PHOTOs: રિવરફ્રન્ટ જતાં લોકોને હવે નહીં રહે ગાડીની ચિંતા, જોઈ લો એક- બે નહીં 7 માળનું બન્યું મલ્ટિપાર્કિંગ
અર્પણ કાયદાવાલા/અમદાવાદ: અમદાવાદ સહિતના મહાનગરોમાં વાહન પાર્ક ક્યાં કરવું એ એક સમસ્યા છે. જેના માટે વાહન પાર્કિંગની જગ્યાનું નિર્માણ કરવું એ એક માત્ર ઉપાય છે.
શહેરના સાબરમતિ રિવરફ્રન્ટ પર પણ પાર્કિંગ માટે મર્યાદિત જગ્યા હોવાથી કેટલાક મુલાકાતીઓને વાહન પાર્ક ક્યાં કરવું એની ચિંતા સતાવતી હતી. પરંતું હવે આ ચિંતાનું સમાધાન કરવામાં આવ્યું છે.
સાબરમતી રિવરફ્રન્ટ ખાતે મલ્ટિલેવલ પાકિંગનું નિર્માણ કરવામાં આવ્યું છે. આગામી એક મહિનામાં આ મલ્ટિલેવલ પાર્કિંગનું લોકાર્પણ થાય તેવી સંભાવના છે.
રિવરફ્રન્ટની પશ્ચિમ દિશામાં, ઇવેન્ટ ગ્રાઉન્ડથી સીધું જ સ્માર્ટ મલ્ટિલેવલ પાકિંગ બનાવવામાં આવ્યું છે.
આ પાર્કિંગ કોરિડોર દ્વારા ફૂટ-ઓવર બ્રિજ સાથે સીધું જોડાયેલ છે. જેથી ફૂટ-ઓવર બ્રિજની મુલાકાતે આવતા મુલાકાતીઓને આ પાર્કિંગથી સીધા ફ્લાવર પાર્ક અથવા રિવરફ્રન્ટ પ્રોમીનાડ સુધી જઈ શકશે.
આ સ્માર્ટ મલ્ટિલેવલ પાર્કિંગ આપમેળે પાર્કિંગની ઉપલબ્ધતા પ્રદર્શિત કરશે અને રેમ્પના ઉપયોગ વિના તૈયાર કરાયેલી આ દેશની પ્રથમ સિસ્ટમ છે.
1000-કારની ક્ષમતાવાળા આ પાર્કિંગમાં ઇલેક્ટ્રિક વાહનોને ચાર્જ કરવા માટે ઇ-ઝોન પણ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે.
પાર્કિંગ સ્લોટ કેટલા છે તે દર્શાવવા માટે LED સ્ક્રીન પણ લગાવવામાં આવી છે. આ ઉપરાંત પાર્કિંગ ફાયર સેફ્ટી અને CCTV કેમેરાથી સજ્જ છે.
Trending Photos