અમદાવાદમાં પિત્ઝા સેન્ટરના પિત્ઝામાંથી નીકળ્યો વાળ, ચીતરી ચઢી જાય તેવો કિસ્સો

Ahmedabad Pizza અમદાવાદ : વધુ એકવાર ખાદ્ય પદાર્થમાં કંઈક એવું નીકળ્યું, જે જોઈને ચીતરી ચઢી જાય. અમદાવાદના વાડજ વિસ્તારમાં આવેલ પિઝા સેન્ટરના પિત્ઝામાંથી વાળ નીકળ્યો હતો. આરપી પિઝેરિયામાં ગ્રાહકને કડવો અનુભવ થયો હતો. આ ટનાનો વીડિયો વાયરલ થયો છે. જાગૃત ગ્રાહકે amc માં ફરિયાદ નોંધાવી છે. 
 

1/4
image

ગુજરાતીઓનો સ્વાદનો ચટાકો બહુ ભારે. તેમાં પણ દરેકની પસંદ પિત્ઝા પહેલી હોય છે. વિકેન્ડ હોય કે પાર્ટી પિત્ઝા જોઈન્ટ્સ પર હંમેશા ભીડ રહેતી હોય છે. સ્વાદના શોખીન ગુજરાતીઓને હવે આ ચટાકો ભારે પડી રહ્યો છે. માર્કેટમાં હવે હલકી કક્ષાની ખાણીપીણીની વસ્તુઓ વેચાઈ રહ્યાં છે. આ વસ્તુઓ લોકો બહુ શોખથી ખાઈ રહ્યાં છે. પરંતુ શુ તમને ખબર છે કે પિત્ઝામાં હલકી કક્ષાનું ચીઝ અને માયોનીઝ વપરાઈ રહ્યું છે. છેલ્લા કેટલાક સમયથી સુરતમાં આરોગ્ય વિભાગ એક્ટિવ બન્યુ છે. ખાણીપીણીના વિવિધ એકમો પર દરોડા પાડીને સેમ્પલ લેવામાં આવી રહ્યાં છે. 

2/4
image

આજકાલ નકલી વસ્તુઓ અને બિનઆરોગ્યપ્રદ વસ્તુઓથી બચીને રહેવાની જરૂર છે. લોકોને આજકાલ બહાર ખાવાનો શોખ વધુ હોય છે. પરંતુ પૈસા ખર્ચીને પણ તેઓ બીમારીઓ નોતરી રહ્યાં છે. સુરતમાં આરોગ્ય વિભાગ એક્ટિવ બન્યું છે. જેમાં થોડા દિવસો પહેલા પાડવામાં આવેલી રેડ બાદ અનેક નમૂના ફેલ નીકળ્યા છે. તાજેતરમાં ઉનાળામાં ઠેકઠેકાણે ખવાતા પેસ્ટ્રી-કેક, મરી-મસાલા, આઇસક્રીમ અને આઇસ ગોળાના નમૂના ફેલ નીકળ્યા હતા.  

3/4
image

હાલ ગુજરાતભરમાં એવી કોઈ પ્રોડક્ટ બાકી નથી, જેમાં ભેળસેળ ન કરાતી હોય. અનેક નમૂનાના રિપોર્ટ સબ સ્ટાન્ડર્ડ આવી રહ્યાં છે. પનીર, ચીઝ, બટર, દૂધ, દહીં, છાસ, લસ્સી અને માખણ તથા આઈસક્રીમ સહિતની પ્રોડક્ટમાં મોટાપાયે ભેળસેળ કરાઈ રહી છે. આ ઉપરાંત કેરીનો રસ- મેંગોમિલ્ક શેકમાં પણ સિન્થેટિક કલરનો બેરોકટોક ઉપયોગ કે, કરવામાં આવે છે. તો હળદર, જીરું, મરચું, ગરમ મસાલામાં પણ ભેળસેળ કરનારા પાછળ નથી. તો બીજી તરફ, ખાણીપીણીની ચીજવસ્તુઓમાં જીવાત, ઇયળ, વંદા, દેડકા અને ઉંદર વગેરે નીકળી રહ્યાં છે. તેના પગલે રાજ્યના ખોરાક અને ઔષધ નિયમન તંત્રનાં કમિશનરને સ્પષ્ટતા કરવી પડી છે. 

4/4
image