આ કિંમતી ખજાનાને અમદાવાદના સોની પરિવારની ત્રણ પેઢીએ સાથે મળીને ભેગો કર્યો, અને સાચવ્યો પણ...

શહેરના પાલડી વિસ્તારમાં રહેતા મનોજભાઈ સોની છેલ્લા 25 વર્ષ કરતા વધુ સમયથી કાચની વિવિધ પ્રકારની બોટલનો સંગ્રહ કરે છે

આશ્કા જાની/અમદાવાદ :અનેક લોકોને અવનવી વસ્તુઓ તેમજ એન્ટિક વસ્તુઓનો સંગ્રહ કરવાનો શોખ હોય છે. જૂની અને નાજુક વસ્તુને સાચવવા માટે પણ મહેનત અને કાળજીની જરૂર હોય છે. તેમા પણ કાચની વસ્તુઓની વધારે કાળજી લેવી પડે છે. ત્યારે એક એવા અમદાવાદીને મળીશું જેઓને શોખ વારસામાં મળ્યો છે. 

1/4
image

શહેરના પાલડી વિસ્તારમાં રહેતા મનોજભાઈ સોની છેલ્લા 25 વર્ષ કરતા વધુ સમયથી કાચની વિવિધ પ્રકારની બોટલનો સંગ્રહ કરે છે. તેઓ નાના હતા, ત્યારે પિતા સાથે ગુર્જરી બજારમાં જતા હતા અને ત્યાંથી નાની બોટલો લઈને આવતા હતા. ધીમે ધીમે તેમનો આ શોખ વધતો ગયો અને તેમના બોટલ સંગ્રહમાં અનેક દેશ વિદેશની કિંમતી બોટલો ઉમેરાતી ગઈ.

2/4
image

આજે તેમની પાસે 2500 થી વધારે કાચની બોટલનો સંગ્રહ થઈ ગયો છે. મનોજભાઈએ પહેલી બોટલ 1997 માં ગુર્જરી બજારમાંથી ખરીદી હતી. આ કાચને ટોર્પિડો બોટલ કહેવામાં આવે છે. કારીગર તેને ફૂક મરીનર ભઠ્ઠીમાં તેયાર કરતા હોય છે. જેમાંથી સૌથી જૂની બોટલ અંદાજે 3 થી ૪ હજાર વર્ષ જૂની છે. જેની વિદેશમાં કિંમત ખૂબ વધારે છે.

3/4
image

મનોજભાઈ પાસે સૌથી મોટી બોટલ 50 લિટરની છે, જ્યારે કે સૌથી નાની બોટલ 5 એમએમની ક્ષમતા ધરાવે છે. સાથે જ પોઈઝન અને પરફ્યુમની બોટલો તો તેમને વિદેશી મિત્રોએ ભેટ આપી છે.  

4/4
image

મનોજભાઈને આ શોખ પિતા તરફથી વારસામાં મળ્યો છે. તો હવે આ શોખ તેમના પરિવારની પરંપરા બની ગઈ છે. તેમનો દીકરો પણ તેમાં રસ ધરાવતો થઈ ગયો છે. સાથે જ આ કામમાં તેઓને પોતાના પરિવારનો સાથ અને સહકાર પણ મળી રહે છે. કાચ જેવી નાજુક વસ્તુઓની પણ તેઓ આટલા વર્ષથી જાળવણી અને જતન કરી રહ્યા છે. પોતાના આ ખજાનાને તેઓ વર્ષે એકવાર સાફસફાઈ માટે કબાટમાંથી બહાર કાઢે છે.