આવી રહ્યું છે મોટું તોફાન, આજથી ગુજરાતના વાતાવરણમાં મોટી ઉથલપાથલ થશે, ડિસેમ્બરની ભયાનક આગાહી
Ambalal Patel Prediction : ગુજરાતમાં ઠંડીનું જોર વધ્યું છે. 8 થી 10 કિમીની ગતિએ પવન ફુંકાતા લોકોને હાડ થીજવતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. ઉત્તર-પૂર્વથી પૂર્વના પવનોના કારણે તાપમાનનો પારો ઘટ્યો છે. દિવસ દરમિયાન સતત ઠંડા પવનો ફુંકાઈ રહ્યાં છે. હજુ ત્રણ દિવસ ઠંડીનું જોર રહેવાની આગાહી છે. નલિયામાં 8 ડિગ્રી તો રાજકોટમાં 9.8 ડિગ્રી તાપમાન પહોંચી ગયું છે. રાજ્યના 14 શહેરોનું તાપમાન 15 ડિગ્રી નીચે જતુ રહ્યું છે. આ વચ્ચે ગુજરાતને વધુ કપરા દિવસો જોવા મળવાના છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની જે નવી આગાહી છે, તેમાં ગુજરાતમાં ભારે ઉથલપાથલ થવાની છે.
ગુજરાતમાં મોટી ઉથલપાથલ થશે, ભર શિયાળે આવશે વરસાદ
IMDએ વરસાદને લઇને રેડ અને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. 14 ડિસેમ્બરે દક્ષિણ આંદામાન સમુદ્રની આસપાસ સાયક્લોનિક સર્ક્યુલેશન રચાય તેવી શક્યતા છે. તે 15 ડિસેમ્બરે નીચા દબાણનું ક્ષેત્ર બનાવે અને આગામી 48 કલાકમાં તમિલનાડુના દરિયાકાંઠા તરફ આગળ વધે તેવી શક્યતા છે. જેના કારણે દક્ષિણના રાજ્યોમાં ભારે પવન અને ભારે વરસાદ પડશે. તામિલનાડુ અને પુડુચેરીમાં 16 થી 18 ડિસેમ્બર દરમિયાન ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે, જ્યારે કેરળમાં 17-18 ડિસેમ્બરે ભારે વરસાદ પડશે. આંધ્ર પ્રદેશમાં 16-17 અને આંદામાન અને નિકોબાર ટાપુઓમાં 15 ડિસેમ્બરે વરસાદની સંભાવના છે
વાવાઝોડાની અસર ગુજરાતને ધમરોળી મૂકશે
તેમણે કહ્યું કે, ડિસેમ્બર મહિનામાં પણ હવામાનમાં પલટો આવશે. આગામી 48 કલાક સુધી ઠંડી રહેશે, પરંતુ 17 ડિસેમ્બર બાદ લઘુત્તમ તાપમાન ધીમે-ધીમે વધવા લાગશે. જો કે ઉત્તર ગુજરાત અને પંચમહાલના ભાગોમાં લઘુત્તમ તાપમાન 15 ડિગ્રીની આસપાસ રહેશે. જ્યારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં લઘુત્તમ તાપમાન સામાન્ય વધીને 18 થી 20 ડિગ્રી સુધી જઈ શકે છે. આ દરમિયાન સૌરાષ્ટ્રમાં મહત્તમ તાપમાન 27 થી 28 ડિગ્રીની આસપાસ રહેશે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં મહત્તમ તાપમાન 26 થી 28 ડિગ્રી અને મધ્ય ગુજરાતમાં 28 ડિગ્રીની આસપાસ રહી શકે છે. આમ છતાં ક્યારેક એકાદ-બે ડિગ્રી તાપમાન ઉપર-નીચે જઈ શકે છે. જ્યારે 16 થી 22 ડિસેમ્બર દરમિયાન વાદળવાયું આવશે અને ક્યાંક-ક્યાંક વરસાદ થવાની શક્યતા રહેશે.
આ તારીખ બાદ ગાત્રો થીજવતી ઠંડી પડશે
આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી એવી છે કે, 10 ડિસેમ્બરથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતા ઠંડીમાં વધારો થશે. તાપમાન 12 ડિગ્રીથી નીચું જાય તેવી શક્યતા છે. 14-18 ડિસેમ્બરે બાંગાળના ઉપસગારમાં લો પ્રેશર બનતા ગુજરાતમાં વાદળવાયુ આવવાની શક્યતા છે. તો 23 ડિસેમ્બરથી મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતા ગાત્રો થીજવતી ઠંડીની શક્યતા છે. આમ, અંબાલાલ પટેલે ડિસેમ્બરમાં ફેંગલ સિવાય વધુ એક વાવાઝોડાની આગાહી કરી છે. વાવાઝોડાના કારણે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, કચ્છના ભાગોમાં લઘુત્તમ તાપમાન સામાન્ય વધવા છતાં પણ ઠંડીની અસર જણાશે. 14થી 18 ડિસેમ્બરના બંગાળના ઉપાસાગરમાં બીજું એક લો પ્રેશર બનવાની શક્યતા રહે. જેની દક્ષિણ પૂર્વ તટ પર રહેશે.
Trending Photos