રાશિફળ 20 નવેમ્બર: આજનો દિવસ આ રાશિવાળા માટે રહેશે શુભ, દરેક ક્ષેત્રમાં મળી શકે છે સફળતા

નક્ષત્ર તેમની ચાલ દરેક સમયે બદલતા રહે છે. આ નક્ષત્રનો આપણા જીવન પર ઘણો પ્રભાવ પડે છે. જ્યોતિષ વિજ્ઞાન અનુસાર કયો ગ્રહ અને નક્ષત્ર તમારી કુંડળીના કયા ઘરમાં જઇ રહ્યો છે. તેના અનુસાર તમારું જીવન પ્રભાવિત થયા છે. ગ્રહોની રોજ બદલાતી ચાલના કારણે આપણો દિવસ દરરોજ અલગ હોય છે. ક્યારેક આપણને સફળતા મળે છે તો ક્યારેક દિવસ સામાન્ય પસાર થાય છે. આજનો તમારો દિવસ કેવો હશે તે જાણીએ આ રાશિફળમાં....

મેષ રાશિ

1/12
image

કોઇ મહત્વપૂર્ણ વ્યક્તિથી મુલાકાત થવાનો યોગ છે. અધિકારીઓથી સહયોગ મળશે. સમજદારીથી કામ લો. કામ પ્રત્યે તમારે એકાગ્રતા ભંગ ન થવા દો. ઓફિસમાં તમને કોઇ નવું કામ આપવામાં આવી શકે છે. પોતાની જાતને તૈયાર રાખો. પરિવારથી સંપૂર્ણ સમર્થન મળશે. યાત્રાનો પણ યોગ બની રહ્યો છે. કોઇ જૂના વિવાદમાં પણ સમાધાન થઇ શકે છે. સંતાન અને શિક્ષણ તરફ તમારૂ ધ્યાન રહશે.

વૃષભ રાશિ

2/12
image

કેટલીક નવી તક મળી શકે છે. તમારી યોજનાઓને સમર્થમ મળી શકે છે. બિઝનેસમાં સફળતા મળવાની સંપૂર્ણ સંભાવના છે. ભાગ્ય સાથ આપશે. સકારાત્મક રહો. તમે કંપનીનું કોઇ કામનું બજેટ પણ બનાવી શકો છો. પ્રેમીના પ્રતિ તમારી જવાબદારીઓ વધી શકે છે. શાંત રહો. નવા લોકોથી મુલાકાતથી સફળતા મળી શકે છે.

મિથુન રાશિ

3/12
image

એવા કામથી ફાયદો થશે જે લાંબા સમય સુધી ચાલશે. ઘણા પ્રકારના રોચક વિચાર અને યોજનાઓ આજે બની શકે છે. અપરણિત લોકોના લગ્ન પણ થઇ શકે છે. તમે બુદ્ધિ વડે તમારા કામ પુરા કરી શકો છો. આજે તમે પોતાને સાબિત કરીને બતાવશો. મિત્રો અને પરિવાર તરફ સહયોગ મળવાના યોગ છે. કોઇ સારા સમાચાર પ્રાપ્ત થઇ શકે છે. તમે ખુશ રહેશો. બેરોજગાર લોકો માટે આજે સારો દિવસ છે. કોઇ સારા સમાચાર મળી શકે છે.

કર્ક રાશિ

4/12
image

અચાનક ધન લાભ થઇ શકે છે. અટકાયેલા નાણા મળવાનો યોગ છે. મિત્રો તમને સમસ્યામાંથી બહાર કાઢી શકે છે. લોકો પોતાની મુશ્કેલીઓ તમને જણાવશે. લોકોની મુશ્કેલીઓ દૂર કરવાથી આવનારા દિવસોમાં તમને ફાયદો થઇ શકે છે.

સિંહ રાશિ

5/12
image

આર્થિક સ્થિતિમાં મોટા ફેરફાર થવાના યોગ છે. જેનાથી તમને ખુશી મળશે. તમારી મહત્વાકાંક્ષા વધશે. તમારી અપેક્ષાઓને સંતુલિત રાખવી પડશે. તમને બિઝનેસ અથવા કાર્યક્ષેત્ર સાથે જોડાયેલી યાત્રાઓ કરવી પડશે. અધિકારી તમારાથી ખુશ રહેશે. ઓફિસમાં તણાવની સ્થિતિનો અંત આવશે. મહેનત અને સમજદારી સાથે તમે એવા કામ પુરા કરી શકો છો જે જોખમી છે. કોઇ મોટું ટેન્શન ખતમ થશે. 

કન્યા રાશિ

6/12
image

ઓફિસ અથવા બિઝનેસમાં નવી પહેલ શરૂ કરવાનો સમય છે. તમારા કામકાજમાં નવા પ્રયોગ કરવામાં તમે સફળ થઇ શકો છો. તમારા માટે દિવસ ઠીક છે. આજે તમે જે વિચારશો તેમાં તમને સફળતા મળી શકે છે. અધિકારીઓ તમારી પ્રશંસા કરશે. જીવનસાથી સમય વિતાવશો. ભાગીદારીમાં ફાયદો થશે. રોજિંદા કામોમાં પણ ફાયદો થશે. પ્રોપર્ટીના કામ પુરા થઇ શકે છે. જૂના કામ સમયસર પુરા થઇ જશે. પારિવારિક સમસ્યાઓનું સમાધાન થશે. 

તુલા રાશિ

7/12
image

વિચારેલા જૂના કામ શરૂ થશે. ફાયદો થઇ શકે છે. આજે તમે સારું અનુભવશો. સામૂહિક અને સામાજિક કામ માટે સારો દિવસ છે. પરિવારના મોટાભાગના કામ પુરા થઇ શકે છે. મિત્રો સાથે સમય વિતાવશો. કોઇ પ્રકરના રોકાણની યોજના બની શકે છે. ધન લાભ થઇ શકે છે. ઉધારીના પૈસા તમને મળી શકે છે. ઓફિસ અને બિઝનેસમાં તમારા માટે નિર્ણય લેવા ફાયદાકારક થશે.

વૃશ્ચિક રાશિ

8/12
image

આજનો દિવસ તમારા માટે ખાસ રહેશે. કેટલીક એવી વાતો તમારી સમક્ષ આવી શકે છે જે તમને આગામી દિવસોમાં મોટો ફાયદો પહોંચાડી શકે છે. કોઇ કઠીન કેસ ઉકેલવા માટે આજનો દિવસ સારો છે. તમારી જવાબદારીનો ઉપયોગ કરો. કાર્યક્ષેત્રમાં ઓળખીતા લોકો મદદ કરશે. નવા સોદા તમારા માટે ફાયદાકારક સાબિત થશે. આજનો દિવસ શુભ રહેશે. કોઇ બિમારી પણ ઠીક થઇ જશે. કિસ્મત સાથ આપશે તો તમારા અટવાયેલા નાણા પરત મળશે. 

ધન રાશિ

9/12
image

નોકરી, કેરિયર અને પૈસાની દ્વષ્ટિએ સારો દિવસ છે. નવી નોકરી અથવા પ્રમોશનનો પ્રયત્ન કરી રહ્યા છો, તો તમારા પ્રયત્નો પુરા થશે. તમારી ઉત્સુકતા પણ ચરમસીમાએ રહેશે. આજે નવા લોકો સાથે સંપર્ક કરી શકો છો. કાર્યક્ષેત્રમાં પરસ્પર લોકો સાથે સહમતી બની શકે છે. ઘણા લોકો તમારી મદદ કરવા માટે તૈયાર રહેશે. 

મકર રાશિ

10/12
image

કોઇપણ મહત્વપૂર્ણ કામ કરી શકો છો. જે તમને મોટો ફાયદો કરાવશે. મહેનત કરવાની મજા આવશે. જુના કામ પુરા થતાં તમને ફાયદો થશે. નવા કામ શરૂ કરવાના બદલે જુના કામ પુરા કરવા પર ધ્યાન આપો. જે લોકો અપરણિત છે તેમના માટે આજનો દિવસ સારો છે. બીજા કરતાં આગળ નિકળવાની તીવ્ર ઇચ્છા થઇ શકે છે.

કુંભ રાશિ

11/12
image

આજે તમે મજબૂતી અને ધૈર્યથી કામ લેશો. દિવસ દરમિયાન પૈસા વિશે વિચારતા રહેશો. જમીન અને પ્રોપર્ટીના કામો વડે ધનલાભનો યોગ છે. કોઇ નવું કામ કરવા અંગે વિચારી રહ્યા છો તો તમારા પાસે બીજા ઘણા કામ આવી શકે છે. રોજિંદા કામ વધુ રહેશે. થોડા સમયમાં બધુ ઠીક થઇ જશે. 

મીન રાશિ

12/12
image

આજે તમે જે પણ કામ કરશો  તો તેનાથી તમને ફાયદો થશે. કામકાજ દ્વારા તમને પૈસા મળશે. મનમાં પૈસાને લઇને ઘણા પ્રકારના વિચાર આવી શકે છે. તેના પર કોઇ પગલાં પણ ભરી શકો છો. તમે હરવા ફરવા માટે સારો સમય છે.