ગુજરાતીઓ માટે સૌથી મોટું એલર્ટ! સામે આવી લોકો ત્રાહિમામ પોકારી જાય તેવી આગાહી

Gujarat Weather Forecast: ગુજરાતમાં ધીમે ધીમે ગરમી વધી રહી છે. રાજ્યમાં ધીમે ધીમે ગરમીની શરૂઆત થઈ ગઈ છે. સોમવારે ગુજરાતના 10 શહેરોમાં મહત્તમ તાપમાન 37 ડિગ્રી અને તેથી વધુ નોંધાયું છે. તો 39.1 ડિગ્રી સાથે રાજકોટ સૌથી વધુ ગરમ રહ્યું છે. 10 શહેરોનું તાપમાન 37 ડિગ્રી તાપમાન નોંધાયું છે. તો 39.1 ડિગ્રી સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર બન્યું છે. માર્ચ પુરો થતા થતા તો ગુજરાતીઓ ગરમીથી ત્રાહિમામ પોકારી જશે તેવી આગાહી સામે આવી રહી છે. આજે હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે, રાજ્યમાં હિટવેવની પણ આગાહી કરવામાં આવી છે.

1/7
image

ગુજરાતના લોકો આકરી ગરમી માટે તૈયાર રહે. માર્ચ મહિનાના અંત સુધીમાં કાળઝાળ ગરમી પડશે. માર્ચના અંત સુધીમાં તાપમાન 40 ડિગ્રીએ પહોંચવાની સંભાવના છે. દક્ષિણ ગુજરાતમાં પૂર્વ દિશાથી પવન ફૂંકાઈ રહ્યા છે. હાલ અમદાવાદનું તાપમાન 36.1 ડિગ્રી નોંધાયું છે. ત્યારે ગુજરાતમાં પાંચ દિવસમાં તાપમાનમાં વધારો થશે કે ઘટાડો? આવનારા પાંચ દિવસમાં મોટાભાગના વિસ્તારોમાં ક્યાં કેવી રહેશે સ્થિતિ તે અમે તમને જણાવીશું..

2/7
image

આગામી પાંચ દિવસમાં સોરાષ્ટ્ર-કચ્છના કોસ્ટલ વિસ્તારમાં ગરમી અને ભેજના કારણે ડિસકમ્ફર્ટ જેવી પરિસ્થિતિ રહી શકે છે.  આગામી પાંચ દિવસમાં કંડલા અને પોરબંદરમાં હિટવેવની શક્યતા છે. હાલ પોરબંદરમાં તાપમાન 38 ડિગ્રી નોંધાયુ છે. જ્યારે કંડલામાં 37 ડિગ્રી તાપમાન નોંધાયુ છે. અહીં હીટવેવની સાથે આગામી પાંચ દિવસમાં એકથી બે ડિગ્રી તાપમાન વધી શકે છે. અહીં ગરમ પવનો ફૂંકાવવાની આગાહી છે.

માર્ચના અંતમાં 40 ડિગ્રી સુધી તાપમાન જશે

3/7
image

દર વર્ષે માર્ચ મહિનાની શરૂઆતથી ઉનાળાની શરૂઆત થઈ જતી હોય છે, પરંતુ આ વર્ષે અગાઉના વર્ષની તુલનામાં માર્ચ મહિનાનું સામાન્ય તાપમાન ઓછું રહ્યું છે. માર્ચ મહિનાની શરૂઆતમાં કમોસમી વરસાદને કારણે તાપમાનમાં ઘટાડો થયો હતો, પરંતુ આ મહિનાના બીજા સપ્તાહથી જ તાપમાનથી ગુજરાતવાસીઓને ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી માર્ચ મહિનાના અંત સુધીમાં તાપમાનનો પારો 40 ડિગ્રી સુધી પહોંચે એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

4/7
image

નોંધનીય છે કે, ભારતીય હવામાન વિભાગ પ્રમાણે, જ્યારે મેદાનોમાં મહત્તમ તાપમાન 40 °C અને પર્વતીય પ્રદેશોમાં 30 °C સુધી પહોંચે છે ત્યારે ગરમીનું મોજું શરૂ થાય છે. જો તાપમાન 47 ° સે સુધી પહોંચે છે, તો તેને ગંભીર હીટ સ્ટ્રોક તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં, જ્યારે તાપમાન 37 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચે છે, ત્યારે ગરમીનું મોજું શરૂ થાય છે.

અંબાલાલ પટેલની વરસાદની આગાહી

5/7
image

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરા સાથે કમોસમી વરસાદ થવાની પણ આગાહી કરી છે.  હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે. તારીખ 19થી 24 દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં વાદળો ઘેરાઈ શકે છે. કેટલાક ભાગોમાં તા. 26 માર્ચ સુધી વાદળછાયું વાતાવરણ રહી શકે છે. આ સાથે તેમણે જણાવ્યુ કે, પશ્ચિમી સૌરાષ્ટ્રના દરિયા કિનારાના ભાગોમાં પવન વધુ રહેશે. કચ્છના ભાગોમાં પવન વધુ રહે અને વાદળ રહેવાની શક્યતા છે. આ દરમિયાન દરિયાકિનારાના કેટલાક ભાગોમાં પણ પવન સાથે ક્યાંક ક્યાંક હળવો વરસાદ પડી શકે.

વધુ એકવાર વરસાદની આગાહી

6/7
image

આગાહીકાર અંબાલાલ પટેલે વધુમાં કહ્યું કે, દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહેશે. પંરતું 17 થી 20 માર્ચમાં ફરી એકવાર હવામાન પલટાશે. 17 થી 20 માર્ચે કેટલાક વિસ્તારોમાં વાદળ ઘેરાશે. જો કે આ સમયે મહત્તમ તાપમાના 40 થી 41 ડિગ્રી રહેવાની શક્યતા છે. પૂર્વ ગુજરાતના ભાગોમાં હળવો વરસાદ પડી ભેજ આવવાની શક્યતા છે.   

7/7
image

એટલુ જ નહિ, હોળીના દિવસે વાદળવાયુ વાતાવરણ રહેશે. આ દિવસોમાં ઉત્તર ગુજરાત, મધ્ય અને પૂર્વ ગુજરાતના ભાગોમાં વાદળવાયુ અને પવન રહેવાની શક્યતા છે. આ સમયે બંગાળાના ઉપસગારમાં હાલચલ રહેવાની શક્યતા છે. અરબી સમુદ્રના ભેજના કારણે ગુજરાતમાં વાદળવાયુ જણાશે. કેટલાક વિસ્તારોમાં બેવડી ઋતુ જણાશે.