અમદાવાદમાં પ્રવેશતા જ થશે ઈટલી અને સ્પેન જેવો અનુભવ; આ 7 જગ્યાએ બનશે સિટી એન્ટ્રી ગેટ
City Entry Gate: વર્લ્ડ હેરિટેજ સિટી અને આધુનિક અમદાવાદની આગવી ઓળખનો પરિચય કરાવે તેવા વૈષ્ણોદેવી, સનાથલ અને જશોદાનગર સહિતના સાત એન્ટ્રી પોઈન્ટ પર સિટી એન્ટ્રી ગેટ બનાવવામાં આવનાર છે. અમદાવાદ શહેરમાં આવતાં મુલાકાતીઓ અમદાવાદ શહેરમાં પ્રવેશ કરે ત્યારે આગવી ઓળખ ઉભી થાય તે માટે અમદાવાદ શહેરમાં પ્રવેશ કરતાં મુખ્ય માર્ગો ઉપર વર્ષ 2024-2025 માં બજેટમાં આવરી લીધેલા કામો પૈકી અમદાવાદ શહેરમાં જુદી જુદી જગ્યાએ “સીટી એન્ટ્રી ગેટ" બનાવવાના કામનો સમાવેશ કરવામાં આવેલ છે. જે માટે નીચે દર્શાવેલ જગ્યાઓએ સીટી એન્ટ્રી ગેટ બનાવવા આયોજન કરવામાં આવેલ છે.
કઇ કઇ જગ્યાએ સિટી એન્ટ્રી ગેટ બનાવાશે
વર્લ્ડ હેરિટેજ સિટી અને આધુનિક અમદાવાદની આગવી ઓળખનો પરિચય કરાવે તે માટે વૈષ્ણોદેવી સર્કલ આસપાસ, ઓગણજ, સનાથલ સર્કલ, શાંતિપુરા સર્કલ, તપોવન, ચિલોડા સર્કલ, જશોદાનગર -ડાકોર હાઇવેનો સમાવેશ થાય છે.
ઉપરોક્ત જગ્યાઓએ સીટી એન્ટ્રી ગેટ ઉપરોક્ત ટેબલમાં દર્શાવેલ જગ્યાઓએ સીટી એન્ટ્રી ગેટ ની તૈયાર કરવામાં આવનાર ડિઝાઈનમાં નીચે જણાવેલ વિશિષ્ટતાઓ મુજબ પ્લાનીંગ કરવામાં આવનાર છે. વધુમાં સીટી એન્ટ્રી ગેટ સામાન્ય રીતે અમદાવાદ શહેરમાં પ્રવેશતા મુખ્ય માર્ગો ઉપર કરવાનું થતું હોવાથી તે માટે જુદી જુદી ઓથોરીટી જેવી કે અમદાવાદ શહેરી સત્તા મંડળ, ગુજરાત રોડ એન્ડ બિલ્ડીંગ વિભાગ તેમજ નેશનલ હાઈવે ઓથોરીટી વિગેરે સાથે સંકલન કરી પરામર્શ કરી કાર્યવાહી હાથ ધરવાની થાય તેમ છે.
1) જે તે જગ્યાએ સ્થળ પરિસ્થિતિ મુજબ સીટી એન્ટ્રી ગેટ બનાવવાની જગ્યાની આસપાસના રસ્તાની ડિઝાઈન કરવી. (2) સીટી એન્ટ્રી ગેટની આસપાસ રાહદારીઓ માટે કનેક્ટીવીટી, રૂફ ટોપ વ્યુઇંગ / ગેલેરી તૈયાર કરવી. (3) થીમ બેઝ એન્ટ્રીગેટની ડિઝાઈન - હેરીટેજ થીમ મુજબ / મોર્ડન થીમ મુજબ ડિઝાઈન. (4) આસપાસના વિસ્તારમાં લાઈટીંગ, પ્લાન્ટેશન, લેન્ડ સ્કેપીંગ વિગેરે નું આયોજન
ડિઝાઇન કન્સલ્ટન્ટની કામગીરીની વિગતો:
(1) ટ્રાફિક સર્વે, સોઇલ સર્વે, ટોટલ સ્ટેશન સર્વે તથા અન્ય જરૂરી સર્વે ની કામગીરી તેમજ સોશીયલ અને એનવાયરમેન્ટલ ઇમ્પેકટ એસેસમેન્ટ. (2) સીટી એન્ટ્રી ગેટની કન્સેપ્ટચ્યુઅલ ડિઝાઈન તેમજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સુચન મુજબ ડિઝાઈનના ફેરફાર મુજબ ડિઝાઈનના વિકલ્પ તૈયાર કરવા. (3) સીટી એન્ટ્રી ગેટના ડિટેઇલ ડિઝાઇન તૈયાર કરવી - આર્કીટેક્ચરલ, સ્ટ્રકચરલ ડિટેઇલ, ઇલેક્ટ્રીકલ, પ્લમ્બીંગ પ્લાન, લેન્ડ સ્કેપીંગ, સાઈનેજ અને અન્ય જરૂરી ડિઝાઈન, લોકલ બિલ્ડીંગ કોડ અને રેગ્યુલેશન મુજબ કોમ્પલાયન્સ કરવું. (૪) સીટી એન્ટ્રી ગેટના નિયત થનાર ડિઝાઈન મુજબ ટેન્ડર તૈયાર કરવા, કોસ્ટ એસ્ટીમેટ બનાવવા, વાપરવામાં આવનાર જુદા જુદા મટીરીયલ નક્કી કરવા, તથા અન્ય કામગીરી
એટલું જ નહિ, સિટી એન્ટ્રી ગેટ આસપાસ રાહદારીઓને એએમટીએસ, બીઆરટીએસ અને મેટ્રોની કનેક્ટિવિટી મળી રહે તેમજ સિટી એન્ટ્રી ગેટ ઉપર રૂફ ટોપ વ્યુઇંગ ગેલેરી પણ બનાવવામાં આવશે. જ્યાંથી મુલાકાતીઓ સિટી એન્ટ્રી ગેટ ઉપર જઇ ચોતરફનો નજારો માણી શકશે.
Trending Photos