Ahmedabad Birthday : આ શહેરનો પાયો એક સસલાની હિંમતથી નંખાયો હતો

આજે અમદાવાદનો 610મો સ્થાપના દિવસ છે. ઇતિહાસનાં પાનાંઓમાં અમદાવાદ (Ahmedabad) ના સ્થાપક તરીકે સુલતાન અહમદ શાહનું નામ છે અને દર 26 ફેબ્રુઆરીએ અમદાવાદનો સ્થાપના દિવસ ઊજવાય છે. આજે 2600થી વધુ હેરિટેજ સ્ટ્રક્ચર્સ તેમજ 12,000થી વધુ હેરિટેજ કક્ષાનાં પ્રાઇવેટ ઘરો, મહાત્મા ગાંધીનાં સ્મારકો અને 600 જેટલી પોળ-શેરીઓને કારણે અમદાવાદ ભારતનું પહેલું વર્લ્ડ હેરિટેજ શહેર બન્યું છે. 

ઝી મીડિયા/બ્યૂરો :આજે અમદાવાદનો 610મો સ્થાપના દિવસ છે. ઇતિહાસનાં પાનાંઓમાં અમદાવાદ (Ahmedabad) ના સ્થાપક તરીકે સુલતાન અહમદ શાહનું નામ છે અને દર 26 ફેબ્રુઆરીએ અમદાવાદનો સ્થાપના દિવસ ઊજવાય છે. આજે 2600થી વધુ હેરિટેજ સ્ટ્રક્ચર્સ તેમજ 12,000થી વધુ હેરિટેજ કક્ષાનાં પ્રાઇવેટ ઘરો, મહાત્મા ગાંધીનાં સ્મારકો અને 600 જેટલી પોળ-શેરીઓને કારણે અમદાવાદ ભારતનું પહેલું વર્લ્ડ હેરિટેજ શહેર બન્યું છે. 
 

26 ફેબ્રુઆરીએ બાદશાહે સાબરમતીના કાંઠે પોતાના મહેલનો પાયો મૂક્યો હતો

1/10
image

અમદાવાદના સ્થાપક તરીકે સુલતાન અહમદ શાહનું નામ છે. મુગલ સુલતાને જે અહમદાબાદ વસાવ્યું એ હકીકતમાં આશાવલના નામે જાણીતું હતું. અહીં આશા ભીલનું શાસન હતું. સુલતાન અહમદ શાહને સાંભળવા મળ્યું હતું કે આશા ભીલની દીકરી તેજા ખૂબ સુંદર છે. એ દીકરીને પામવા માટે અહમદ શાહ પાટણથી આશાવલ આવ્યો અને નજરાણામાં આશા ભીલ પાસે બહુ મોટી રકમ માગી. આશા ભીલે એટલી રકમ ચૂકવવામાં અસમર્થતા જાહેર કરતાં તેણે શરત મૂકી કે કાં તો તારે મારી સાથે યુદ્ધ કરવું પડશે કાં તારી દીકરી મને પરણાવવી પડશે. શરૂઆતમાં તો આશા ભીલે આ શરતનો વિરોધ કર્યો. 

પત્નીને કારણે આશા ભીલે પોતાનો વિચાર બદલ્યો

2/10
image

તેની પત્નીએ સુલતાન સાથે દુશ્મની વહોરી લેવાને બદલે દીકરી આપીને સંબંધ જોડી લેવાની સલાહ આપી. બસ, એ પછીથી તેણે આશાવલમાં જ રહેવાનું નક્કી કરી લીધું. લોકવાયકા પ્રમાણે 1411માં 26 ફેબ્રુઆરીએ અહમદ શાહે પાટણ છોડીને સાબરમતી નદીના કિનારે ગુજરાતનું નવું પાટનગર વસાવવા માટે પોતાના મહેલનો પાયો મૂક્યો હતો.    

સસલાને જોઈને બાદશાહે વિચાર બદલ્યો

3/10
image

એક દિવસ અહમદ શાહ તેના કાફલા અને શિકારી કૂતરાની સાથે સાબરમતી નદી પાસેનાં ગાઢ જંગલોમાં શિકાર માટે ફરી રહ્યા હતા ત્યારે અચાનક ઝાડીમાંથી એક સસલું કૂદી નીકળ્યું અને સુલતાનના શિકારી કૂતરા સામું થઈ ગયું. એક સસલાની આ હિંમત જોઈને અહમદ શાહ ચકિત થઈ ગયા અને તેને લાગ્યું કે આ જગ્યામાં જ કંઈક રહસ્ય છે અને તેણે સાબરમતી નદીની નજીકમાં જ પોતાનો મહેલ બનાવીને એની આસપાસ શહેર વસાવ્યું.

માણેકનાથજીના આર્શીવાદથી બાદશાહે અમદાવાદ બનાવ્યું

4/10
image

નવા શહેરના નિર્માણ માટે સૌપ્રથમ બાદશાહે શહેરની ફરતે કિલ્લો ચણવાનો આદેશ આપ્યો. દિવસ દરમિયાન અથાક મહનતે ગોઠવાતી ઇંટો અને ચણાતી દિવાલો રાત પડતા ક્કડભૂસ થઇ જતી હતી એમ કહેવાતુ હતું કે, જ્યારે દિવસના સમયે માણેકનાથજી સાદડી ગૂંથતા ત્યારે ત્યારે કિલ્લાની દિવાલ ઉભી થતી અને જ્યારે દોરો ખેંચી લેતા ત્યારે દિવાલ ઢળી પડતી હતી. આ ઘટનાની જાણ બાદશાહને થતા બાદશાહે સરખેજના એક સૂફી સંતની સલાહ માંગી સંતે પણ બાદશાહને ગુરુ માણેકનાથજીના આશીર્વાદની અનિવાર્યતાનું સૂચન આપ્યું હતું. બાદશાહે આદરભાવ સાથે માણેકનાથજીના આશીર્વાદ લેવા માટે પહોચ્યા અને પોતાની સમસ્યા કહી હતી. માણેકનાથજીએ બાદશાહને સલાહ આપી હતી. અને કહ્યું કે ‘તમારો હેતુ યોગ્ય છે અને તમે શહેરનું સંચાલન કરવા સક્ષમ પણ છો’  પરંતુ ભૂમિપૂજનનું સ્થળ અને સમય યોગ્ય ન હોવાને કારણે આ શહેર ક્યારેય પ્રગતિ કે સમૃદ્ધિ સાધી શકશે નહિ. 

5/10
image

આમ, માણેકનાથજીના સૂચન મુજબ મોહમ્મદ ખટુંએ શહેરના નકશાનું ફરી એકવાર નિર્માણ કર્યું હતું. અને નવે સરથી કિલ્લાની દિવાલ ચણવાની શરૂઆત કરી હતી. જે સ્થળે કિલ્લાની દિવાલ ચણવાની શરૂઆત કરવામાં આવી તે સ્થળને દરદર્શી સંત માણેકનાથજીની બિરદાવલી તરીકે ‘માણેક બુરજ’ નામ આપવામાં આવ્યું હતું.   

6/10
image

જે વિસ્તારમાં માણેકનાથજી રહેતા હતા તે ચોકને આજે માણેકચોક તરીકે ઓળખાય છે, તે એક નાનકડા ઝરણા દ્વારા કુદરતી રીતે ટાપુ જેવા અસ્તિત્વમાં આવ્યો હતો. આ ઝરણાંનું નામ ‘માણેક નદી’ રાખવામાં આવ્યું જે, તે સમયે આજના ફર્નાન્ડિઝ બ્રિજ નીચે વહેતી હતી. એવુ કહેવાય છે, કે અમદાવાદ શહેરનાં નિર્માણકાર્યની પૂર્તિનાં થોડા જ દિવસોમાં ગુરુ માણેકનાથજીએ તેમનાં જ અલાયદા વિસ્તારમાં જીવતી સમાધી લીધી. જીવતી સમાધીએ સ્વને બાળીને ભસ્મ કરવાની પ્રક્રિયા જે માત્ર સિદ્ધિ અથવા તો દિવ્યતા પ્રાપ્ત કરનાર વ્યક્તિજ કરી શકે છે. ગુરુ માણેકનાથજી એકદિવ્ય આત્મા હોવાને કારણે દેશના વિવિધ વિસ્તારોમાં વિવિધ રીતે તેમને સ્મૃતિ સજીવન કરવામાં આવી છે. જ્યાં જ્યાં તેમના દર્શન થયા છે. ત્યાં ત્યાં તેમના મંદિર બનાવામાં આવ્યા છે. દાંતા નજીકનાં લોટોલ ગામની ટેકરીઓ પર અને થરસરા નજીક ભરત્રી ગામે આવ્યો પ્રસંગ બન્યો હતો.

7/10
image

અમદાવાદના સોની બજારનો પ્રારંભ ગુરુ માણેકનાથજીની સમાધિ આસપાસના વિસ્તારોમાં જ શરૂ કરવામાં જ આવ્યો તથા દેશની સૌથી પ્રાચિન શેરબજારની ઇમારત માણેકચોક વિસ્તારમાં જ બાંધવામાં આવી હતી. ખરેખર તો માણેકચોક શહેરનુ મુખ્ય વેપાર અને વાણિજ્યનું કેન્દ્ર હતું. જ્યાં વિશાળ અનાજ બજાર, શાકભાજી બજાર, કાપડ બજાર, ધાતુ બજાર, તથા તમામ જથ્થાબંધ વસ્તુઓનું બજાર હતું. જેમાંથી મોટાભાગનું હજી પણ ત્યાં જ છે. ગુરુ માણેકનાથજીની સમાધિ આસપાસ જ બાદશાહ અને બેગમ તથા અન્ય શાહી સભ્યોની કબરો પણ માણેકનાથજીની સમાધિની આસપાસ છે. આજે અમદાવાદના 600 વર્ષ પછી પણ મોટા ભાગના શ્રદ્ધાળુઓ માની રહ્યા છે. અને દેશ વિદેશથી લોકો દર્શન કરવા માટે આવે છે.  

8/10
image

9/10
image

10/10
image