Ambaji Melo: રંગબેરંગી રોશનીથી ઝગમગ્યું જગદંબાનું ધામ, ઘરેબેઠાં કરો અંબાજી મંદિરના અનુપમ દર્શન!

જગત જનની મા જગદંબાની માઈભક્તોમાં ગજબની આસ્થા છે. દૂર દૂરથી લોકો પગપાળા માતાજીના મંદિરે દર્શન કરવા આવતા હોય છે. એમાંય ભાદરવી પૂનમ પર અંબાજીમાં દર વર્ષે વિશેષ મેળાનું આયોજન કરવામાં આવતું હોય છે. કોરોના કાળને કારણે છેલ્લાં બે વર્ષથી જે ચમક ઝાંખી પડી હતી. જોકે, આ વર્ષે તેની ડબલ ચમક ધમક સાથે અંબાજી ધામને સતરંગી રોશનીથી ચમકાવાયું છે.

ઝી બ્યૂરો, અમદાવાદઃ ભાદરવી પૂનમએ યાત્રાધામ અંબાજી જવા ગુજરાતભરમાંથી પગપાળા સંઘ રવાના થયા છે. બાવન ગજની ધજા સાથે અંબાજીમાં ભક્તોએ પ્રયાણ શરૂ કર્યું છે. 9 સપ્ટેમબરના રોજ તમામ ભક્તો પગપાળા અંબાજી પહોચશે. ઉલ્લેખનીય છેકે, અંબાજી મંદિર ને ખાસ રીતે શણગારવા માં આવ્યું છે. અંબાજી મંદિર રંગબેરંગી રોશનીથી સજાવાયું છે. માઈભક્તો અંબાજી પહોંચે તે પહેલાં જ મા જગદંબાના ધામને રંગબેરંગી રોશનીથી સજાવી દેવામાં આવ્યું છે. અંબાજી મંદિરના શક્તિદ્વાર આગળ દર્શન પથ ના હાઇવે રોડ ને મેલા દરમ્યાન નો વહિકલ જોન જાહેર કરવા માં આવ્યો છે સાથે આ રોડ ને વિશેષ રોશની થી શણગારવામાં આવ્યો છે. તેમજ અંબાજી મંદિર આગળ હાઇવે રોડ પર લાઈટોનો શેડ તૈયાર કરવામાં આવ્યો છે. વિશેષ રોશનીથી અંબાજી મંદિર ની સુંદરતામાં ચારચાંદ લાગી ગયા હોય તેવું લાગી રહ્યુ છે. ZEE24કલાકના ડિજિટલ પ્લેટફોર્મ પર જુઓ અંબાજીની અનુપમ તસવીરો...
 

1/9
image

2/9
image

3/9
image

4/9
image

5/9
image

6/9
image

7/9
image

8/9
image

9/9
image