આ જિલ્લાઓ તૈયાર રહેજો શ્રીલંકાથી ગુજરાત આવશે ભયાનક તોફાન! અંબાલાલની ઘાતક આગાહી
Gujarat Monsoon: ગુજરાત પર મંડરાઈ રહ્યો છે મોટો ખતરો. ગુજરાત પર તોળાઈ રહ્યું છે તોફાની વાવાઝોડાનું સંકટ. શ્રીલંકામાં સક્રિય થઈ છે વરસાદી સિસ્ટમ. જાણી લેજો અંબાલાલ પટેલની ઘાતક આગાહી...
અંબાલાલ પટેલે તો ભારે કરી! કહ્યું; શ્રીલંકા પાસે એક મજબૂત વરસાદી સિસ્ટમ બનશે, જે વાવાઝોડું લાવશે! આ ઘાતક આગાહીને કારણે હાલ લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. ખાસ કરીને ગુજરાતમાં શું થશે એ મોટી ચિંતા છે.
ગુજરાતના હવામાન વિભાગના નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે. શ્રીલંકા પાસે એક સિસ્ટમ બનશે તેના કારણે દક્ષિણ ભારતમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. ત્યારબાદ આગળ વધીને અરબી સમુદ્ર આવશે અને મજબૂત થવાની શક્યતા વર્તાઈ રહી છે. સામાન્ય રીતે આ સિસ્ટમ લો પ્રેશર કે ડિપ્રેશન સુધી જઈ શકે છે. આ સિસ્ટમ 16-17 ઓગસ્ટની આસપાસ શ્રીલંકા બંગાળની ખાડીમાં તે દક્ષિણ પૂર્વ અરબી સમુદ્ર તરફ આવી શકે છે. આ વરસાદી સિસ્ટમની અસર ગુજરાત પર પણ થશે.
આગાહીકાર અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છેકે, આ સિસ્ટમ પશ્ચિમ કિનારા અને કર્ણાટક સુધી અસર કરી શકે છે અને આગળ વધી શકે તો ગુજરાતને અસર કરી શકે. આ સિસ્ટમ મજબૂત થવા માટે દરિયાની સપાટી ગરમ હોવી જોઈએ. તાપમાન 26.5 c વધુ હોવી જોઈએ. 50 મીટર ઉડી ગરમ હોવી જોઈએ તો સિસ્ટમ અસર કરશે. વેવ 15મી ઓગસ્ટથી મજબૂત બનશે. બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ બનશે જે મજબૂત બનીને ઓરિસ્સા છત્તીસગઢ થઈને ગુજરાત આવશે. આ મહિનાના અંત અને સાતમી સપ્ટેમ્બર સુધીમાં કેટલાક ભાગોમાં ભારે વરસાદની શક્યતા રહેશે.
હવમાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી...16થી 24 ઓગસ્ટ દરમિયાન ગુજરાતમાં મહંદઅંશે સાર્વત્રિક વરસાદ થશે. જેમાંથી કેટલાંક વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે.
ગુજરાતમાં ઝોન વાઈસ વરસાદ વધશે. દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગોમાં ભારે વરસાદની શક્યતા અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. સાથે જ ઉત્તર ગુજરાતમાં પણ સારા વરસાદના સંકેત આપ્યાં છે.
20થી 25 ઓગસ્ટે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી અંબાલાલ પટેલે કરી છે. અંબાલાલ પટેલે કહ્યું છેકે, આ દિવસો દરમિયાન મેઘરાજા ગુજરાત પર મનમુકીને વરસશે.
ખાસ કરીને આગામી સપ્તાહ ગુજરાતમાં વરસાદી વાતાવરણ રહેશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા પણ કરી દેવામાં આવી છે. આગામી 48 કલાક ખાસ કરીને ઉત્તર ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં પણ ભારે વરસાદની આગાહી છે. ત્યારબાદ વરસાદની સિસ્ટમનું જોર ઘટવાથી હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં પડશે.
Trending Photos