અમદાવાદીઓને હવે ફરવા બહાર નહિ જવુ પડે, ઘર આંગણે બનશે સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવો પ્રોજેક્ટ

Ahmedabad News અર્પણ કાયદાવાલા/અમદાવાદ : અમદાવાદની ઓળખ આજે સમગ્ર વિશ્વમાં વર્લ્ડ હેરીટેજ શહેર તરીકે કરવામાં આવે છે. અમદાવાદ શહેર તેની વિકાસની અનેક ઉંચાઇઓ પર આગળ વધી રહ્યુ છે. ત્યા વધુ એક મોરપીંછ અમદાવાદ શહેરના છોગામા ઉમેરાવા જઇ રહ્યુ છે. અમદાવાદ શહેરના શીલજ ખાતે 50 હજાર ચોરસ મીટર જગ્યામાં કેવડિયા જેવું જ આરોગ્ય વન નિર્માણ થવા જઇ રહ્યુ છે. આરોગ્ય વનમાં માનવ શરીરના વિવિધ અંગ માટે ઉપયોગી આર્યુવેદિક રોપાનો ઉછેર કરવામાં આવશે. આર્યુવેદમાં દર્શાવવામાં આવેલી ઔષધીઓ અહી રાખવામાં આવશે.

1/7
image

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આરોગ્ય વનની થીમ આધારીત ગાર્ડન તૈયાર કરાયો છે. આ જ પ્રકારની થીમ સાથે અમદાવાદ શહેરના શીલજ વિસ્તારમાં આવેલા વિશાળ તળાવ પાસે 50 હજાર ચોમી વિસ્તારમાં અંદાજીત 8 કરોડથી વધુ ખર્ચે આરોગ્ય વનનું નિર્માણ થઇ રહ્યુ છે. જેમાં મુખ્યત્વે માનવની પ્રતિકૃતિ અને માનવ જીવનના સ્વાસ્થ્ય માટે ઉપયોગી વનસ્પતિ અને ફુલ છોડ તેમજ વૃક્ષો લગાવામાં આવશે

2/7
image

શીલજ સર્કલથી શીલજ ગામ તરફના રોડને સમાંતર શીલજ તળાવ ખાતે આયુષ માનવ થીમ આધારીત મનુષ્યના શરીરના અંગોને અનુરુપ વિવિધ જાતોના આર્યુવેદિક રોપા દ્વારા સમગ્ર આરોગ્ય વન તૈયાર કરવાની કામગીરી શરૂ કરાઇ છે. આરોગ્ય વનનો મુખ્ય પ્રવેશ દ્વાર આકર્ષક હશે. અંદાજી 350 મીટર લંબાઇનો વોક વે, અધતન બેઠક વ્યવસ્થા, હયાત ટ્રી લાઇનને ધ્યાનમાં રાખી આરોગ્ય વન ડેવલપમેન્ટ ઉપરાત વિવિધ જાતોના ફુલ છોડ તેમજ મોટા વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવશે.

3/7
image

આરોગ્ય વનમાં ઔષધી તરીકે વપરાતી અશ્વગંધા, અરડુસી, અર્જૂન (સાદડ) કરમદા, કરંજ સહિતાના 32 પ્રકારની વનસ્પતિનો ઉછેર કરાશે. તેમજ લોકો આ વનસ્પતિની ઔષધી તરીકે ઉપયોગ પણ કરી શકશે. આ ઉપરાત અહીંયા આવનારા મુલાકાતીઓ ઔષધી અંગે જાણકારી પણ મેળવી શકશે.

4/7
image

શીલજ ખાતે શીલજ તળાવ પર આરોગ્ય વન સાથે તળાવ પણ ડેવલપ કરવામાં આવશે. શીલજ તળાવની ખાસિયત વાત કરીએ તો, કમ્પાઉન્ડ વોલની કામગીરીમાં વરસાદી પાણીના વહેણને અડચણ ના આવે તે રીતે ડિઝાઇન કરાઇ છે. 680 મીટર લંબાઇ તથા 2 મીટર પહોળાઇનો વોક વે હશે. 570 મીટર લંબાઇ તથા 1.5 મીટરની પહોળાઇનો સાયકલ ટ્રેક બનાવાશે.

5/7
image

આ સાથે જ સીનિયર સિટીઝન તથા બાળકો અને તળાવની મુલાકાતે આવનાર માટે ઓપન બેઠક વ્યવસ્થા કરાશે. બાયોડાયવર્સિટી અર્બન ફોરેસ્ટ હશે, જેથી જીવ જંતુઓ અને પક્ષીઓ સુરક્ષિત રહી શકે. એન્ટ્રન્સ પ્લાઝામાં સ્કલ્પચર તથા મુલાકાતીઓ તળાવના નજારાને માણી શકે તે મુજબની વ્યવસ્થા ઉભી કરાશે. નાના ફુલ છોડ તથા ઝાડ સહિત ગીચ જંગલ જેવુ વાતાવરણ બનાવાશે. 

6/7
image

7/7
image