને અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના આગામી યુનિયન માટે સપનાની ટેપેસ્ટ્રી વીણવા માટે કામ સોંપ્યું છે.

નીતા અંબાણી લાલપુર પહોંચ્યા હતા

1/6
image

તાજેતરમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના પત્ના નીતા અંબાણી જામનગરના લાલપુરના મહેમાન બન્યા હતા. તેઓ શહેરના ચાર થાંભલા વિસ્તારમાં આવેલા બાંધણી કેન્દ્રની ટૂંકી મુલાકાત આવ્યા હતા, જ્યાં તેઓએ કેન્દ્ર વિશે માહિતી લીધી હતી. નીતા અંબાણી ગામમાં આવ્યા હોવાથી લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ત્યારે તેઓ લાલપુર કેમ આવ્યા તે વિષય ચર્ચામાં આવ્યો હતો. 

અનંત અંબાણીના લગ્નના દુપટ્ટા બનાવશે લાલપુરના કલાકારો

2/6
image

અંબાણી પરિવારમાં હવે અનંત અને રાધિકાના લગ્ન માટે સ્વદેશી કપડાને પ્રાધાન્ય આપવામાં આવશે. જેથઈ જામનગરના લાલપુરમા કચ્છી મહિલાઓને પ્રોત્સાહન આપવા આવી પહોંચ્યા હતા. આ માટે નીતા અંબાણીએ લાલપુર કેન્દ્રની મુલાકાત લીધી હતી. વાત એમ છે કે, લગ્નનાં આ પ્રસંગ માટે દુપટ્ટા બનાવવાની જવાબદારી કચ્છ અને લાલપુરના પ્રતિભાશાળી કારીગરોને સોંપવામાં આવી છે. આ દુપટ્ટા ગુજરાતની બાંધણી હસ્તકલા અને મહારાષ્ટ્રની પૈઠાની હસ્તકલાનું અનોખું મિશ્રણ હશે. લગ્ન સમારોહમાં આવનાર મહેમાનોને આ ખાસ દુપટ્ટા આપવામાં આવશે.

સ્વદેશને પ્રોત્સાહન

3/6
image

અંબાણી પરિવારે કચ્છ અને લાલપુરની કુશળ મહિલા કારીગરોને અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના આગામી યુનિયન માટે સપનાની ટેપેસ્ટ્રી વીણવા માટે કામ સોંપ્યું છે. આ મહિલાઓ તેમના હૃદય અને આત્માને હસ્તકલામાં રેડી દે છે, વર્ષો જૂની તકનીકોને સાચવે છે અને જમીન જેટલી જ પ્રાચીન વાર્તાઓમાં જીવનનો શ્વાસ લે છે. સ્વદેશ સમુદાયોને સશક્ત કરી રહ્યું છે અને વર્ષો જૂની કારીગરીનું જતન કરી રહ્યું છે.

4/6
image

સ્વદેશ પહેલ હેઠળ માત્ર ભારતની પરંપરાગત કલાઓ અને કલાકારોને સાચવવામાં જ નથી આવી રહી, પરંતુ દેશની કળા અને અનોખી હસ્તકલાને પણ લોકો સમક્ષ લાવવામાં આવી છે. મેક ઈન ઈન્ડિયાના ઉદ્દેશ્ય સાથે સ્વદેશ પહેલ માત્ર કુશળ પુરુષો અને સ્ત્રીઓને સન્માન જ નહીં પરંતુ તેમને પ્રોત્સાહિત પણ કરે છે.

5/6
image

જામનગરના રિલાયન્સ ગ્રીન ખાતે 1 માર્ચથી 3 માર્ચ 2024 દરમિયાન અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનો લગ્ન સમારોહ યોજાશે. રાધિકા મર્ચન્ટ એન્કોર હેલ્થકેરના સીઈઓ વિરેન મર્ચન્ટની પુત્રી છે. અંબાણી પરિવાર માટે આ લગ્ન સમારોહ ખાસ બની રહેવાનો છે.  

6/6
image