ધક્કા ખાવા છતાં પણ નોકરી ન મળતા એન્જિનિયર ભાઈ-બહેનોએ શરૂ કર્યો ચાનો સ્ટોલ

પરિવારજનોએ પેટે પાટા બાંધી ભાઈ-બહેનને એન્જિનિયર બનાવ્યા હતા, પરંતુ નોકરી ન મળતા અમદાવાદી ભાઈ-બહેન પિતાના પગલે ચાનો સ્ટોલ શરૂ કરવા મજબૂર બન્યા 

આશ્કા જાની/અમદાવાદ :અમદાવાદમાં ગલીએ ગલીએ ચાની લારીઓ આવેલી છે, પણ અમદાવાદમાં એક એવો ચા વાળો છે જે શિક્ષિત બેરોજગારી અને આત્મનિર્ભરતાનું  ઉત્તમ ઉદાહરણ છે. તેનુ નામ છે રોનક રાજવંશી. આ યુવક રોનક રાજવંશી અને તેની બહેન મયુરીએ સાથે મળીને એન્જિનિયરની ચા નામનો ગલ્લો શરૂ કર્યો છે. પરિવારજનોએ પેટે પાટા બાંધી ભાઈ-બહેનને એન્જિનિયર બનાવ્યા હતા, પરંતુ હવે તેમને નોકરી ન મળી અને નોકરી મળે તો માત્ર 5 થી 6 હજાર જ પગાર મળી રહ્યો છે. આવામાં આટલી મોંઘવારીમાં કેમ ગુજરાન ચાલે એમ વિચારી ભાઈ-બહેને ચાની લારી શરૂ કરી છે. આ ચાના ગલ્લાને ‘એન્જિનિયરની ચાની દુકાન’ નામ આપ્યું છે. 
 

નોકરી મેળવવા હજાર ધક્કા ખાધા, આખરે ચાનો સ્ટોલ શરૂ કર્યો

1/2
image

તમે શાહીબાગથી સુભાષ બ્રિજ તરફ જાઓ ત્યારે તમને વચ્ચે આ ચાની લારી નજરે ચઢશે. અનેક જગ્યાએ રોનક અને તેની બહેન મયુરીએ નોકરી મેળવવા ધક્કા ખાધા હતા. ત્યાર બાદ તેઓએ આત્મનિર્ભર બનવાનો નિર્ણય લીધો હતો. બંનેએ ચાની લારીથી પોતાના કરિયરની શરૂઆત કરી. મહત્વની એ છે કે, તેમના પિતા પણ કલાપીનગર પાસે ચાની કીટલી ધરાવે છે. બહેન મયુરીએ ડિપ્લોમા એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે. નોકરી માટે રખડ્યા છતા પણ કંઈ હાથે ન લાગતા આખરે તેઓએ પેતાના પગલે રોજગારી મેળવવાનું નક્કી કર્યું.   

કેમ પાડ્યું ‘એન્જિનિયરિંગ ચા’

2/2
image

આ વિશે રોનકે જણાવ્યું કે,  આપણા દેશમાં ચા પીવા માટેનો કોઈપણ સમય મર્યાદિત નથી. લોકોને ગમે ત્યારે ચાની તલબ લાગતી હોય છે, જેથી તેણે સોમવારથી ચાની કીટલી શરૂ કરી છે, તેનું નામ " એન્જિનિયરની ચા " નામ રાખ્યું છે. આજે હું આ વ્યવસાય શરૂ કરીને ખુશ છું. મારો સ્ટોલ બીજા કરતા અલગ છે. કારણ કે અમે અમારા ગ્રાહકોને ચા સાથે બિસ્કિટ પણ આપે છે.