18 વર્ષ બાદ રાહુ-શુક્ર આવશે એકસાથે, આ રાશિઓની ગુલાંટી મારશે કિસ્મત, ધન સંપત્તિમાં થશે વધારો

Venus Transit March 2024 : જ્યોતિષ ગણનાઓ અનુસાર, માર્ચ મહિનામાં શુક્ર ગ્રહ 2 વાર પોતાની રાશિ બદલાશે અને 31 માર્ચના રોજ રાહુ સાથે મીન રાશિમાં બિરાજમાન થશે, જેથી કેટલીક રાશિઓને લાભ થશે. 

ભૌતિક સુખ સંપદામાં વધારો થશે

1/4
image

Rahu-Shukra Yuti March 2024: વૈદિક જ્યોતિષ શાસ્ત્રના અનુસાર તમામ ગ્રહ એક નિશ્વિત સમયગાળા બાદ રાશિ પરિવર્તન કરે છે. માર્ચ મહિનામાં સૂર્ય, મંગળ, બુધ અને શુક્ર સહિત 4 મોટા ગ્રહ રાશિ પરિવર્તન કરવા જઇ રહ્યા છે. ગ્રહોના ઉથલ પાથલથી ઘણા શુભ સંયોગનું નિર્માણ થશે. માર્ચ મહિનાના અંતમાં 31 માર્ચના રોજ ધન-વૈભવના દાતા શુક્ર મીન રાશિમાં પ્રવેશ કરશે, જ્યાં પહેલાંથી જ માયાવી ગ્રહ રાહુ બિરાજમાન છે. મીન રાશિમાં શુક્ર અને રાહુની યુતિથી કેટલીક રાશિઓને જોરદાર લાભ થશે. નોકરી-વ્યવસાયમાં પ્રગતિના યોગ બનશે. કાર્યોમાં વિઘ્નો દૂર થશે અને ભૌતિક સુખ સંપદામાં વધારો થશે.  

કર્કઃ

2/4
image

કર્ક રાશિના જાતકોને રાહુ અને શુક્રના સંયોગથી ઘણો ફાયદો થશે. નોકરી અને વ્યવસાયમાં પ્રગતિ થશે. વેપારની સ્થિતિ મજબૂત રહેશે. લાંબા સમયથી અટકેલા કામ સફળ થશે. વિદેશ પ્રવાસની તક મળશે. પારિવારિક જીવનમાં ખુશીઓ આવશે. ભૌતિક સુખ-સુવિધાઓમાં જીવન જીવશે.

કન્યાઃ

3/4
image

પ્રેમ સંબંધોમાં મધુરતા રહેશે. વૈવાહિક જીવનની સમસ્યાઓ દૂર થશે. તમને તમારા જીવનસાથી તરફથી સહયોગ મળશે. વેપારમાં આર્થિક લાભ થશે. આકર્ષણનું કેન્દ્ર રહેશે. નોકરી અને વ્યવસાય માટે વાતાવરણ અનુકૂળ રહેશે. કરિયરમાં નવી સિદ્ધિઓ પ્રાપ્ત થશે.  

કુંભ:

4/4
image

આવકમાં વધારો થવાની સંભાવના રહેશે. વાણીમાં મધુરતા રહેશે. તમને પૈતૃક સંપત્તિ મળી શકે છે. ઓફિસમાં નવી ઓળખાણ થશે. કાર્યોની પ્રશંસા થશે. બહાદુરી ફળ આપશે. નોકરી-ધંધામાં પ્રગતિ થશે. વિવાહિત જીવનમાં આનંદનું વાતાવરણ રહેશે.