Ahmedabad Property: અમદાવાદના પોશ વિસ્તારમાં માત્ર 6 લાખમાં 1.5 BHK, સગવડો એવી કે મોંઘાદાટ ફ્લેટોને આંટી મારે, વિગતો જાણો

ઔડા દ્વારા ચાંદખેડા વિસ્તારમાં સત્યમેવ હોસ્પિટલ રોડ પર 38123 ચોરસ મીટર જગ્યામાં સાત માળની અયોધ્યાનગરી આવાસ યોજના બનાવવામાં આવી છે. આ યોજના હેઠળ સાત બ્લોકમાં 1120 જેટલા મકાનો તૈયાર કરાયા છે. 
 

1/5
image

પીએમ મોદીનો કાર્યક્રમ 15 સપ્ટેમ્બર

2/5
image

સાંજે અમદાવાદમાં આગમન, સાંજે 4.30 કલાકે વડસર એરફોર્સ સ્ટેશનની મુલાકાત, એરફોર્સ સ્ટેશનના નવા ઓપરેશન, કોમ્પલેક્સની વિઝિટ, સાંજે છ વાગ્યે રાજભવન જશે PM, રાત્રે રાજભવન ખાતે રોકાણ અને બેઠકનું આયોજન છે.   

16 સપ્ટેમ્બરનો કાર્યક્રમ

3/5
image

સવારે 10 વાગ્યે મહાત્મા મંદિરમાં કાર્યક્રમમાં હાજરી, ગ્લોબલ રી-ઈન્વેસ્ટ રિન્યૂએબલ એનર્જીમાં ભાગ લેશે PM, બપોરે 12 વાગ્યે રાજભવન પરત ફરશે, બપોરે 1.30 વાગ્યે ગાંધીનગરના સેક્ટર 1 મેટ્રો સ્ટેશનની મુલાકાત, ગાંધીનગર મેટ્રો સ્ટેશનથી GIFT સિટી સુધીની મુસાફરી, બપોરે 3.30 વાગ્યે અમદાવાદના GMDC ખાતે ભાજપ કાર્યકર સંમેલનમાં હાજરી આપશે, વિકાસ કાર્યોનું લોકાર્પણ કરશે. સાંજે 6 વાગ્યે રાજભવન પર ફરશે અને રાત્રિ રોકાણ કરશે

આવાસ યોજનાના મકાનોનું લોકાર્પણ

4/5
image

સામાન્ય માણસો માટે ઝડપથી વિકસી રહેલા એવા બોપલ, ચાંદખેડા, ગોતા જેવા વિસ્તારોમાં મકાન લેવા એક સપના જેવું બની જાય છે. ત્યારે તમને જો આવા કોઈ વિસ્તારમાં માત્ર 6 લાખ રૂપિયામાં 1.5 BHK મકાન મળે તે કેવું મજાનું કહેવાય. બિલકુલ સાચી વાત છે. કારણ કે ઔડા દ્વારા ચાંદખેડા વિસ્તારમાં સત્યમેવ હોસ્પિટલ રોડ પર 38123 ચોરસ મીટર જગ્યામાં સાત માળની અયોધ્યાનગરી આવાસ યોજના બનાવવામાં આવી છે. આ યોજના હેઠળ સાત બ્લોકમાં 1120 જેટલા મકાનો તૈયાર કરાયા છે. 

ઓછા ભાવે સપનાનું ઘર

5/5
image

જે મકાન બનાવવામાં આવ્યા છે તેમાં ડ્રોઈંગ રૂમ, બેડરૂમ, કિચન, સ્ટડી રૂમ અને એક વોશ રૂમ એટલે કે ટોઈલેટની ફેસિલીટી છે. દરેક બ્લોકમાં બે લિફ્ટ, ગ્રીન એરિયા, બાળકોના રમવા માટે બગીચો અને આંગણવાડીની પણ સુવિધા ઔડા દ્વારા આપવામાં આવી છે. યોજના માટે 2021માં ફોર્મ બહાર પડ્યા હતા. ખાતમુહૂર્ત પણ ત્યારે થયું હતું. એક લાખથી વધુ લોકોએ ફોર્મ ભર્યા હતા અને 2022માં લકી ડ્રો થયો ત્યારબાદ 1120 લોકોને મકાન ફાળવવાની પ્રક્રિયા થઈ હતી. હવે આ મકાનોનું લોકાર્પણ થશે અને ત્યારબાદ જેમને લકી ડ્રોમાં મળ્યા છે તેમને મકાનની ચાવી પણ આપી દેવાશે.