Photos : અમદાવાદની આ ઈમારતો આજે ગાંધીજી હોવાનો અહેસાસ કરાવે છે

મહાત્મા ગાંધીજીનો અમદાવાદ સાથે હંમેશાથી ખાસ નાતો રહ્યો છે. આફ્રિકાથી આવ્યા બાદ તેમણે અમદાવાદને કર્મભૂમિ બનાવી હતી. એટલે જ, અમદાવાદના વિકાસમાં ગાંધીજીનો મહત્વનો રોલ રહ્યો છે. લોકો કલ્યાણમાં મદદ કરવી તે અમદાવાદીઓની આગવી ઓળખ હતા. આ જ કારણે અમદાવાદમાં અનેક નેતાઓ પેદા થયા હતા. જેમણે અમદાવાદના વિકાસને આકાર આપ્યો હતો. અમદાવાદથી જ તેમણે સ્વતંત્રતાની ચળવળ શરૂ કરી હતી. અમદાવાદમાં તેમણે સત્યાગ્રહ આશ્રમથી આ ચળવળને વેગ આપી હતી. તેમને ખાતરી હતી કે, અમદાવાદના શ્રીમંત બિઝનેસમેન તેમને સપોર્ટ કરશે. અમદાવાદમાં અનેક સ્થળો એવા છે જ્યાં ગાંધીજીની સ્મૃતિ પગલે પગલે વર્તાય છે. અહીંની દીવાલોમાં ગાંધીજીનું હૃદય ધબકે છે. આ ઈમારતો ગાંધી ચિંધ્યા માર્ગે આજે પણ સમર્પિત છે. સાબમરમતી આશ્રમના 6 કિલોમીટરના અંતરમાં જ આ સ્થળો આવેલા છે. 

1/6
image

કોચરબ આશ્રમ આફ્રિકામાં 21 વર્ષના વસવાટ પછી ભારતમાં આવેલા મોહનચંદ કરમચંદ ગાંધીએ અમદાવાદના પાલડી વિસ્તારમાં કોચરબ આશ્રમ શરૂ કર્યો. જ્હોન રસ્કિનનું ‘અન ટુ ધિ લાસ્ટ’ પુસ્તક વાંચીને ગાંધીજીએ આફ્રિકામાં ટોલસ્ટોય અને ફિનિક્સ આશ્રમ ચલાવેલા. પ્રારંભમાં તેમણે કોચરબમાં આશ્રમ શરૂ કર્યો હતો. ભારતમાં પરત ફર્યા બાદ કોચરબ આશ્રમ ગાંધીજીનું નિવાસસ્થાન રહ્યું હતું. @ સાભાર ટ્વિટર

2/6
image

સાબરમતી જેલ 1895માં જ અમદાવાદમાં સાબરમતી જેલ બનાવવામાં આવી હતી. આ જેલ સાથે ગાંધીજીનો ખાસ નાતો છે. 1922માં ગાંધીજીની જ્યારે પહેલીવાર ધરપકડ કરાઈ હતી, ત્યારે તેમને 10થી 18 માર્ચ દરમિયાન અહીં રાખવામાં આવ્યા હતા. સાબરમતી જેલની જે કોઠડીમાં ગાંધીજીની રાખવામાં આવ્યા હતા તે આજે લોકોમાં ગાંધી ખોલી તરીકે પ્રખ્યાત છે. જ્યાં આજે પણ સવાર-સાંજ કેદીઓ દ્વારા દીવો કરવામાં આવે છે. 

3/6
image

ગુજરાત વિદ્યાપીઠ ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના ગાંધીજી દ્વારા 18 ઓક્ટોબર, 1920માં કરાઈ હતી. જે બ્રિટીશ શિક્ષણ પોલિસીનો વિરોધ કરવાના હેતુથી સ્થાપવામાં આવી હતી. સરકારે તેને વર્ષ 1963માં ડીમ્ડ યુનિવર્સિટી જાહેર કરી હતી. 

4/6
image

સાબરમતી આશ્રમ જેમ અમદાવાદમાં ગાંધીજીની પ્રવૃત્તિઓનો વ્યાપ વધતો ગયો તેમ તેમ તેમને કોચરબ આશ્રમ નાનો પડવા લાગ્યો. જેના બાદ સાબરમતી આશ્રમની સ્થાપનાક રવામાં આવી હતી. તેમજ કોચરબ આશ્રમનું મકાન ભાડાનું હોવાથી ગાંધીજી પોતાની જગ્યામાં આશ્રમ કરવાની શોધ કરી રહ્યા હતા. જગ્યા મળતા જ આચાર્ય મણિશંકરભાઈ પિતાંબરદાસ પાસેથી મળેલા 2553 રૂપિયામાં જમીનનો એક ટુકડો ખરીદાયો હતો. 26મી મે, 1917ના રોજ જમીનના દસ્તાવેજ થયા. એ બાદ 17 જૂન, 1917ના રોજ સાબરમતી આશ્રમની સ્થાપના થઈ. તેઓ 1930 સુધી આ આશ્રમમાં રહ્યા હતા.   

5/6
image

નવજીવન ટ્રસ્ટ નવજીવન નામ ગાંધીજી દ્વારા શરૂ કરાયેલ સાપ્તાહિક અખબાર પરથી આવ્યું હતું. બાદમાં તે પબ્લિશિંગ હાઉસ બન્યું. જ્યાં ગાંધીજી સાથે સંકળાયેલા પુસ્તકો છાપવામાં આવે છે. અહીં ગાંધીજી સાથે જોડાયેલ દરેક હિન્દી, ગુજરાતી, અંગ્રેજી તથા અન્ય ભાષાઓનું સાહિત્ય છાપવામાં આવે છે. @ સાભાર ધીરુ એસ. મહેતા વેબસાઈટ

6/6
image

એમજે લાઈબ્રેરી 21 સપ્ટેમ્બર, 1993ના રોજ ગાંધીજીએ આ લાઈબ્રેરીનો પાયો મૂક્યો હતો. જ્યાં તેમણે સાઉથ આફ્રિકાથી લાવેલી પોતાના 10,000 પુસ્તકો દાન કર્યાં હતા.