ગુજરાતમાં ક્યારથી શરૂ થશે ચોમાસું? સારૂ રહેશે કે ખરાબ, અંબાલાલ પટેલે કરી એક નવી જ વાત

Gujarat Weather Forecast: ગરમીને લઈને હવામાન વિભાગ દ્વારા એક ભયાનક આગાહી કરવામાં આવી છે. ચૂંટણીના દિવસે ગુજરાતમાં અંગ દઝાડતી ગરમી પડશે. જી હા...અમદાવાદ, ગાંધીનગરમાં યલો એલર્ટ અપાયું છે. આ સાથે જ ગુજરાતમાં પાંચ દિવસ સૂકું વાતાવરણ રહેશે. રાજ્યના અનેક વિસ્તારો પરથી વાદળ હટવાથી 2 થી 3 ડિગ્રી તાપમાનમાં વધારો થશે. ગુજરાતમાં સૌરાષ્ટ્ર, પોરબંદર, દીવ, ભાવનગર, સુરતમાં આજે હિટવેવની આગાહી કરવામાં આવી છે. આ સિવાય દીવ, ભાવનગર, સુરતમાં પણ હિટવેવની આગાહી કરાઈ છે. 

1/8
image

ગુજરાતમાં આવનારા પાંચ દિવસમાં ગરમી વધશે. પોરબંદર, સુરત, ભાવનગર, દીવ, ભાવનગર, સુરતમાં હીટવેવની આગાહી છે. અમદાવાદમાં આગામી ત્રણ દિવસ ગરમી ભારે રહેવાની આગાહી છે. હાલમાં સાંજના 6 વાગ્યા સુધી આકરો તાપ પડી રહ્યો છે. બફારા અને ગરમીને કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. મતદાનના દિવસે ગરમી પડતાં મતદાન પર અસર પડી હતી. 

2/8
image

ગુજરાતના જાણીતા હવામાનશાસ્ત્રી અને આગાહીકાર અંબાલાલ પટેલે ચોમાસાને લઇને આગાહી કરી છે. આગાહીકાર અંબાલાલ પટેલે ગુજરાતમાં આ વર્ષે ચોમાસાની સ્થિતિ અંગે આકલન કર્યુ છે, તેમને આગાહી કરી છે કે, આ વર્ષે રાજ્યમાં ચોમાસું ખુબ જ સારુ રહેશે. હવામાન અને ચોમાસા અંગે પ્રિડક્શન કરતાં તેમને જણાવ્યુ છે કે, રાજ્યમાં આ વર્ષે ચોમાસું સારુ અને યોગ્ય દિશામાં રહેશે. 

મે મહિના માટે ઘાતક આગાહી

3/8
image

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરતા કહ્યું કે, મે મહિનાની શરૂઆતમાં પણ પ્રિ-મોન્સૂન એક્ટિવિટી થઈ શકે છે. 5-6 મે થી ગુજરાતમાં પુનઃગરમી આવશે. આ દિવસોમાં ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટે મતદાન પણ થવાનું છે. આ બાદ 10 થી 14 મે વચ્ચે પ્રિમોન્સૂન એક્ટિવિટી ભારે આંધી વંટોળ સાથે રહેવાની શક્યતા છે. તેના બાદ 20 મેથી ફરીથી ગરમી વધશે. આ બાદ ફરીથી  24-25 મેથી પ્રિમોન્સૂન એક્ટિવિટી રહેશે. જેમાં 24 મેથી 4 જુન વચ્ચે આંધી-વંટોળ સાથે વરસાદ રહેશે.

જૂનથી વરસાદની શરૂઆત!

4/8
image

અંબાલાલ પટેલે આ વર્ષે ચોમાસું સારી રહેવાનું આગાહી કરી છે, સાથે જ ઓક્ટોબર સુધી વરસાદ પડવાની વાત કહી છે. તેમને આગાહી કરી છે કે, આ વર્ષે પવન પશ્ચિમ દિશા તરફનો હોવાથી ચોમાસું સારૂ રહેશે, આ વર્ષે જૂનમાં આંધી-વંટોળ સાથે વરસાદ પડશે. જૂનથી ચોમાસાની શરૂઆત થશે અને ઓક્ટોબર સુધી રાજ્યમાં વરસાદ પડવાની વાત કરવામાં આવી છે. 

આંધી સાથે વરસાદ આવશે

5/8
image

અંબાલાલ પટેલની આગાહી મુજબ 10થી 14 મે વચ્ચે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં આંધી વંટોળ સાથે વરસાદ વરસી શકે છે. 10થી 14 મે વચ્ચે હવામાનમાં પલટા બાદ ફરી 20 મે બાદ ગરમીમાં વધારો થશે. તો ઉત્તર ગુજરાતના ભાગોમાં તાપમાન 44 ડિગ્રી સુધી જવાની આગાહી કરાઇ છે. આમ રાજ્યમાં આવનારા 20 દિવસોમાં ભારે ગરમી અને કમોસમી વરસાદની આગાહી કરાઇ છે. જોકે, 7 જૂનથી સાગરમા પવનો બદલાતા ફરી વરસાદ આવશે. 8 થી 14 જૂનમાં આંધી- વંટોળ સાથે વરસાદની શક્યતા છે. 17 જૂન બાદ ભારે આંધી વંટોળ સાથે વરસાદ રહેશે. જેઠ વદમાં શ્રવણ પંચકમાં વરસાદ થાય તો સારો વરસાદ થવાની શક્યતા છે. આ બાદ ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થશે.

6/8
image

હવામાન વિભાગે ગુજરાતમાં યલો એલર્ટ જાહેર આપ્યું હતું. ખાસ કરીને અમદાવાદ શહેરમાં મતદાનના દિવસે ગરમીના પારો ઉંચકાવાનો છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે આગાહી કરતા કહ્યું કે, મતદાન સમયે અમદાવાદમાં આકરી ગરમી પડવાની છે. ગુજરાતના બાકીના જિલ્લાઓ કરતા મતદાન સમયે અમદાવાદમાં 7 મેના રોજ ગરમીનું પ્રમાણ વધારે રહેશે. અમદાવાદમાં 7 મે ના રોજ 42 ડિગ્રી તાપમાન નોંધાશે. તો ગાંધીનગરમાં પણ 42 ડિગ્રી તાપમાન રહી શકે છે. ચૂંટણીના દિવસે જ ભારે ગરમીને પગલે લોકો એલર્ટ બની ગયા હતા. જેની અસર ચૂંટણીના મતદાન પર પડી હતી.  

7/8
image

હવામાન વિભાગે ગરમીને લઈને આગાહી કરતા કહ્યું કે, આગામી 5 દિવસ રાજ્યમાં સૂકું વાતાવરણ રહેશે. જોકે ઉત્તર ગુજરાતમાં 2 ડિગ્રી તાપમાન વધશે. આજે સૌરાષ્ટ્ર કચ્છ દિવમાં કોસ્ટલ એરિયામાં હીટવેવ આગાહી છે. તેમજ સુરતમાં પણ હીટવેવની આગાહી છે. આવતીકાલ સોમવારથી દીવમાં 5 દિવસ હીટવેવની આગાહી છે. હાલ સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે ગુજરાતમાં અનેક જગ્યાએ વાદળછાયું વાતાવરણ છે. જોકે, હાલ વરસાદની કોઈ સંભાવના નથી. ગુજરાતમાં આકરી ગરમી પડવાની આગાહી છે.

મતદાન દિવસે ગરમી રહી

8/8
image

ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટેનું કાઉન્ટડાઉન હવે કલાકોમાં શરૂ થઇ ગયું છે. 7 મેના રોજ મતદાન હતું ત્યારે  અમદાવાદમાં ગરમીનો પારો 43 ડિગ્રીએ પહોંચવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. તેથી મતદારોએ બપોર પહેલા મતદાન કરી લેવુ હિતાવહ રહેશે. બપોર બાદ કાળઝાળ ગરમીમાં શેકાવું પડશે. ઉનાળો આવે એટલે હીટવેવનું એલર્ટ આવે છે. હીટવેવ એટલું ઘાતક હોય છે લોકોનો જીવ પણ જાય છે. હીટવેવ કેટલું ઘાતક નીવેડ છે તેના પર એક રસપ્રદ સરવે કરાયો છે. હીટવેવ અને હીટ સ્ટ્રેસની અસર પર પહેલીવાર વિગતવાર માહિતી મેળવાઈ છે. જેમાં એક્સપર્ટે એવુ સોલ્યુશન આપ્યું કે, સતત બે દિવસ હીટવેવથી જીવનું જોખમ 14.7 ટકા વધી જાય છે.