Photos : ગુજરાતના આ પ્રખ્યાત ધોધ પાસે બની રહ્યો એડવેન્ચર પાર્ક, મુસાફરોની લાગશે લાંબી લાઈન

નર્મદા જિલ્લામાં સરદાર સરોવર પાસે બનેલું સ્ટેચ્યુ ઓફ યુનિટી આજે દેશ જ નહીં દુનિયા માટે આકર્ષણનું કેન્દ્ર છે. ત્યારે તંત્ર ત્યાં પ્રવાસીઓ માટે વધુને વધુ આકર્ષણ ઉભા કરવાની તૈયારી કરી રહ્યું છે. સ્ટેચ્યુ પાસે આવેલ ઝરવાણીના ધોધ પાસે વિવિધ આકર્ષણ મૂકાવાની તૈયારીઓ ચાલી રહી છે. ઝરવાણી તરફ જતા મુખ્ય રસ્તા અને ચેકડેમ પાસે પ્રવાસીઓને હવે વધુ એક એડવેન્ચર એક્સપિરિયન્સ મળી રહેશે.

જયેશ દોશી/નર્મદા :નર્મદા જિલ્લામાં સરદાર સરોવર પાસે બનેલું સ્ટેચ્યુ ઓફ યુનિટી આજે દેશ જ નહીં દુનિયા માટે આકર્ષણનું કેન્દ્ર છે. ત્યારે તંત્ર ત્યાં પ્રવાસીઓ માટે વધુને વધુ આકર્ષણ ઉભા કરવાની તૈયારી કરી રહ્યું છે. સ્ટેચ્યુ પાસે આવેલ ઝરવાણીના ધોધ પાસે વિવિધ આકર્ષણ મૂકાવાની તૈયારીઓ ચાલી રહી છે. ઝરવાણી તરફ જતા મુખ્ય રસ્તા અને ચેકડેમ પાસે પ્રવાસીઓને હવે વધુ એક એડવેન્ચર એક્સપિરિયન્સ મળી રહેશે.

1/3
image

સ્ટેટ્યુ ઓફ યુનિટીની નજીક સાતપુડાના જંગલોની મધ્યમાં સુંદર ઝરવાણીનો ધોધ આવેલો છે. પહાડીઓથી ઘેરાયેલી આ જગ્યા એડવેન્ચર એક્ટીવિટી માટે યોગ્ય છે. ત્યારે તંત્ર પ્રવાસીઓ માટે પેરાગ્લાઈડિંગ, બંજી જમ્પિંગ, રોક ક્લાઈમ્બિંગ, હાઈ જમ્પિંગ સહિતની એડવેન્ચર એક્ટિવિટી વિકસાવવાની તૈયારીમાં છે. સાથે જ વિવિધ ફૂડ કોર્ટ પણ ઉભા કરવામાં આવશે. આ એક્ટિવિટી ચાલુ વર્ષમાં ચોમાસા પહેલા શરૂ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. તંત્ર પ્રવાસીઓની સુરક્ષા માટેની તમામ બાબતો પર ધ્યાન આપવામાં આવ્યું છે. 

2/3
image

આગામી 15 જૂન પહેલા આ તમામ સુવિધા શરૂ કરી દેવાશે. કેમકે આગામી ચોમાસામાં પ્રવાસીઓને આ મોજ માણી શકાય તેવું વનવિભાગનું આયોજન છે. આ અંગે રેન્જ ફોરેસ્ટ ઓફિસર વિરેન્દ્રસિંહ ધરીયાએ જણાવ્યું કે, ઝરવાણી વોટર ફોલને એકદમ અદભુત આકર્ષણ બનાવવાનું છે. જે આ ચોમાસુ શરૂ થતાં પહેલાં ચાલુ કરી દેવાશે. અહીં સેફ્ટી કીટ અને સ્પેશિયલ કોચ પણ હાજર રહેશે. 

3/3
image

આ પ્રકારની એક્ટિવિટીને વિકસાવવાથી સ્થાનિક આદિવાસીઓ માટે રોજગારીની તક ઉભી થશે. જેમાં એક સમિતિ બનાવવા આવશે. તેમાં સ્થાનિક ગામોના યુવાનોને વન વિભાગ દ્વારા તાલીમ આપવામાં આવશે. જે આ એડવેન્ચર એક્ટિવિટીમાં મદદરૂપ થશે. સાથે ફૂડકોર્ટ પણ સ્થાનિકોને આપવામાં આવશે. એટલું જ નહિ, આ વિસ્તારમાં ઉગતી કુદરતી વનસ્પતિઓ દ્વારા ખાસ પ્રકારના મસાજ પણ આદિવાસીઓ દ્વારા જ કરવામાં આવે તેવી વ્યવસ્થા પણ સહેલાણીઓ માટે ઉભી કરાશે. સમગ્ર સંચાલન સ્થાનિક આદિવાસીઓ દ્વારા કરાશે. સ્ટેચ્યુ ઓફ યુનિટીની પાસેના જંગલોમાં એક ઝૂ પણ તૈયાર થઈ રહ્યું છે. ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી આવનાર પ્રવાસીઓ જંગલ, પ્રાણીઓ અને એડવેન્ચર એક્ટિવિટીની એકસાથે મઝા માણી શકશે.