ગીર જંગલમાં એનિવર્સરી ઉજવશે આમિર ખાન, પરિવાર સાથે પહોંચ્યા

આમીર ખાન પોતાની એનિવર્સરી મનાવા માટે સાસણ આવ્યા હોવાની શક્યતા છે

અજય શીલુ/પોરબંદર :અભિનેતા આમિર ખાન પોતાના પરિવાર સાથે આજે ગુજરાતમાં આવ્યા છે. તેઓ ગુજરાતના પ્રખ્યાત ગીર જંગલ (gir forest) ની મુલાકાત લે તેવી શક્યતા છે. ત્યારે તેઓ આજે પોરબંદર એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા. ત્યારે આમિર ખાન (Aamir Khan) પોતાની એનિવર્સરી સાસણમાં મનાવશે તેવું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. 
 

1/3
image

આમીરખાન પોતાના પરિવાર સાથે પ્રાઇવેટ પ્લેન મારફત પોરબંદર આવી પહોચ્યા હતા. જ્યાં તેઓ પોરબંદર એરપોર્ટ પર સ્પોટ થયા હતા.   

2/3
image

પોરબંદર એરપોર્ટ પર તેમણે ખાસ્સો સમય વિતાવ્યો હતો. સાથે જે તેમણે એરપોર્ટ પર લગાવેલ પેઈન્ટિંગ્સ નિહાળ્યા હતા.  તો સાથે જ આમિર અહી બિન્દાસ્ત સમય પસાર કરતા જોવા મળ્યા હતા.

3/3
image

એરપોર્ટથી તેઓ પરિવાર સાથે સાસણ જવા રવાના થયા હતા. આમિર ખાનને આગમનને પગલે એરપોર્ટ પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. આમીરખાન પોતાની એનિવર્સરી મનાવા માટે સાસણ ગયા હોવાની શક્યતા છે. ત્યારે તેઓ પરિવાર સાથે જંગલ સફારીનો પણ આનંદ માણે તેવી શક્યતા છે.