Gujarat Rain: અંબાલાલ પટેલની ગુજરાતમાં ભુક્કા બોલાવે તેવા વરસાદની આગાહી, આ જિલ્લાઓ પર છે મોટું સંકટ!

Ambalal Patel Prediction: ગુજરાતમાં ચોમાસાનો ત્રીજો રાઉન્ડ શરૂ થઈ ચૂક્યો છે. ત્યારે ભારે વરસાદના કારણે નદીઓમાં પણ પૂરની સંભાવના છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરતા કહ્યું કે આગામી દિવસોમાં ઉતર ગુજરાતમાં વરસાદ કહેર મચાવશે. આગામી 30 દિવસ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અંબાલાલ પટેલે 30 દિવસ સુધી ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ વરસશે તેવી આગાહી કરી છે. હાલમાં ડીપ ડિપ્રેશન બન્યું છે જેના કારણે 18થી 22 તારીખ ભારેથી અતિભારે વરસાદ વરસશે. 

1/6
image

અંબાલાલ પટેલે કહ્યું કે, 18 થી21 જુલાઈ દરમિયાન ગુજરાતમાં વરસાદ કહેર મચાવશે. મધ્ય ગુજરાતમાં પણ વરસાદનું જોર વધશે. સાથે જ પૂર્વ ગુજરાતમાં વરસાદી માહોલ જામશે. તેમણે જણાવ્યું કે, અમદાવાદમાં ભારે વરસાદની શક્યતા છે. ભારે વરસાદના કારણે નદીઓમાં પણ પૂરની સંભાવના છે. કચ્છના કેટલાક ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે. ભારે વરસાદના કારણે ઉકાઈ ડેમ, તાપી નદીની જળ સપાટીમાં વધારો થશે. આ ઉપરાંત સાબરમતી નદી બે કાંઠે થશે. આ સિવાય મહેસાણા, પાલનપુર, ડીસા, થરાદ અને સાબરકાંઠાના વિસ્તારમાં ભારે વરસાદ પડશે.  

2/6
image

ઓગસ્ટ મહિનાને લઈને પણ અંબાલાલ પટેલે એક આગાહી કરી છે. ઓગસ્ટ મહિનામાં પણ ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. ભૂમધ્ય સાગરના 3 સ્ટ્રોમ બની રહ્યા છે. ઓગસ્ટ મહિનામાં ભારે પવન સાથે દરિયામાં હલચલ વધશે. અંબાલાલ પટેલે કહ્યું કે,  27, 28 અને 29 જુલાઈના રોજ પણ ભારેથી અતિભારે વરસાદ પડશે. હિન્દ મહાસાગરના હવામાન સાનુકૂળ હોવાથી સારો વરસાદ રહેશે. 2, 3 અને 4 ઓગસ્ટના રોજ સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદ રહેશે. 8થી 12 ઓગસ્ટ દરમિયાન ઉત્તર અને મધ્ય ગુજરાતમાં , સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ રહેશે. 

3/6
image

હવામાન વિભાગના ડાયરેક્ટર ડો.મનોરમા મોહંતીએ પણ કહ્યું કે, આગામી 7 દિવસ ગુજરાતમાં વરસાદની આગાહી છે. આજે પણ ગુજરાતમાં ઘણી જગ્યાઓ ભારે વરસાદની આગાહી છે. ગીર સોમનાથ, ભાવનગર, વલસાડ, નવસારી, સુરત ભારે વરસાદની આગાહી છે. તો આવતીકાલથી 23 તારીખ સુધી સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. 

4/6
image

હવામાન વિભાગની આગાહી અનુસાર, તારીખ 19, 20 અને 21 દરમિયાન સૌરાષ્ટ્ર, કચ્છ, દક્ષિણ ગુજરાત ભારે વરસાદ રહેશે. આ દિવસોમાં સાઉથ ગુજરાતમાં માછીમારોને દરિયો ન ખેડવા સૂચના છે. અમદાવાદમાં પણ 7 દિવસ સામાન્યથી માધ્યમ વરસાદ રહેશે. ચોમાસાન 63% વરસાદ ગુજરાતમાં અત્યાર સુધી થઈ ચૂક્યો છે. તો હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની વરસાદને લઇને આગાહી કરી છે. તેમણે કહ્યું કે, 18 થી 25 જુલાઈમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. બંગાળની ખાડીમા લો પ્રશર બની રહ્યુ છે તેના કારણે વરસાદ આવશે. જેને કારણે દક્ષિણ ગુજરાતમા સામન્યથી ભારે વરસાદ રહેશે. તો મધ્ય ગુજરાત અને ઉ ગુજરાતમા સામાન્ય વરસાદ રહેશે. 

5/6
image

17 જુલાઈ એ અમરેલી, ભાવનગર, નવસારી અને વલસાડમાં ભારે વરસાદની આગાહી 18 જુલાઈએ અમરેલી, ભાવનગર, ભરૂચ, સુરત,નવસારી અને વલસાડમાં અતિભારે વરસાદની આગાહી 19 જુલાઈએ પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમદાવાદ, ખેડા, આણંદ, બરોડા, ભરૂચ, સુરત અને ડાંગમાં ભારે વરસાદી આગાહી  19 જુલાઈએ અમરેલી, ભાવનગર, નર્મદા, તાપી, નવસારી, વલસાડમાં અત્યંત ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ 20 જુલાઈએ કચ્છ, સુરેદ્રનગર, અમદાવાદ, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, આણંદ, ભરૂચ અને વલસાડમાં ભારે વરસાદની આગાહી  20 જુલાઈએ દ્વારકા, જામનગર, પોરબંદર, સુરત અને નવસારીમાં અત્યંત ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ  

6/6
image

અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, ગુજરાતમાં અતિવૃષ્ટિ થવાની શક્યતા છે. ઓગસ્ટ મહિનામાં ગુજરાત પાણીથી તરબોળ થશે. સાથે જ આંબાલાલ પટેલે કહ્યું છે કે, 17 જુલાઈ બાદ ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રમાં ફરી એકવાર મેઘરાજાની તોફાની બેટિંગ આફત રૂપ બની શકે છે. તો હવામાન વિભાગે પણ રાજ્યમાં આગામી 7 દિવસ સુધીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.