માથેરાન હિલ સ્ટેશને ફરવા જવાનું વિચારો છો? તો પછી આ સુવિધાનો ખાસ લેજો લાભ

મહારાષ્ટ્રના ખુબ જ જાણીતા હિલ સ્ટેશનની યાદીમાં માથેરાન સામેલ છે. માથેરાન મહાબળેશ્વર અને પંચગીની મહારાષ્ટ્રના જાણીતા હિલ સ્ટેશન છે.

પ્રફુલ્લ પવાર, રાયગઢ: મહારાષ્ટ્રના ખુબ જ જાણીતા હિલ સ્ટેશનની યાદીમાં માથેરાન સામેલ છે. માથેરાન મહાબળેશ્વર અને પંચગીની મહારાષ્ટ્રના જાણીતા હિલ સ્ટેશન છે. જો માથેરાન જવાના હોવ તો તમારા માટે સારા સમાચાર છે. મુંબઈથી નેરળ સ્ટેશન જવા માટે મુખ્ય ટ્રાન્સપોર્ટ સુવિધા બાદ ત્યાંથી માથેરાન સુધી પહોંચવા માટે આ ટોય ટ્રેન કે પછી ખાનગી વાહન દ્વારા જવું પડે છે. 

1/4
image

2/4
image

માથેરાનમાં વધુને વધુ પ્રવાસીઓને આકર્ષવા માટે મધ્ય રેલવેએ આવા કોચ મિની ટ્રેનમાં શરૂ કર્યાં છે. 

3/4
image

આ ટ્રેનમાં એસી કોચની સુવિધાથી વડીલ વર્ગથી લઈને યુવાઓ ખુબ ખુશ છે. વૃદ્ધો આ પ્રકારના એસી કોચમાં મુસાફરી કરીને એક અલગ અનુભવ કરી રહ્યાં છે.

4/4
image

જ્યારે યુવા મિત્રોનું કહેવું છે કે આવા નવા એસી કોચની સુવિધા ખુબ સારી છે. સીટિંગ વ્યવસ્થા સારી છે અને ખુબ આરામદાયક છે.