AC ના આ 5 સેટિંગ્સથી કરી શકાય છે વીજળીની બચત, દરેક યૂઝરને હોવી જોઈએ જાણકારી

ગરમીની સીઝનમાં એસી (Air Conditioner)આપણી જિંદગીનું અભિન્ન અંગ બની જાય છે, પરંતુ એસી વીજળીનો વપરાશ વધુ કરે છે, જેનાથી લાઈટબિલ વધુ આવે છે. પરંતુ કેટલાક સેટિંગ્સ કરી તમે વીડળીનો વપરાશ ઓછો કરી શકો છે અને લાઈટ બિલ ઘટાડી શકો છો. 

1/5
image

જો તમે નિયમિત રૂપથી એર ફિલ્ટરને સાફ રાખતા હોવ તો વિશ્વાસ કરો એનર્જી વપરાશને ઘણી હદ સુધી ઘટાડી શકાય છે. ખરાબ ફિલ્ટર એરફ્લોને ઘટાડે છે અને વીજળીની વપરાશ વધારે છે. 

2/5
image

રાતમાં સ્પીડ મોડનો ઉપયોગ કરો, તે તાપમાનને થોડુ વધારી દે છે અને વીજળીનો વપરાશ ઓછો કરે છે. તેવામાં એનર્જીનો વપરાશ ઓછો થશે. 

3/5
image

 

જો તમે રૂમમાં ન હોય તો એસી બંધ કરી દો કે ટાઇમરનો ઉપયોગ કરો. આ પ્રકારથી તમે એનર્જી કંઝ્યુમિંગને મિનિમમ રાખી શકો છો. 

 

4/5
image

જો તમે એસીને હાઈ ફેન સ્પીડ પર સેટ કરી રાખો છો તો વધુ એનર્જી વપરાય છે. તેવામાં તમારે ફેનની સ્પીડ સ્લો રાખવી જોઈએ, જેનાથી વીજળીનો વપરાશ ઓછો થાય છે. 

5/5
image

જો તમે એસીનો સતત ઉપયોર કરતા હોવ તો તાપમાનને 24°C થી 26°C વચ્ચે સેટ રાખો. આમ કરવાથી એનર્જીનો વપરાશ ઘટાડી શકાય છે. તમને જણાવી દઈએ કે દરેક  1°C તાપમાન ઘટાડવાથી વીજળીનો વપરાશ 6 ટકા સુધી વધી જાય છે.