Agriculture Idea: ખેતરમાં લગાવો 'રૂપિયાનું ઝાડ', ફક્ત 5 વર્ષમાં કરોડપતિ બનાવી દેશે આ ઝાડ

Eucalyptus Farming: યૂકેલિપ્ટસ (નીલગિરી) ની ખેતીમાં ખર્ચ ઓછો અને નફો વધારે છે. તેને ઉત્તર પ્રદેશ અને બિહારમાં સફેદા પણ કહેવામાં આવે છે. યૂકેલિપ્ટસ (નીલગિરી) નું એક ઝાડ તૈયાર થયા બાદ લગભગ 400 કિલોગ્રામ લાકડું મળે છે. બજારમાં આ લાકડાની કિંમત 7 રૂપિયા પ્રતિ કિલો સુધી છે. જો એક હેક્ટરમાં 3000 ઝાડને લગાવવામાં આવે તો તેનાથી 6 થી 7 વર્ષમાં 72 લાખ રૂપિયાની કમાણી કરી શકો છો. 

ઓછા ખર્ચમાં વધુ નફો

1/5
image

ભારતમાં આમ તો કૃષિ ક્ષેત્રમાં ઘણી બધી સંભાવનાઓ હાજર છે, પરંતુ કેટલી એવી ખેતી પણ છે જેના માધ્યમથી ઓછા ખર્ચમાં વધુ નફો કમાઇને અમીર બની શકાય છે. યૂકેલિપ્ટસ (નીલગિરી) ની ખેતીમાં ઓછા ખર્ચમાં વધુ નફો મળે છે. ઉત્તર પ્રદેશ અને બિહારમાં તેને સફેદા પણ કહેવામાં આવે છે. તે મુખ્યત્વે ઓસ્ટ્રેલિયન પ્રજાતિના વૃક્ષ છે. યુપી, પંજાબ, ઉત્તરાખંડ, હરિયાણા, આંધ્રપ્રદેશ, તમિલનાડુ, કર્ણાટક, મહારાષ્ટ્ર, ગોવા, ગુજરાત, મધ્યપ્રદેશ અને પશ્ચિમ બંગાળમાં તેની મોટા પાયે ખેતી થાય છે.

100 ગણો નફો

2/5
image

નીલગિરી (યૂકેલિપ્ટસ) નો છોડ 3 થી 5 રૂપિયામાં મળે છે. આ છોડને સંપૂર્ણ પરિપક્વ થવામાં 5 થી 8 વર્ષનો સમય લાગે છે. તેની ખેતી કરીને ખેડૂતો ખૂબ જ ઝડપથી સમૃદ્ધ બની શકે છે. તેને મની ટ્રી પણ કહેવામાં આવે છે. આ માટે કોઈ ખાસ વાતાવરણની જરૂર નથી. આ ગમે ત્યાં ઉગાડી શકાય છે. એક ઝાડમાંથી લગભગ 400 કિલો લાકડું મળે છે, જેની બજાર કિંમત 30,000 રૂપિયા સુધીની છે. આ રીતે તમે સમજી શકો છો કે ઓછા સમયમાં તમે નીલગિરીની ખેતીથી ખર્ચ કરતાં 100 ગણો નફો કમાઈ શકો છો.

રૂપિયાનું ઝાડ છે યૂકેલિપ્ટસ

3/5
image

નીલગિરી (યૂકેલિપ્ટસ) નો ઉપયોગ હાલમાં પ્લાઇવુડ ઉદ્યોગમાં સૌથી વધુ કરવામાં આવી રહ્યું છે. આ સાથે જ ફર્નીચર, ફળોની પેટીઓ, ઇંધણના રૂપમાં કરવામાં આવે છે. આ ઝાડ 5-7 વર્ષમાં તૈયાર થવા લાગે છે. નીલગિરી (યૂકેલિપ્ટસ) ના એક ઝાડ પરથે તૈયાર બાદ લગભગ 400 કિલોગ્રામ લાકડું મળે છે. બજારમાં આ લાકડાનું મૂલ્ય 7 રૂપિયા પ્રતિ કિલો સુધી છે. જો એક હેક્ટરમાં 3000 ઝાડને લગાવવામાં આવે તો તેનાથી 6 થી 7 વર્ષમાં 72 લાખ રૂપિયાની કમાણી થઇ શકે છે. કેટલાક લોકો એક હેક્ટરમાં 4000 ઝાડ લગાવે છે જેનાથી તેમની કમાણી એક કરોડ રૂપિયા સુધી થઇ શકે છે. 

કેવી રીતે કરશો ખેતી?

4/5
image

નીલગિરી (યૂકેલિપ્ટસ) ની ખેતી કરવી ખૂબ જ સરળ છે. નર્સરી તૈયાર કર્યા બાદ તેને જુલાઇ-ઓગસ્ટમાં ખેતરોમાં લગાવવામાં આવે છે. આ ઝાડના પત્તાથી માંડીને મૂળિયાની ડિમાંડ પણ ખૂબ રહે છે. સામાન્ય રીતે એક ઝાડની ઉંચાર 80 મીટર સુધી હોય છે. તો બીજી તરફ બે ઝાડ વચ્ચે દોઢ મીટરનું અંતર રાખવાની સલાહ આપવામાં આવે છે. 1 હેક્ટર ક્ષેત્રફળમાં નીલગિરી (યૂકેલિપ્ટસ) ના 3000 છોડ લગાવવામાં આવી શકે છે. આમ તો નીલગિરી (યૂકેલિપ્ટસ) કુલ 6 પ્રજાતિઓ ભારતમાં ઉગાડવામાં આવે છે. નીલગિરી (યૂકેલિપ્ટસ) ને ઉગાડવામાં કોઇ ખાસ ખર્ચ આવતો નથી. તેના માટે કાળી, કાળી, રેતાળ, લોમી અને ઉજ્જડ જેવી તમામ પ્રકારની જમીન યોગ્ય ગણવામાં આવે છે.

નીલગિરીની ડિમાન્ડ

5/5
image

ભારતમાં નીલગિરી (યૂકેલિપ્ટસ) ની ડિમાન્ડ વધતી જાય છે. વધતી જતી જનસંખ્યા અને તેના માટે તૈયાર થઇ રહેલા ઘરોના ફર્નીચરની સાથે સાથે પ્લાયવુડની ડિમાન્ડ વધી રહી છે. દેશ્માઅં 2500 થી વધુ પ્લાયવુડની ફેક્ટરી ચાલી રહી છે. આ ફેક્ટરીમાં હજારો ક્વિંટન લાકડું ખરીદવામાં આવે છે. આ ફેક્ટરીઓમાં પ્લાઇવુડ બોર્ડ અને દરવાજાને તૈયાર કરવામાં આવે છે.