લોકડાઉનમાં સિક્યોરિટી ગાર્ડે શરૂ કર્યો ચાનો સ્ટાર્ટઅપ બિઝનેસ,આજે કરે છે લાખોનું ટર્ન ઓવર
થોડા મહિનામાં જ રેવનનો સ્ટાર્ટ અપ એટલો ચમક્યો જે આજે 70 કોર્પોરેટ ઓફિસોમાં સવાર સાંજ ચા સપ્લાય થઇ રહી છે.
નવી દિલ્હી: માણસ ઇચ્છે તો શું ન કરી શકે. જો કંઇક કરવાની ઇચ્છા હોય તો કોઇપણ મુશ્કેલી રસ્તામાં વિઘ્ન ન બની શકે. એવી જ કહાની છે મહારાષ્ટ્રના પુણેમાં 28 વર્ષના રેવન શિંદેની. રેવને લોકડાઉન દરમિયના પોતાની મહેનત અને દિમાગથી તે કરી બતાવ્યું જે તમામ યુવાનો માટે ઉદાહરણ બની શકે છે. 2019ના અંત સુધી સિક્યોરિટી ગાર્ડની નોકરી કરનાર રેવને હવે ચા વેચાવાના સ્ટાર્ટ અપ દ્વારા પોતાનું ટર્નઓવર લાખોમાં પહોંચાડી દીધું છે.
મૂળ સોલાપુરના રેવનના ઘરમાં માતા-પિતા અને ત્રણ ભાઇ છે. સાધારણ પરિવારમાંથી આવનાર રેવનનો એક ભાઇ સેલ્સમેન, બીજો ડિલીવરી બોય છે. ત્રીજો સૌથી નાનો રેવનને તેના કામમાં મદદ કરે છે. ચારેય ભાઇઓમાં બીજા નંબરના રેવને 12મા ધોરણ સુધી અભ્યાસ કર્યો અને 2010માં નોકરી શોધી પૂણે આવી ગયો.
પિંપરી-ચિંચવાડા વિસ્તારમાં પદ્મજી પેપર મિલ્સમાં હેલ્પર તરીકે રેવને નોકરીની શરૂઆત કરી. ત્યારબાદ તેણે ઘણી બીજી નાની મોટી નોકરીઓ પણ કરી.
ડિસેમ્બર 2019માં તે સિક્યોરિટી ગાર્ડની નોકરી સાથે એક કોફી શોપમાં પાર્ટ ટાઇમ જોબ પણ કરી રહ્યો હતો અને મહિને 13,000 રૂપિયા કમાતો હતો. તેમાંથી થોડા પૈસા તે માતા-પિતાને મોકલતો હતો.
રેવનને નોકરી ગુમાવવી પડી. રેવન સાથે આ કંપનીમાં કામ કરનાર તેના બે સહકર્મચારી દશરથ જાધવ અને શાંતારામને પણ નોકરી જતાં આંચકો લાગ્યો. પછી ત્રણેયએ મળીને પોતાનું જ કામ કરવાનું નક્કી કરી લીધું. તેમણે મળીને લંચ એન્ડ ડિનર ટિફિન બોક્સ સર્વિસ શરૂ કરી. તેના માટે તેમણે ઘરવાળા અને સંબંધીઓ પાસેથી ચાર લાખ રૂપિયા ઉધાર પણ લીધા.
આ કામ થોડું ચાલ્યું અને માર્ચમાં કોરોના વાયરસના લીધે લોક્ડાઉન શરૂ થઇ ગયું અને રેવન અને તેના સહયોગીઓ માટે આ મોટો ઝટકો હતો. તેમને બીજા પાસેથી લીધેલા પૈસાની ચિંતા થવા લાગી. દશરથ જાદવ તો નિરાશ થઇને લાતૂર પોતાના ગામ પરત જતો રહ્યો.
પરંતુ રેવન અને શાંતારામે હિંમત ન હારી. બંનેએ બાઇક પર પિંપરી-ચિંચવાડમાં ફરીને શોધવાનું શરૂ કર્યું કે શું કરી શકાય. તે ઓફિસમાં જઇને પૂછતા હતા કે તેમને કોઇ વસ્તુની જરૂર છે તો લાવીને આપી શકે છે. તે હેલ્પર અને ક્લીનિંગ સ્ટાફ તરીકે પણ કામ કરવા માટે તૈયાર હતા. પરંતુ કોઇ પણ ઓફિસ નવા લોકોને કામ પર રાખવા અને ભીડ વધારવા માટે તૈયાર ન હતી. 60 તોલા સોનું, ત્રણ મકાનની માલકિન 20 વર્ષથી હતી કેદ, 8 ફૂટ વધી ગયા'તા વાળ
તમામ ઓફિસોમાં ફરતા રેવને એક વાત નોટીસ કરી. તે એ હતી કે ઓફિસોમાં કામ કરનારાઓને ચાની ખૂબ જરૂર પડતી હતી અને તેને પહોંચાડનાર કોઇ ન હતું. તેમને ચા પીવા માટે દૂર સુધી જવું પડતું હતું. લોકડાઉનની પાબંધીઓ અને કોરોના વાયરસના ડરના લીધે લોકો બહાર નિકળવાનું પણ ટાળતા હતા. ત્યારે રેવનને લાગ્યું કે ચાની ડિલીવરી શરૂ કરવામાં આવે. ત્યાં સુધી ઓનલાઇન ઓર્ડર પણ શરૂ થઇ ગયા. રેવને પછી 'ચાલતા બોલતા ચાય' નામથી પોતાનું સ્ટાર્ટ અપ શરૂ કરવાનો નિર્ણય કર્યો. હવે ઇન્ટરનેટ વિના થશે Digital Payment! અવાજ બનશે પાસવર્ડ
જુલાઇ 2020થી રેવનના સ્ટાર્ટઅપે ગતિ પકડવાનું શરૂ કર્યું. શરૂઆતમાં રેવને 5 થી 7 ઓફિસોમાં ચાના ઓર્ડર મળી રહ્યા હતા. રેવને પોતાની આદુની ચા (ઝિંઝર ટી)ને સોશિયલ મીડિયાને વિભિન્ન પ્લેટફોર્મ્સ પર પ્રમોટ કરવાનું શરૂ કર્યું. ક્વોલિટી અને કસ્ટમર્સ સુધી ચા ગરમ પહોંચે તેનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. થોડા મહિનામાં જ રેવનનો સ્ટાર્ટ અપ એટલો ચમક્યો જે આજે 70 કોર્પોરેટ ઓફિસોમાં સવાર સાંજ ચા સપ્લાય થઇ રહી છે. મહિનામાં રેવનને હવે સવા બે લાખથી વધુનો ધંધો આ ઓફિસોમાંથી મળી રહ્યો છે. એટલે કે વાર્ષિક ટર્ન ઓવર લગભગ 25 લાખ રૂપિયા રૂપિયા થાય છે. 1 રૂપિયાની પણ ખરીદી કરશો તો આપવું પડશે PAN અને આધાર, જાણો શું છે નવો નિયમ
રેવને પિંપરી-ચિંચવાડાના અજમેરા વાઘેરા એંપાયરમાં 300 વર્ગ ફૂટની એક ઓફિસ લીધી છે. જેનું ભાડું 22,000 રૂપિયા દર મહિને છે. રેવન હવે બીજાને રોજગાર આપી રહ્યો છે. આ સાથે જ બે એવા યુવક છે જે કોલેજમાં અભ્યાસ સાથે નોકરી પણ કરી રહ્યા છે. મોલમાંથી ઝડપાયું કુટણખાનું, મસાજની આડમાં ગ્રાહકોની થતી હતી રાતો રંગીન
રેવનનો ટાર્ગેટ છે કે તે જલદી જ 5 લાખ કસ્ટમર્સ સુધી પહોંચ બનાવે. તેના માટે તે પોતાના કામમાં એવા સ્ટૂડેંટ્સને સાથે જોડવા માંગે છે જે અભ્યાસ સાથે સાથે પોતાનો ખર્ચ પણ પોતે ઉપાડવા માંગે છે. રેવનનો ઇરાદો પોતાના કામને દેશના અન્ય શહેરોમાં પણ ફેલાવવાનો છે. તેની ઇચ્છા પોતાના બિઝનેસના લાખોના ટર્નઓવરને બ્રાંચ દ્વારા કરોડો સુધી લઇ જવાની છે. Kashmir માં ભારે હિમવર્ષા વચ્ચે ગર્ભવતી મહિલા માટે Indian army કેવી રીતે બની દેવદૂત, જુઓ તસવીરો
Trending Photos