ભયાનક છે અંબાલાલની આ આગાહી! શુક્રનું ભ્રમણ જોતા ગુજરાતીઓને આપી મોટી ચેતવણી, હવે લોકો હલવાયા!
Ambalal Patel Prediction: રાજ્યમાં વરસાદી કહેરથી જળબંબાકાર જેવી સ્થિતિ છે. હજુ પણ 24 રાજ્યોમાં ભારે વરસાદનું અલર્ટ છે. ત્યારે ગુજરાતના બે મોટા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે લોકો અને ખાસ કરીને ખેડૂતો માટે એક આગાહી કરી છે.
અંબાલાલ પટેલની આગાહી તમારી છાતીના પાટીયા બેસાડી દેશે. કારણકે, આ વખતે ગુજરાતમાં વિનાશક પૂરની આગાહી કરવામાં આવી છે. એવું પણ કહેવાય છેકે, અંબાલાલ પટેલની આગાહી ક્યારેય ખોટી નથી પડતી. તેથી સૌ કોઈને એજ વાતનો ડર છે. આજથી 14 ઓગસ્ટ સુધીમાં સારા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે થી અતિ ભારે વરસાદની સંભાવના પણ અંબાલાલે વ્યક્ત કરી છે. 15 ઓગસ્ટથી ગુજરાતમાં ફરીથી સારા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
અંબાલાલ પટેલે જણાવ્યું કે, હાલ દરેકે સતર્ક રહેવાની જરૂર છે. કારણકે, એક સાથે રાજ્યમાં બબ્બે વરસાદી સિસ્ટમો સક્રિય થઈ રહી છે. આ સ્થિતિ કંઈક નવાજૂની કરી શકે છે. ગુજરાતમાં આગામી દિવસોમાં ક્યા કેવો વરસાદ રહેશે તે અંગે પણ અંબાલાલ પટેલે મહત્ત્વની આગાહી કરી છે. તેમણે કહ્યું છેકે, હાલ ભલે થોડા દિવસથી વરસાદની તીવ્રતા ઘટી હોય પણ હજુ વરસાદનો ધુઆંધાર રાઉન્ડ બાકી છે. ગુજરાતમાં આગામી 8 અને 9 ઓગસ્ટના રોજ સુરત, નવસારી વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની શક્યતા અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે.
અંબાલાલ પટેલની આગાહી
અંબાલાલ પટેલે આગાહી કરતા કહ્યું કે, 15 ઓગસ્ટથી રાજ્યમાં સારા વરસાદની શક્યતા છે. બંગાળ ઉપસાગરની સિસ્ટમ વધુ સક્રિય થશે. એટસ્મોફેરિંગ વેવ મજબૂત થતાં સિસ્ટમ સક્રિય થશે. દેશના ભાગોમાં ભારે વરસાદની શક્યતા રહેશે. ભારે વરસાદના લીધે પૂરની સ્થિતિ સંભવી શકે છે. 8થી 14 ઓગસ્ટ સુધીમાં સારા વરસાદની શક્યતા છે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે.
અંબાલાલ પટેલે જણાવ્યું કે, ગુજરાતમાં સપ્ટેમ્બર મહિનો ભારેથી અતિભારે રહેશે. ઓગસ્ટ માસમાં મધ્યમ અસરની ખોટ સપ્ટેમ્બરમાં પુરાવાનો અનુમાન વ્યક્ત કર્યો છે. 15 ઓગસ્ટથી રાજ્યમાં સારા વરસાદની શક્યતા છે. બંગાળ ઉપસાગરની સિસ્ટમ વધુ સક્રિય થશે. એટસ્મોફિયરીંગ વેવ મજબૂત થતાં સિસ્ટમ સક્રિય થશે. દેશના ભાગોમાં ભારે વરસાદની શક્યતા રહેશે. ભારે વરસાદના લીધે પૂરની સ્થિતિ સંભવી શકે છે. 8થી 14 ઓગસ્ટ સુધીમાં દેશભરમાં સારા વરસાદની શક્યતા છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે.
અંબાલાલ પટેલે કહ્યું કે આગામી 14 ઓગસ્ટ સુધી રાજ્યમાં વરસાદી ઝાપટા પડશે. દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદી ઝાપટા પડશે. આ સમયે મહારાષ્ટ્રમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. ત્યાર બાદ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થશે. 16થી 24 ઓગસ્ટમાં રાજ્યમાં સારા વરસાદ થવાની શક્યતા છે. દક્ષિણ ગુજરાત અને દક્ષિણ તેમજ પશ્ચિમ સૌરાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે.
અંબાલાલ પટેલ ન માત્ર વરસાદની આગાહી કરતા હોય છે, પરંતું સાથે જ તેઓ ખેડૂતોને પણ હવામાન લક્ષી સલાહ આપતા હોય છે. ખેડૂતો માટે તેમની આ સલાહ સો ટચ સોના જેવી સાબિત થઈ છે. આવામાં તેમણે ખેડૂતોને મોટી સલાહ આપી છે. ખેડૂતો માટે અંબાલાલ પટેલે કહ્યું કે, શુક્ર ગ્રહનું ભ્રમણ જોતા ઉભા કૃષિ પાકોમાં રોગ આવવાની શક્યતા છે. બાગાયતી પાકોમાં કીટના ઈંડા થાય એવી શક્યતા, જેથી આવા પાંદડાઓનું નાશ કરવો હિતાવહ છે. જો ખેડૂતોએ જંતુનાશક વાપરવું ન હોય તો ટ્રાઈકોકાર્ડ ભરાવવા સારા. 30 ઓગસ્ટે રાજસ્થાન અને ગુજરાતમાં હળવા ભારે વરસાદ પડશે.
પરેશ ગોસ્વામીની આગાહી
હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ પોતાની સોશિયલ મીડિયાની ચેનલ પર આપેલી લેટેસ્ટ માહિતીમાં જણાવ્યુ છે કે, હાલ ગુજરાત પર કોઇ વરસાદી સિસ્ટમ સક્રિય નથી. પરંતુ ભેજને કારણે રાજ્યના કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળે ઝાપટાં થઇ શકે છે. છેલ્લા કેટલાક દિવસોથી સૌરાષ્ટ્ર સહિત અનેક વિસ્તારોમાં ઝાપટાં પડી રહ્યા છે. પરંતુ હવે આ ઝાપટાંની તીવ્રતા, સંખ્યા અને વિસ્તારોમાં પણ ઘટાડો નોંધાશે. ખેતીકામમાં અડચણરૂપ થાય તેવા ઝાપટાં પડવાની હાલ કોઇ શક્યતા નથી.
રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું કે, રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. ઉત્તર ગુજરાતમાં આજે ભારે વરસાદની આગાહી છે. આજે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગરમાં ભારે વરસાદની આગાહી છે. આવતીકાલે પણ ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદનું યેલો અલર્ટ છે. રાજસ્થાન તરફથી આવતા વરસાદી ટ્રફના કારણે આગાહી છે. અમદાવાદ અને ગાંધીનગરમાં મધ્યમ વરસાદની આગાહી છે. માછીમારોને આગામી 5 દિવસ દરિયો ન ખેડવા સૂચના અપાઈ.
હવામાનની આગાહી
હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવના લેટેસ્ટ અપડેટ અનુસાર, રાજ્યમાં આગામી 7 દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી છે. રાજ્યમાં ભારે વરસાદની સંભાવના નહિવત છે. સમગ્ર રાજ્યમાં 5 દિવસ હળવા વરસાદની આગાહી છે.ઓફશૉર ટ્રફ સક્રિય હોવાથી મધ્યમ વરસાદની આગાહી છે. અત્યાર સુધી રાજ્યમાં સામાન્ય કરતા વધુ વરસાદ નોંધાયો છે. અત્યાર સુધી રાજ્યમાં 506 MM વરસાદ નોંધાયો છે. રાજ્યમાં સામાન્ય કરતા 15 ટકા વધુ વરસાદ નોંધાયો છે. આગામી પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે.
સામાન્ય માણસોની સાથોસાથ સરકારી તંત્રની ચિંતામાં પણ વધારો થાય તેવી આ એવી આગાહી છે. અંબાલાલ પટેલની આ આગાહીએ હાલ સૌ કોઈને હચમચાવી દીધાં છે. અંબાલાલ પટેલની આગાહી મુજબ ગુજરાત પર હાલ વિનાશક પૂરનું જોખમ તોળાઈ રહ્યું છે. હવામાન વિભાગે પણ ભારે વરસાદની આગાહી અને તોફાની બનેલા દરિયાને જોતા માછીમારોને દરિયો ન ખેડવા કહ્યું છે.
Trending Photos