ટાઈટેનિક સાથે જોડાયેલું નવું રહસ્ય, કેટ વિન્સલેટે 27 વર્ષ બાદ શેર કર્યું સિક્રેટ

Kate Winslet Reveals Anecdote About Titanic: કેટ વિન્સલેટ અને લિયોનાર્ડો ડિકૈપ્રિયોની આઈકોનિક ફિલ્મ ટાઈટેનિક 27 વર્ષ પહેલા રિલીઝ થઈ હતી. આ ફિલ્મે તે સમયે બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી દીધી હતી. ફિલ્મે જબરદસ્ત કમાણી કરી હતી. આજે પણ આ ફિલ્મને બહુ જ પસંદ કરવામાં આવે છે. આજે પણ ફિલ્મમમાં કેટ વિન્સલેટ અને લિયોનાર્ડોના પાત્રને લોકો પસંદ કરે છે. ફિલ્મ સાથે જોડાયેલા અનેક કિસ્સા છે, જે સમય સમય પર ફિલ્મ કલાકારો શેર કરતા રહેતા. હાલમાં જ ફિલ્મમાં રોઝનું પાત્ર ભજવનાર કેટ વિન્સલેટે ફિલ્મ સાથે જોડાયેલો મજેદાર કિસ્સો શેર કર્યો છે. જે લિયોનાર્ડ સાથે જોડાયેલો છે. 

1997 ની આઈકોનિક ફિલ્મ ટાઈટેનિક

1/4
image

1997 ની આઈકોનિક ફિલ્મ ટાઈકનિક એક હિસ્ટોરિકલ રોમાન્ટિક ડ્રામા છે. જેની કહાની સત્ય ઘટના પર આધારિત છે. જોકે, ફિલ્મમાં રોાન્સનો તડકો લગાવવામાં આવ્યો છે, જેનાથી તે વધુ આઈકોનિક બની હતી. આ ફિલ્મમાં બે લોકોના વચ્ચેનો અદભૂત પ્રેમ બતાવાયો છે. જેમની મુલાકાત ટાઈટેનિક જહાજ પર થાય છે, અંતે આ જહાજ ડૂબી જાય છે. ફિલ્મમાં લિયોનાર્ડો ડિકૈપ્રિયો અને કેટ વિન્સલેટની કેમેસ્ટ્રીએ દર્શકોનું દિલ જીતી લીધું હતું. ફિલ્મના સીન અને મ્યૂઝિક દર્શકોને બહુ જ પસંદ આવ્યા હતા. ફિલ્મે અનેક એવોર્ડ જીત્યા અને તે ખરા અર્થમાં આઈકોનિક ફિલ્મ બની ગઈ.

માઈલસ્ટોન સાબિત થઈ

2/4
image

આ ફિલ્મની કહાની આજે પણ લોકોના જીભે ચર્ચાતી રહે છે. ત્યારે કેટ વિન્સલેટે ફિલ્મ સાથે જોડાયેલો મજેદાર કિસ્સો શેર કર્યો. જે લિયોનાર્ડો ડિકૈપ્રિયો સાથે જોડાયેલો છે. કેટે પોતાના હાલના જ એક ઈન્ટરવ્યૂમાં દાવો કર્યો કે, ટાઈટેનિકના ફેમસ દરવાજાવાળા સીનમાં દરવાજો અસલમાં દરવાજો જ ન હતો. કેટ એ સીન વિશે વાત કરી રહી છે, જેમાં આખરે આખું જહાજ ડૂબી જાય છે. લિયોનાર્ડો ડિકૈપ્રિયો કેટને પાણીમાં એક દરવાજા પર બેસાડ છે, અને પોતે ડૂબી જાય છે.   

કેટ વિન્સલેટે શેર કર્યો કિસ્સો

3/4
image

હાલમાં જ ઓસ્ટ્રેલિયન શો ધ પ્રોજેક્ટમાં પોતાની બાયોપિક લીનું પ્રમોશન કરતા સમયે કેટ વિન્સલેટે ટાઈટેનિક સાથે જોડાયેલો રસપ્રદ કિસ્સો શેર કર્યો. તેમણે જણાવ્યું કે, લોકો પાણીમાં તરતા દરવાજાને હકીકતનો દરવાજો સમજી રહ્યા હતા. પરંતું તે એક જહાજની રેલિંગનો તૂટેલો ભાગ હતો. લોકો માટે હંમેશા આ દરવાજો ચર્ચાનો વિષય રહ્યો હતો, એટલે આખરે કેટ વિન્સલેટે તેનો જવાબ આપી દીધો હતો.  

આજ સુધી લોકો આ હકીકતથી અજાણ હતા 

4/4
image

ઈન્ટરવ્યુ દરમિયાન કેટે જણાવ્યું કે તેને ઘણી વખત આ સવાલ પૂછવામાં આવ્યો હતો અને તે જોઈને આશ્ચર્યચકિત થઈ ગઈ હતી કે અત્યાર સુધી લોકો તેને દરવાજો માનતા હતા. પરંતુ તે દરવાજો ન હતો, પરંતુ વહાણનો એક ભાગ હતો. ઓસ્કાર વિજેતાએ કહ્યું, 'મેં વિચાર્યું, આ જ ટાઇટેનિક પ્રશ્ન છે અને આગલી વખતે તેઓ મને દરવાજા વિશે પૂછશે'. હું આ પહેલેથી જાણતો હતો. પરંતુ, હું માત્ર એટલું કહેવા માંગુ છું કે લોકો તેને હંમેશા દરવાજો કહે છે, જ્યારે વાસ્તવમાં તે દરવાજો નહોતો. આ ફિલ્મે તે સમયે બોક્સ ઓફિસ પર ઘણી કમાણી કરી હતી અને તેને ઘણી પસંદ પણ કરવામાં આવી હતી.